Vadodara Demolition: વડોદરામાં સતત ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી, સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં પણ કોર્પોરેશનની ટીમે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ખાટકીવાડમાં આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. કોર્પોરેશનને દબાણ શાખા ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને પોલીસ કાભલો સાથે રહીને બુલ્ડોજરની કામગીરી તેજ કરી છે.વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. સતત 4 દિવસે લઘુમતી વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ રાખી છે. આજે નવાપુરા તેમજ પ્રતાપ નગર વિહાર ટોકીઝની આસપાસના ગેરકાયદે દબાણો હટાવી સાત ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આજ રોજ દબાણ શાખા દ્વારા વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી તેમજ નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. દબાણ કરવામાં આવ્યા હતા તેવી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાત ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

Vadodara Demolition: વડોદરામાં સતત ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી, સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં પણ કોર્પોરેશનની ટીમે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ખાટકીવાડમાં આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. કોર્પોરેશનને દબાણ શાખા ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને પોલીસ કાભલો સાથે રહીને બુલ્ડોજરની કામગીરી તેજ કરી છે.

વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ જારી રાખવામાં આવી છે. આજે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોહલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કેબીનો લારી ગલ્લા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર દિવસથી જુદા-જુદા વિસ્તારોના ગેરકાયદે દબાણોનો પાલિકા ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે. સતત 4 દિવસે લઘુમતી વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી ચાલુ રાખી છે. આજે નવાપુરા તેમજ પ્રતાપ નગર વિહાર ટોકીઝની આસપાસના ગેરકાયદે દબાણો હટાવી સાત ટ્રક ભરીને લારી ગલ્લા અને સામાન જપ્ત કર્યો ત્યારે કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આજ રોજ દબાણ શાખા દ્વારા વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી તેમજ નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. દબાણ કરવામાં આવ્યા હતા તેવી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે એસીપી સહિત વાડી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાત ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.