Kutchના નખત્રાણામાં 30 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, બે આરોપીને પોલીસે દબોચ્યા
કચ્છના નખત્રાણાના કોટડા જડોદર ગામે સોની વેપારી પર છરી વડે હુમલો કરી રૂપિયા 30.32 લાખની લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે બાતમીના આધારે બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી છે. સ્પેશિયલ ઓપરેશ ગ્રૂપે પાર પાડયું ઓપરેશન નખત્રાણાના કોટડા જડોદર ગામે સોની વેપારી દુકાન બંધ કરીને પોતાના ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન આરોપીએ વેપારી પર ઘાતકી હુમલો કરી 45 તોલા સોનાના દાગીના ભરેલ બેગ લૂટી આરોપીઓ ફરાર ગયા હતા,કાર આવેલા ત્રણ લુટારુને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને નખત્રાણા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તે દરમિયાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડયા છે. બાતમીના આધારે બે આરોપીઓ ઝડપાયા પોલીસને બાતમી મળી હતી હતી કે આરોપીઓ ભુજ તરફ આવી રહ્યા છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીને લોરિયા ગામ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા છે આરોપી નાલે મીઠા શકુર સમા અને મુસ્તાક પચાણ સમાને 140 ગ્રામ સોનાના દાગીના તેમજ લૂંટમાં વપરાયેલ કાર સાથે ઝડપી પાડયા છે.લૂંટની ઘટનામાં માસ્ટર માઇન્ડ અબડાસાના મોટી વમોટી ગામનો મામદ સીધિક હિંગોરજા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. માસ્ટર માઇન્ડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે લૂંટનો મોટા ભાગનો મુદામાલ મામદ પાસે હોવાથી હાલ પીલીસે ફરાર આરોપીની શોધખોળ હાથધરી છે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં કારની તૂટેલી હેડલાઇટની કડી મહત્વની સાબિત થઈ છે પોલીસે કારના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે,નીલકંઠ જવલર્સના માલિક પાસે મોટો માલ મળવાના ઇરાદે ત્રણેય આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને સોની વેપારીને છરીના ઘા મારીને સોનાના દાગીના ભરેલ બેગ લઈને આરોપી ફરાર થઈ ગયા હતા.આરોપીઓ ગામડામાં છૂપાઈ ગયા હતા લૂંટને અંજામ આપી આરોપી અંતરિયાળ ગામડામાં છુપાઈ ગયા હતા જે દરમિયાન આરોપી કાર લઈને ભુજ તરફ આવી રહ્યા હોવાની હકીકત આધારે એસઓજી પોલીસે લોરિયા નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે હાલ પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરી છે,સાથે જ લૂંટની ઘટનામાં માસ્ટર માઇન્ડ મામદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના નખત્રાણાના કોટડા જડોદર ગામે સોની વેપારી પર છરી વડે હુમલો કરી રૂપિયા 30.32 લાખની લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે બાતમીના આધારે બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી છે.
સ્પેશિયલ ઓપરેશ ગ્રૂપે પાર પાડયું ઓપરેશન
નખત્રાણાના કોટડા જડોદર ગામે સોની વેપારી દુકાન બંધ કરીને પોતાના ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન આરોપીએ વેપારી પર ઘાતકી હુમલો કરી 45 તોલા સોનાના દાગીના ભરેલ બેગ લૂટી આરોપીઓ ફરાર ગયા હતા,કાર આવેલા ત્રણ લુટારુને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને નખત્રાણા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તે દરમિયાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડયા છે.
બાતમીના આધારે બે આરોપીઓ ઝડપાયા
પોલીસને બાતમી મળી હતી હતી કે આરોપીઓ ભુજ તરફ આવી રહ્યા છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીને લોરિયા ગામ નજીકથી ઝડપી પાડવામાં આવ્યા છે આરોપી નાલે મીઠા શકુર સમા અને મુસ્તાક પચાણ સમાને 140 ગ્રામ સોનાના દાગીના તેમજ લૂંટમાં વપરાયેલ કાર સાથે ઝડપી પાડયા છે.લૂંટની ઘટનામાં માસ્ટર માઇન્ડ અબડાસાના મોટી વમોટી ગામનો મામદ સીધિક હિંગોરજા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
માસ્ટર માઇન્ડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે
લૂંટનો મોટા ભાગનો મુદામાલ મામદ પાસે હોવાથી હાલ પીલીસે ફરાર આરોપીની શોધખોળ હાથધરી છે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં કારની તૂટેલી હેડલાઇટની કડી મહત્વની સાબિત થઈ છે પોલીસે કારના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે,નીલકંઠ જવલર્સના માલિક પાસે મોટો માલ મળવાના ઇરાદે ત્રણેય આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો અને સોની વેપારીને છરીના ઘા મારીને સોનાના દાગીના ભરેલ બેગ લઈને આરોપી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓ ગામડામાં છૂપાઈ ગયા હતા
લૂંટને અંજામ આપી આરોપી અંતરિયાળ ગામડામાં છુપાઈ ગયા હતા જે દરમિયાન આરોપી કાર લઈને ભુજ તરફ આવી રહ્યા હોવાની હકીકત આધારે એસઓજી પોલીસે લોરિયા નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે હાલ પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરી છે,સાથે જ લૂંટની ઘટનામાં માસ્ટર માઇન્ડ મામદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.