Ahmedabad: 182 કરોડના ખર્ચે 1000 ઘર બનાવ્યા, 12 વર્ષ સુધી ડ્રો જ
અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરના વટવા વિસ્તારમાં ગરીબ આવાસ યોજના (EWS) હેઠળ અંદાજે રૂ. 182 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લગભગ 1,000 જેટલા જર્જરિત મકાનો જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.AMCના અણઘડ આયોજન અને અમલને કારણે કરોડોના રૂપિયના ખર્ચે બનાવવામાં આવેલા અને અગમ્ય કારણોસર ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં નહીં આવેલા એક હજાર મકાન તોડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હાલ AMCનું જ બુલડોઝર અને JCB ચલાવવામાં આવી રહ્યું છે અને AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગનો 'હથોડો' ઝીંકવામાં આવી રહ્યો છે. AMCના બેજવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોને કારણે વટવામાં EWSના 1,000 તૈયાર મકાનો 12 વર્ષથી ફાળવાયા ન હોવાને આ મકાનો ખંડેર અને જર્જરિત બની ગયા છે. વર્ષો સુધી ખાલી પડી રહેલા મકાનો હવે રહેવા લાયક રહ્યા નથી અને આ મકાનો અંગે 'સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી' અંગેનો રીપોર્ટ પણ 'નેગેટિવ' આવ્યો હોવાને કારણે આ મકાનોનું ડિમોલિશન કરવાની નોબત આવી છે. AMC તંત્ર અને શાસકોના વાંકે આ મકાનો બનાવવા માટે અંદાજે રૂ. 182 કરોડનું આંધણ થયું છે અને હવે આ મકાનો તોડવા માટે વધારાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને આ સ્થળે નવા મકાનો બનાવવા કે અન્ય હેતુસર આ જગ્યાનો ઉપયોગ કરવા માટે ભવિષ્યમાં કરવામાં આવનાર ખર્ચ 'ખાતર પાછળ દીવેલ' સમાન પુરવાર થશે. શહેરના વટવા વિસ્તારમાં શહેરી ગરીબો માટે મકાનો બનાવવા માટે 48 બ્લોક બનાવવામાં આવ્યા હતા. આ 48 બ્લોક પૈકી કેટલાંક બ્લોકના ડિમોલિશનની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળે છે. વટવામાં ગરીબો માટેના એક હજાર મકાનો ડિમોલિશન કરવાને કારણે પ્રજા પાસેથી ટેક્સ મારફતે એકત્રિત કરીને બનાવાયેલા આ મકાનો પાછળનો ખર્ચ પાણીમાં ગયો છે. ભૂતકાળમાં UPA સરકાર પાસેથી JNURM હેઠળ મેળવવામાં આવેલી ગ્રાન્ટની રકમમાંથી વટવામાં ગરીબો માટે આ મકાનો બનાવવામાં આવ્યા હતા. આ તૈયાર મકાનો ગરીબોને રહેવા માટે ફાળવવામાં આવ્યા ન હોવાને કારણે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા 1,000 મકાનોને તોડવાનો વારો આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરના વટવા વિસ્તારમાં ગરીબ આવાસ યોજના (EWS) હેઠળ અંદાજે રૂ. 182 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લગભગ 1,000 જેટલા જર્જરિત મકાનો જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AMCના અણઘડ આયોજન અને અમલને કારણે કરોડોના રૂપિયના ખર્ચે બનાવવામાં આવેલા અને અગમ્ય કારણોસર ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં નહીં આવેલા એક હજાર મકાન તોડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હાલ AMCનું જ બુલડોઝર અને JCB ચલાવવામાં આવી રહ્યું છે અને AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગનો 'હથોડો' ઝીંકવામાં આવી રહ્યો છે. AMCના બેજવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોને કારણે વટવામાં EWSના 1,000 તૈયાર મકાનો 12 વર્ષથી ફાળવાયા ન હોવાને આ મકાનો ખંડેર અને જર્જરિત બની ગયા છે. વર્ષો સુધી ખાલી પડી રહેલા મકાનો હવે રહેવા લાયક રહ્યા નથી અને આ મકાનો અંગે 'સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી' અંગેનો રીપોર્ટ પણ 'નેગેટિવ' આવ્યો હોવાને કારણે આ મકાનોનું ડિમોલિશન કરવાની નોબત આવી છે. AMC તંત્ર અને શાસકોના વાંકે આ મકાનો બનાવવા માટે અંદાજે રૂ. 182 કરોડનું આંધણ થયું છે અને હવે આ મકાનો તોડવા માટે વધારાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને આ સ્થળે નવા મકાનો બનાવવા કે અન્ય હેતુસર આ જગ્યાનો ઉપયોગ કરવા માટે ભવિષ્યમાં કરવામાં આવનાર ખર્ચ 'ખાતર પાછળ દીવેલ' સમાન પુરવાર થશે. શહેરના વટવા વિસ્તારમાં શહેરી ગરીબો માટે મકાનો બનાવવા માટે 48 બ્લોક બનાવવામાં આવ્યા હતા. આ 48 બ્લોક પૈકી કેટલાંક બ્લોકના ડિમોલિશનની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળે છે. વટવામાં ગરીબો માટેના એક હજાર મકાનો ડિમોલિશન કરવાને કારણે પ્રજા પાસેથી ટેક્સ મારફતે એકત્રિત કરીને બનાવાયેલા આ મકાનો પાછળનો ખર્ચ પાણીમાં ગયો છે.
ભૂતકાળમાં UPA સરકાર પાસેથી JNURM હેઠળ મેળવવામાં આવેલી ગ્રાન્ટની રકમમાંથી વટવામાં ગરીબો માટે આ મકાનો બનાવવામાં આવ્યા હતા. આ તૈયાર મકાનો ગરીબોને રહેવા માટે ફાળવવામાં આવ્યા ન હોવાને કારણે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા 1,000 મકાનોને તોડવાનો વારો આવ્યો છે.