કચ્છમાં સર્જાઇ અજાયબી, મીઠાનું રણ બન્યું દરિયો, સર્જાયા આહલાદક દ્વશ્યો
Kutch White Desert : ગુજરાતમાં દર વર્ષે કચ્છના રણમાં ભવ્ય રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છનું મુખ્ય આકર્ષણ સફેદ મીઠાનું રણ છે, પરંતુ અત્યારે ભારે વરસાદના લીધે આખું રણ દરિયામાં ફેરવાઇ ગયું છે. પાણીમાં ડૂબેલા રણમાં સમુદ્રની લહેરો જોવા મળી રહી છે. દર વર્ષે વરસાદનું પાણી સુકાયા બાદ આ મીઠાનું રણ બની જાય છે, પરંતુ દૂર દૂર રહેણાંક વિસ્તાર ન હોવાથી આ સમુદ્ર જેવું લાગે છે. કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણમાં ભારે વરસાદના લીધે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આખે આખું રણ જાણે દરિયો બની ગયું હોય એવું લાગી રહ્યું છે. હાલમાં એક નજરે જોતાં કોઇ ન કહી શકે કે અહીં રણ હશે. સામાન્ય રીતે જૂન-જુલાઇ મહિનામાં વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ અંત સુધીમાં ધીમે ધીમે પાણી ઓસરવા લાગે છે. ત્યારબાદ નવેમ્બર મહિનામાં રણમાંથી પાણી સુકાઇ જાય છે અને રણમાં દરિયાની ખારાશની એક ચાદર પથરાઇ જાય છે અને શિયાળામાં આખું રણ સફેદ મીઠામાં ફેરફાઇ જાય છે. બોર્ડર વિસ્તાર હોવાથી અહીં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના લીધે કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અહીં દર વર્ષે રણોત્સવ યોજાઇ છે, ખાસ કરીને શિયાળામાં આ રણ વધુ સુંદર અને મનમોહક લાગે છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીં આવનાર પ્રવાસીઓ ચાંદની રાતમાં કચ્છના સફેદ રણની મજા માણે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kutch White Desert : ગુજરાતમાં દર વર્ષે કચ્છના રણમાં ભવ્ય રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છનું મુખ્ય આકર્ષણ સફેદ મીઠાનું રણ છે, પરંતુ અત્યારે ભારે વરસાદના લીધે આખું રણ દરિયામાં ફેરવાઇ ગયું છે. પાણીમાં ડૂબેલા રણમાં સમુદ્રની લહેરો જોવા મળી રહી છે. દર વર્ષે વરસાદનું પાણી સુકાયા બાદ આ મીઠાનું રણ બની જાય છે, પરંતુ દૂર દૂર રહેણાંક વિસ્તાર ન હોવાથી આ સમુદ્ર જેવું લાગે છે.
કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણમાં ભારે વરસાદના લીધે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આખે આખું રણ જાણે દરિયો બની ગયું હોય એવું લાગી રહ્યું છે. હાલમાં એક નજરે જોતાં કોઇ ન કહી શકે કે અહીં રણ હશે.
સામાન્ય રીતે જૂન-જુલાઇ મહિનામાં વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ અંત સુધીમાં ધીમે ધીમે પાણી ઓસરવા લાગે છે. ત્યારબાદ નવેમ્બર મહિનામાં રણમાંથી પાણી સુકાઇ જાય છે અને રણમાં દરિયાની ખારાશની એક ચાદર પથરાઇ જાય છે અને શિયાળામાં આખું રણ સફેદ મીઠામાં ફેરફાઇ જાય છે.
બોર્ડર વિસ્તાર હોવાથી અહીં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના લીધે કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અહીં દર વર્ષે રણોત્સવ યોજાઇ છે, ખાસ કરીને શિયાળામાં આ રણ વધુ સુંદર અને મનમોહક લાગે છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીં આવનાર પ્રવાસીઓ ચાંદની રાતમાં કચ્છના સફેદ રણની મજા માણે છે.