Rajkot-Morbi રોડ પર ડિમોલિશન ડ્રાઈવ, રૂ.40 કરોડની સરકારી જમીન પર દબાણો હટાવાયા

રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ-મોરબી હાઇવે ઉપર આવેલ રેવન્યુ સર્વે નં. 75 પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી. 4047 એટલે કે એક એકર જેટલી જમીન ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણો ઉપર કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતુ.રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા આજરોજ સરકારી પડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 4 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂમો, નર્સરી વિગેરે દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુમાં રહેશે તેવું મામલતદારની યાદીમાં જણાવવામાં આવેલ છે. હાઇ-વે ઉપર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, તલાટી ઘારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

Rajkot-Morbi રોડ પર ડિમોલિશન ડ્રાઈવ, રૂ.40 કરોડની સરકારી જમીન પર દબાણો હટાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ-મોરબી હાઇવે ઉપર આવેલ રેવન્યુ સર્વે નં. 75 પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી. 4047 એટલે કે એક એકર જેટલી જમીન ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણો ઉપર કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતુ.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા આજરોજ સરકારી પડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 4 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂમો, નર્સરી વિગેરે દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુમાં રહેશે તેવું મામલતદારની યાદીમાં જણાવવામાં આવેલ છે. હાઇ-વે ઉપર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસર સત્યમભાઇ શેરસીયા, તલાટી ઘારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.