વેજલપુરમાં ગટર લાઇન ઉભરાતા હજારો લીટર ગંદા રસ્તા પર ફેલાયા
અમદાવાદ,શનિવાર શહેરમા વેજલપુરમાં આવેલા સોનલ સિનેમા રોડ પર શ્રીનંદનગર વિભાગ-૩ નજીક સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા અગાઉથી હતી. પરંતુ, હવે સેટેલાઇટ, આનંદનગર, જોધપુરમાં વરસાદ થવાને કારણે મુખ્ય ડ્રેનેજ લાઇનમાં પાણીનું દબાણ વધતા વેજલપુર શ્રીનંદનગર વિભાગ-૩ની પાસે આવેલી ગટરમાંથી હજારો લિટર પાણી રસ્તા પર આવી જતા સ્થાનિક લોકોને કલાકો સુધી ગંદા પાણીથી પરેશાન થવાનો વારો આવ્યો છે. જેના કારણે ગંભીર બિમારી ફેલાવવાની ચિંતા જોવા મળી છે. શહેરના વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર આવેલા શ્રીનંદનગર વિભાગ-૩ પર વરસાદને કારણે ગટરમાં પાણીનું દબાણ વધતા સ્થિતિ વણસી હતી. જેમાં ગટર ઉભરાતા હજારો લિટર પાણી રસ્તા પર ફળી વળ્યું હતું. જેના કારણે કલાકો સુધી પાણી ગટરમાં ન ઉતરતા મુખ્ય રસ્તા પરથી પસાર થતા સંખ્યાબધ વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક વ્યક્તિઓએ જણાવ્યું હતું કે ગટરના પાણીમાંથી ચાલવાનો વારો આવવાની સાથે ઉપરથી આવતા પાણીને કારણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું કારણ તંત્રની બેદરકારી પણ છે. કારણ કે સેટેલાઇટ, જોધપુર અને આનંદનગર વિસ્તાર તરફથી આવતા પાણીની લાઇન વોટર ટ્રીટમેન્ટ માટે વેજલપુરથી પસાર થાય છે. સાથે સાથે આ લાઇન સાથે સોનલ સિનેમા રોડ પરની જોડાયેલી ગટર લાઇનમાં પાણીનું દબાણ વધે છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે ભારે વરસાદ આવે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાનું નિરાકારણ કરવા માટે મોઇક્રો ટનલીંગનો કરવુ તે એકમાત્ર રસ્તો છે. આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પરતુ, જ્યા સુધી સમસ્યાનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે. જેના કારણે લોકોમાં તંત્ર સામે રોષની લાગણી પણ જોવા મળી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
શહેરમા વેજલપુરમાં આવેલા સોનલ સિનેમા રોડ પર શ્રીનંદનગર વિભાગ-૩ નજીક સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા અગાઉથી હતી. પરંતુ, હવે સેટેલાઇટ, આનંદનગર, જોધપુરમાં વરસાદ થવાને કારણે મુખ્ય ડ્રેનેજ લાઇનમાં પાણીનું દબાણ વધતા વેજલપુર શ્રીનંદનગર વિભાગ-૩ની પાસે આવેલી ગટરમાંથી હજારો લિટર પાણી રસ્તા પર આવી જતા સ્થાનિક લોકોને કલાકો સુધી ગંદા પાણીથી પરેશાન થવાનો વારો આવ્યો છે. જેના કારણે ગંભીર બિમારી ફેલાવવાની ચિંતા જોવા મળી છે. શહેરના વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર આવેલા શ્રીનંદનગર વિભાગ-૩ પર વરસાદને કારણે ગટરમાં પાણીનું દબાણ વધતા સ્થિતિ વણસી હતી. જેમાં ગટર ઉભરાતા હજારો લિટર પાણી રસ્તા પર ફળી વળ્યું હતું. જેના કારણે કલાકો સુધી પાણી ગટરમાં ન ઉતરતા મુખ્ય રસ્તા પરથી પસાર થતા સંખ્યાબધ વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક વ્યક્તિઓએ જણાવ્યું હતું કે ગટરના પાણીમાંથી ચાલવાનો વારો આવવાની સાથે ઉપરથી આવતા પાણીને કારણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું કારણ તંત્રની બેદરકારી પણ છે. કારણ કે સેટેલાઇટ, જોધપુર અને આનંદનગર વિસ્તાર તરફથી આવતા પાણીની લાઇન વોટર ટ્રીટમેન્ટ માટે વેજલપુરથી પસાર થાય છે. સાથે સાથે આ લાઇન સાથે સોનલ સિનેમા રોડ પરની જોડાયેલી ગટર લાઇનમાં પાણીનું દબાણ વધે છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે ભારે વરસાદ આવે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
આ સમસ્યાનું નિરાકારણ કરવા માટે મોઇક્રો ટનલીંગનો કરવુ તે એકમાત્ર રસ્તો છે. આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પરતુ, જ્યા સુધી સમસ્યાનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે. જેના કારણે લોકોમાં તંત્ર સામે રોષની લાગણી પણ જોવા મળી છે.