Jamnagar: જોડિયામાં વરસાદ બની આફત, લોકોની વ્યથા અમે ક્યા જઇએ?
જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં સંદેશ ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી ઘરમાં પાણી ભરાતા માલ-સામાન પણ તણાયો જામનગરના જોડિયામાં વરસાદ બાદ આફતના દ્રશ્યો સામે આવ્યા છે. જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં સંદેશ ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ઘરમાં પાણી ભરાતા માલ-સામાન પણ તણાયો છે. જેમાં ઘરવખરી, રસોઈનો સામાન પલળી જતા પરેશાની થઇ છે. સ્થાનિકોએ ચાર દિવસ પાણીમાં વિતાવ્યા છે. કાચા મકાનો પડી જતાં લોકો ઘરવિહોણા બન્યા કાચા મકાનો પડી જતાં લોકો ઘરવિહોણા બન્યા છે. જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર જિલ્લામાં આજે રોજ 215 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 30થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યમાં 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવાયા જામનગરમાં આર્મી દ્વારા પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરના પાણીમાં લોકો ફસાયા હતા. 8 બાળકો, 3 મહિલા, 1 પુરુષનું રેસ્ક્યૂ કરાયું છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બાકી ફસાયેલા લોકોને શોધવાની તજવીજ હાલ ચાલુ છે. ભારતીય કોસ્ટગાર્ડે જામનગરના વિવિધ સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોને એરલિફ્ટ કરાયા છે. કંટોલ, થેપાડા, એરડા, માલ, ફટાણા અને પીઠડ ગામોમાં લોકોને એરલિફ્ટ કરાયા છે. 7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં
- સંદેશ ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી
- ઘરમાં પાણી ભરાતા માલ-સામાન પણ તણાયો
જામનગરના જોડિયામાં વરસાદ બાદ આફતના દ્રશ્યો સામે આવ્યા છે. જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં સંદેશ ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ઘરમાં પાણી ભરાતા માલ-સામાન પણ તણાયો છે. જેમાં ઘરવખરી, રસોઈનો સામાન પલળી જતા પરેશાની થઇ છે. સ્થાનિકોએ ચાર દિવસ પાણીમાં વિતાવ્યા છે.
કાચા મકાનો પડી જતાં લોકો ઘરવિહોણા બન્યા
કાચા મકાનો પડી જતાં લોકો ઘરવિહોણા બન્યા છે. જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જામનગર જિલ્લામાં આજે રોજ 215 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 30થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યમાં 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવાયા
જામનગરમાં આર્મી દ્વારા પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરના પાણીમાં લોકો ફસાયા હતા. 8 બાળકો, 3 મહિલા, 1 પુરુષનું રેસ્ક્યૂ કરાયું છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બાકી ફસાયેલા લોકોને શોધવાની તજવીજ હાલ ચાલુ છે. ભારતીય કોસ્ટગાર્ડે જામનગરના વિવિધ સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોને એરલિફ્ટ કરાયા છે. કંટોલ, થેપાડા, એરડા, માલ, ફટાણા અને પીઠડ ગામોમાં લોકોને એરલિફ્ટ કરાયા છે. 7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવાયા છે.