Vadodara: વડોદરા પૂરના પાણીમાં પીડાતુ હતું એજ પાણીમાં નેતાએ ડાન્સની રીલ બનાવી
ભાજપ શહેર મહામંત્રી ચાર્મી પટેલનો પતિ સાથેનો વીડિયો વાઈરલ થતાં ટીકાલાખો લોકો અંધારપટ્ટની સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યાં હતા લોકોને ત્રણ દિવસ સુધી પાણી કે ફૂડ પેકેટ મળ્યાં ન હતા, વડોદરા શહેરમાં આવેલા ભયાનક પુરના કારણે લાખો નાગરિકો અંધારપટ્ટની સ્થિતિમાં ભૂખ્યાં - તરસ્યાં ટળવળતાં હતા, ત્યારે લોકોને મદદ કરવાને બદલે વૉર્ડ નં.11ની ભાજપની મહિલા મોરચાની મહામંત્રી પતિ સાથે ઘૂંટણસમા પાણીમાં ડાન્સ કરતી રીલ બનાવતી હતી. આ વીડિયો વાઈરલ થવાની સાથે જ ભારે ટીકા થતાં મોરચાની મહામંત્રીએ વીડિયો ડિટેલ કર્યો હતો. શહેરમાં લોકોના ઘરોમાં પાંચથી 8 ફૂટ સુધીના પાણી હતા. લાખો લોકો અંધારપટ્ટની સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યાં હતા. લોકોને ત્રણ દિવસ સુધી પાણી કે ફૂડ પેકેટ મળ્યાં ન હતા, ત્યારે આ આફતને વૉર્ડ નં.11ની ભાજપની મહિલા મોરચાની મહામંત્રી ચાર્મી પટેલે મનોરંજનનું સાધન બનાવી હતી. ચાર્મી પટેલે (રહે,વચનામૃત ફ્લેટ, અટલાદરા) પતિ સાથેનો ઘૂંટણસમા પાણીમાં ગીત પર ડાન્સ કરતી રીલ બનાવી હતી. જેમાં ચાર્મી પટેલ હાથમાં છત્રી પકડીને વાળ ખુલ્લા કરી પતિની આંગળી પકડી ગોળગોળ ફરી રહી છે. આ રીલ પણ સોશિયલ મીડિયામાં મુકી હતી. જે વાઈરલ થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જેથી વિવાદ વધુ વકરે તે પહેલા ચાર્મી પટેલે વીડિયો ડિલીટ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાજપ શહેર મહામંત્રી ચાર્મી પટેલનો પતિ સાથેનો વીડિયો વાઈરલ થતાં ટીકા
- લાખો લોકો અંધારપટ્ટની સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યાં હતા
- લોકોને ત્રણ દિવસ સુધી પાણી કે ફૂડ પેકેટ મળ્યાં ન હતા,
વડોદરા શહેરમાં આવેલા ભયાનક પુરના કારણે લાખો નાગરિકો અંધારપટ્ટની સ્થિતિમાં ભૂખ્યાં - તરસ્યાં ટળવળતાં હતા, ત્યારે લોકોને મદદ કરવાને બદલે વૉર્ડ નં.11ની ભાજપની મહિલા મોરચાની મહામંત્રી પતિ સાથે ઘૂંટણસમા પાણીમાં ડાન્સ કરતી રીલ બનાવતી હતી.
આ વીડિયો વાઈરલ થવાની સાથે જ ભારે ટીકા થતાં મોરચાની મહામંત્રીએ વીડિયો ડિટેલ કર્યો હતો. શહેરમાં લોકોના ઘરોમાં પાંચથી 8 ફૂટ સુધીના પાણી હતા. લાખો લોકો અંધારપટ્ટની સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યાં હતા. લોકોને ત્રણ દિવસ સુધી પાણી કે ફૂડ પેકેટ મળ્યાં ન હતા, ત્યારે આ આફતને વૉર્ડ નં.11ની ભાજપની મહિલા મોરચાની મહામંત્રી ચાર્મી પટેલે મનોરંજનનું સાધન બનાવી હતી. ચાર્મી પટેલે (રહે,વચનામૃત ફ્લેટ, અટલાદરા) પતિ સાથેનો ઘૂંટણસમા પાણીમાં ગીત પર ડાન્સ કરતી રીલ બનાવી હતી. જેમાં ચાર્મી પટેલ હાથમાં છત્રી પકડીને વાળ ખુલ્લા કરી પતિની આંગળી પકડી ગોળગોળ ફરી રહી છે. આ રીલ પણ સોશિયલ મીડિયામાં મુકી હતી. જે વાઈરલ થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જેથી વિવાદ વધુ વકરે તે પહેલા ચાર્મી પટેલે વીડિયો ડિલીટ કર્યો હતો.