BZ ગ્રુપ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરોના પણ રૂપિયા ફસાયા હોવાની માહિતી : સૂત્રો

ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં દિવસેને દિવસે નવા અપડેટસ આવી રહ્યાં છે,BZ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરો પણ ફસાયા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે.રોકાણકારોના લીસ્ટમાં ક્રિકેટર્સનું નામ હોવાની માહિતી મળી રહી છે.શુભમન ગીલ, મોહિત શર્મા, તેવટિયાએ પણ રોકાણ કર્યુ હોવાની વાત સામે આવી છે.એક કા ડબલના ખેલમાં ક્રિકેટરોએ પણ નાણાં રોકયા હોવાની વાત સામે આવી છે. કરોડોનું રોકાણ આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો 10 લાખથી એક કરોડ સુધીનું રોકાણ કર્યાની માહિતી સામે આવી છે,એક્ટર સોનુ સૂદના નામ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે,CID ક્રાઇમે હજુ ક્રિકેટરોના નામ અંગે કોઇ ખુલાસા કર્યા નથી પણ આ માહિતી સૂત્રો તરફથી મળી છે અને અમે પણ નથી કહી રહ્યાં કે ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે આ તમામ સમાચાર સૂત્રો પર જ છે.અંદાજે 14 હજારથી વધુ લોકોના રૂપિયા આ કૌંભાડમાં ફસાયા હોવાની વાત સામે આવી છે,હવે પોલીસ પણ ચિંતામાં છે કે આટલી મોટી તપાસ કઈ રીતે કરવી. બાયડમાં આરતીબેન જયસ્વાલ કંપની ચલાવતી અરવલ્લીના બાયડમાં BZ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે.CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા છે.અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા BZ કંપનીની ઓફિસના સંચાલિકા છે. મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાટ કાર સાથે તસવીરો વાયરલ થઈ છે. CID ક્રાઈમે કાર્યવાહી કરતા જ છેલ્લા સાત દિવસથી BZની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે. ગ્રાન્ટ પણ પડાવી લીધી કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. અન્ય પણ કૌંભાડીઓ સામિલ આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.  

BZ ગ્રુપ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરોના પણ રૂપિયા ફસાયા હોવાની માહિતી : સૂત્રો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં દિવસેને દિવસે નવા અપડેટસ આવી રહ્યાં છે,BZ કૌભાંડમાં જાણીતા ક્રિકેટરો પણ ફસાયા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે.રોકાણકારોના લીસ્ટમાં ક્રિકેટર્સનું નામ હોવાની માહિતી મળી રહી છે.શુભમન ગીલ, મોહિત શર્મા, તેવટિયાએ પણ રોકાણ કર્યુ હોવાની વાત સામે આવી છે.એક કા ડબલના ખેલમાં ક્રિકેટરોએ પણ નાણાં રોકયા હોવાની વાત સામે આવી છે.

કરોડોનું રોકાણ

આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો 10 લાખથી એક કરોડ સુધીનું રોકાણ કર્યાની માહિતી સામે આવી છે,એક્ટર સોનુ સૂદના નામ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે,CID ક્રાઇમે હજુ ક્રિકેટરોના નામ અંગે કોઇ ખુલાસા કર્યા નથી પણ આ માહિતી સૂત્રો તરફથી મળી છે અને અમે પણ નથી કહી રહ્યાં કે ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે આ તમામ સમાચાર સૂત્રો પર જ છે.અંદાજે 14 હજારથી વધુ લોકોના રૂપિયા આ કૌંભાડમાં ફસાયા હોવાની વાત સામે આવી છે,હવે પોલીસ પણ ચિંતામાં છે કે આટલી મોટી તપાસ કઈ રીતે કરવી.

બાયડમાં આરતીબેન જયસ્વાલ કંપની ચલાવતી

અરવલ્લીના બાયડમાં BZ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે.CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા છે.અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા BZ કંપનીની ઓફિસના સંચાલિકા છે. મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાટ કાર સાથે તસવીરો વાયરલ થઈ છે. CID ક્રાઈમે કાર્યવાહી કરતા જ છેલ્લા સાત દિવસથી BZની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે.

ગ્રાન્ટ પણ પડાવી લીધી

કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે.વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે.BZ ગ્રુપ સામે કાર્યવાહી અન્ય ઈન્વેન્ટ પેઢીના સંચાલકો ગાયબ છે,હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે.હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે,AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે.અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ.

અન્ય પણ કૌંભાડીઓ સામિલ

આ સમગ્ર ઘટનામાં અન્ય કૌંભાડીઓ પણ સામિલ હોવાની વાત સામે આવી છે જેમાં BZ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી તો AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે,તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે.પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને ગઈકાલ સાંજથી આજ સવાર સુધી પોલીસે ફરિયાદ પણ નોંધી છે,અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.