Valsad જિલ્લામાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 18 કરોડથી વધુના ચરસના પેકેટ મળ્યા

વલસાડ જિલ્લામાંથી બિનવારસી ચરસના પેકેટ મળ્યા 18 કરોડથી વધુના ચરસના જથ્થાના પેકેટ મળ્યા બે દિવસમાં 31 ચરસના પેકેટ બિનવારસી મળ્યા વલસાડ જિલ્લાના દરિયાકાંઠેથી પોલીસે પોલીસે 18 કરોડથી વધુના ચરસના પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા છે,પોલીસે દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ તેમાં આ ચરસના પેકેટ મળી આવ્યા હતા.વલસાડ જિલ્લાના બે તાલુકામાંથી બે દિવસની અંદર 18 કરોડ 31 લાખ રૂપિયાના ચરસના જથ્થાના પેકેટ મળી આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગમા મળી આવ્યા પેકેટ વલસાડ જિલ્લામાં બે દિવસમાં 31 જેટલા ચરસના પેકેટ બિનવાસી હાલતમા પોલીસને મળી આવ્યા છે.પોલીસ દ્રારા જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ પેકેટ કોના દ્રારા અહીયા છોડી દેવામાં આવ્યા છે તેને લઈ પોલીસ તપાસ હાથધરી છે,સાથે સાથે દરિયાની મરીન પોલીસ દ્રારા પણ દરિયામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.વલસાડમાં આ રીતે બિનવારસી ડ્રગ્સ પહેલી વખત મળી આવતા પોલીસ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ગઈકાલે પણ દરિયાકાંઠેથી મળી આવ્યા હતા ચરસના પેકેટ વલસાડના દરિયાકાંઠેથી ગઈકાલે પણ ચરસના પેકેટ મળી આવ્યા છે,કુલ બે દિવસમાં અલગ-અલગ ચરસના પેકેટ મળી આવવાની ઘટના બની છે,ગઈકાલે એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્રારા 11 કિલો વજનના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેને એફએસેલમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા.વલસાડમાં પહેલી વખત ચરસના પેકેટ મળતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. સૌથી વધુ ચરસના પેકેટ કચ્છના દરિયાકિનારેથી ઝડપાયા છે અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ ચરસના બિનવારસી હાલતમાં પેકેટ કચ્છના ક્રિક વિસ્તારમાથી મળી આવ્યા છે.પોલીસને છાશવારે આવા ચરસના પેકેટ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે,જેમાં અત્યારસુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી,ત્યારે વલસાડના દરિયાકિનારેથી આવા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે,શું ગુજરાતમાં ચરસ અને ગાંજો દરિયાઈ માર્ગે આવે છે ?  

Valsad જિલ્લામાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 18 કરોડથી વધુના ચરસના પેકેટ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ જિલ્લામાંથી બિનવારસી ચરસના પેકેટ મળ્યા
  • 18 કરોડથી વધુના ચરસના જથ્થાના પેકેટ મળ્યા
  • બે દિવસમાં 31 ચરસના પેકેટ બિનવારસી મળ્યા

વલસાડ જિલ્લાના દરિયાકાંઠેથી પોલીસે પોલીસે 18 કરોડથી વધુના ચરસના પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા છે,પોલીસે દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ તેમાં આ ચરસના પેકેટ મળી આવ્યા હતા.વલસાડ જિલ્લાના બે તાલુકામાંથી બે દિવસની અંદર 18 કરોડ 31 લાખ રૂપિયાના ચરસના જથ્થાના પેકેટ મળી આવ્યા છે.

પોલીસ પેટ્રોલિંગમા મળી આવ્યા પેકેટ

વલસાડ જિલ્લામાં બે દિવસમાં 31 જેટલા ચરસના પેકેટ બિનવાસી હાલતમા પોલીસને મળી આવ્યા છે.પોલીસ દ્રારા જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ પેકેટ કોના દ્રારા અહીયા છોડી દેવામાં આવ્યા છે તેને લઈ પોલીસ તપાસ હાથધરી છે,સાથે સાથે દરિયાની મરીન પોલીસ દ્રારા પણ દરિયામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.વલસાડમાં આ રીતે બિનવારસી ડ્રગ્સ પહેલી વખત મળી આવતા પોલીસ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.


ગઈકાલે પણ દરિયાકાંઠેથી મળી આવ્યા હતા ચરસના પેકેટ

વલસાડના દરિયાકાંઠેથી ગઈકાલે પણ ચરસના પેકેટ મળી આવ્યા છે,કુલ બે દિવસમાં અલગ-અલગ ચરસના પેકેટ મળી આવવાની ઘટના બની છે,ગઈકાલે એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્રારા 11 કિલો વજનના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેને એફએસેલમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા.વલસાડમાં પહેલી વખત ચરસના પેકેટ મળતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સૌથી વધુ ચરસના પેકેટ કચ્છના દરિયાકિનારેથી ઝડપાયા છે

અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધુ ચરસના બિનવારસી હાલતમાં પેકેટ કચ્છના ક્રિક વિસ્તારમાથી મળી આવ્યા છે.પોલીસને છાશવારે આવા ચરસના પેકેટ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે,જેમાં અત્યારસુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી,ત્યારે વલસાડના દરિયાકિનારેથી આવા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળતા સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે,શું ગુજરાતમાં ચરસ અને ગાંજો દરિયાઈ માર્ગે આવે છે ?