Rajkot: PI સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ
રાજકોટમાં જયંતિ સરધારા અને સંજય પાદરીયા વચ્ચેના વિવાદ મુદ્દે PI સંજય પાદરીયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ્દ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરી શકે છે. તબીબી અભિપ્રાય અને હથિયાર દ્વારા હુમલો કરવામાં ન આવ્યો હોવાના કારણે પોલીસ BNS ની કલમ 109(1) રદ્દ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે. પોલીસ દ્વારા કલમ રદ્દ કરવા બાબતેના જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સંજય પાદરિયાએ જયંતિભાઈ પર હુમલો કર્યો હતો પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચ્યો હતો. આ પછી પીઆઈ સંજય પાદરિયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે, ત્યારે હવે પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરૂદ્ધમાં અરજી આપી છે. પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરુદ્ધમાં તાલુકા પોલીસમાં અરજી કરી છે. જેમાં જયંતીભાઈ સરધારાએ ખોડલધામ અને પોલીસ વિશે ખરાબ બોલતા મામલો વકર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીઆઈ પાદરિયાએ કહ્યું કે, 'જૂનાગઢ જિલ્લાના ચોકી-સોરઠ ખાતે હું પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરું છું. ગત 25 નવેમ્બરના રોજ હું કણકોટ રોડ ઉપરના શ્યામ પાર્ટી પ્લોટમાં અમારા સંબંધી રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો. તેવામાં 8:30 વાગ્યા આસપાસ જયંતીભાઈ સરધારા મને મળ્યાં અને સાથે ઉભા રહીને વાતચીત કરી હતી. આ દરમિયાન જયંતીભાઈ સરધારા ઉશકેરાઈને ખોડલધામ વિશે ખરાબ બોલવા લાગ્યા હતા. જંયતીભાઈએ ખોડલધામવાળા બધા ચોર હોવાનું કહીને સંસ્થાને અપશબ્દો દેતા મે તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ પોલીસવાળા પણ ચોર છે તેવું કહીને જયંતીભાઈએ મારો કાઠલો પકડીને મને ધક્કા-પાટા માર્યો હતો. એટલે હું જલ્દીથી ત્યાંથી જતો રહ્યો હતો.' જયંતીભાઈએ ખોટી રીતે ફરિયાદ કરી જયંતીભાઈ સરધારાને પહોંચી ઈજાને લઈને પીઆઈ પાદરિયાએ જણાવ્યું કે, સમગ્ર ઘટના બાદ હું પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પહોંચ્યો હતો. આ દરમિયાન જયંતીભાઈ ત્યાંથી પસાર થતી વખતે ઉભા રહ્યા હતા અને અપશબ્દો બોલીને મારી સાથે ઝપાઝપી કરી હતી. તેવામાં તેમને પહેરેલી રૂદ્ધાક્ષ એમને વાગી ગઈ હતી અથવા ઝપાઝપીમાં દિવાલ સાથે અથડાયા હશે, કાં તો મને ખોટી રીતે ફસાવવા માટે જાતે જ ઈજાગ્રસ્ત થયા હશે તેવું મારું માનવું છે. જયંતીભાઈએ મારા વિરૂદ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં જયંતિ સરધારા અને સંજય પાદરીયા વચ્ચેના વિવાદ મુદ્દે PI સંજય પાદરીયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ્દ કરવા પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરી શકે છે. તબીબી અભિપ્રાય અને હથિયાર દ્વારા હુમલો કરવામાં ન આવ્યો હોવાના કારણે પોલીસ BNS ની કલમ 109(1) રદ્દ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે. પોલીસ દ્વારા કલમ રદ્દ કરવા બાબતેના જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
સંજય પાદરિયાએ જયંતિભાઈ પર હુમલો કર્યો હતો
પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચ્યો હતો. આ પછી પીઆઈ સંજય પાદરિયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે, ત્યારે હવે પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરૂદ્ધમાં અરજી આપી છે.
પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરુદ્ધમાં તાલુકા પોલીસમાં અરજી કરી છે. જેમાં જયંતીભાઈ સરધારાએ ખોડલધામ અને પોલીસ વિશે ખરાબ બોલતા મામલો વકર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પીઆઈ પાદરિયાએ કહ્યું કે, 'જૂનાગઢ જિલ્લાના ચોકી-સોરઠ ખાતે હું પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરું છું. ગત 25 નવેમ્બરના રોજ હું કણકોટ રોડ ઉપરના શ્યામ પાર્ટી પ્લોટમાં અમારા સંબંધી રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો. તેવામાં 8:30 વાગ્યા આસપાસ જયંતીભાઈ સરધારા મને મળ્યાં અને સાથે ઉભા રહીને વાતચીત કરી હતી. આ દરમિયાન જયંતીભાઈ સરધારા ઉશકેરાઈને ખોડલધામ વિશે ખરાબ બોલવા લાગ્યા હતા. જંયતીભાઈએ ખોડલધામવાળા બધા ચોર હોવાનું કહીને સંસ્થાને અપશબ્દો દેતા મે તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ પોલીસવાળા પણ ચોર છે તેવું કહીને જયંતીભાઈએ મારો કાઠલો પકડીને મને ધક્કા-પાટા માર્યો હતો. એટલે હું જલ્દીથી ત્યાંથી જતો રહ્યો હતો.'
જયંતીભાઈએ ખોટી રીતે ફરિયાદ કરી
જયંતીભાઈ સરધારાને પહોંચી ઈજાને લઈને પીઆઈ પાદરિયાએ જણાવ્યું કે, સમગ્ર ઘટના બાદ હું પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પહોંચ્યો હતો. આ દરમિયાન જયંતીભાઈ ત્યાંથી પસાર થતી વખતે ઉભા રહ્યા હતા અને અપશબ્દો બોલીને મારી સાથે ઝપાઝપી કરી હતી. તેવામાં તેમને પહેરેલી રૂદ્ધાક્ષ એમને વાગી ગઈ હતી અથવા ઝપાઝપીમાં દિવાલ સાથે અથડાયા હશે, કાં તો મને ખોટી રીતે ફસાવવા માટે જાતે જ ઈજાગ્રસ્ત થયા હશે તેવું મારું માનવું છે. જયંતીભાઈએ મારા વિરૂદ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી છે.