Banaskanthaના ખેડૂતો 15 ઓકટોબર સુધી બાગાયતની યોજનાઓનો લાભ ઓનલાઈન અરજીથી લઈ શકશે
બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતો https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૧/૧૦/૨૦૨૪ થી ૧૫/૧૦/૨૦૨૪ સુધી (દિન-૧૫ માટે) આંબા તથા જામફળ- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળ પાકના જુના બગીચાઓના નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ. હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, પપૈયા- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળ પાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, નેટ હાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાશે. આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન કરેલ અરજી અસલમાં નાયબ બાગાયત નિયામકશ્રી કચેરી ખાતે રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઈન અરજી પત્રક સહિ કરીને સાથે- જમીન ઉતારા નકલ-૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનું પ્રમાણપત્ર જેવા સાધનિક કાગળો જોડી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધીમાં નીચે જણાવેલ કચેરીમાં અચુક જમા કરાવવા જણાવવામાં આવે છે. આ કચેરી પર કરી શકાશે સંપર્ક વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬ તથા ઇમેલ: [email protected] પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, પાલનપુર જિ. બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતો https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૦૧/૧૦/૨૦૨૪ થી ૧૫/૧૦/૨૦૨૪ સુધી (દિન-૧૫ માટે) આંબા તથા જામફળ- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળ પાકના જુના બગીચાઓના નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ.
હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ
કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, પપૈયા- ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળ પાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, નેટ હાઉસ-નળાકાર સ્ટ્રક્ચર માટે, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી
આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન કરેલ અરજી અસલમાં નાયબ બાગાયત નિયામકશ્રી કચેરી ખાતે રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઈન અરજી પત્રક સહિ કરીને સાથે- જમીન ઉતારા નકલ-૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનું પ્રમાણપત્ર જેવા સાધનિક કાગળો જોડી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધીમાં નીચે જણાવેલ કચેરીમાં અચુક જમા કરાવવા જણાવવામાં આવે છે.
આ કચેરી પર કરી શકાશે સંપર્ક
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬ તથા ઇમેલ: [email protected] પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, પાલનપુર જિ. બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.