Sabarkanthaમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મૂકાયા ચિંતામાં, વાંચો Special Story
એક તરફ રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂત આલમ ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂક્યો છે, જો કે હાલના તબક્કે બીએપી સહિતના ખાતરોની ઉણપ સર્જાતા કિસાન આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે,એક તરફ ખાતર વિના પાકની ઉપજ ઓછી આવી રહી છે તો બીજી તરફ શરૂઆતથી જ ખાતર ન હોવાના પગલે મોટાભાગના ખેડૂતો માટે અત્યારથી જ ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે. બટાકાના પાકનું વાવેતર સાબરકાંઠાના ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી સહિતના વિવિધ રાસાયણિક ખાતરોની ઉણપ સર્જાઈ રહી છે જેના પગલે હવે ખેડૂતો ખાતર વિના જ રવિ પાકોનું વાવેતર કરી રહ્યા છે જોકે ખાતર વિના દરેક પાકની ઉપજ મરી શકતી નથી ત્યારે હાલના તબક્કે ખેડૂત આલમ રાસાયણિક ખાતર વિના ઘઉં, ચણા બટાકા સહિતના પાક વવાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના વડાલી, ઈડર સહિતના વિસ્તારોમાં બટાકાના પાકનું સૌથી વધુ વાવેતર કરાઈ રહ્યું છે. નથી આપતું ખેડૂતોને કોઈ જવાબ રોકડિયા પાક તરીકે બટાકાનો સમગ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરાતું હોવા છતાં પાયાના ખાતર તરીકે હાલમાં રાસાયણીક પાકોની ઉણપ સર્જાતા ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય આવ્યો છે એક તરફ પાયાનું ખાતર નથી તો બીજી તરફ વાવેતરની સિઝન હોવાના પગલે વિના ખાતરે બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ઓછા ઉત્પાદનની ચિંતા અત્યારથી સતાવી રહી છે.જોકે આ મામલે સ્થાનિક જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિ સાથે વાત કરતા તેમણે કોઈ પણ પ્રકારની વાતચીત કરી ન હતી.બીજી તરફ વડાલી તાલુકા સંઘ થકી ડીએપી સહિતના ખાતરો માટેની વાતચીત કરતા તેમને પણ કોઈ પણ પ્રકારના પ્રત્યુતરથી દૂર રહ્યા હતા ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે ખાતર મેળવવા માટે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે જોકે આ અપેક્ષા ક્યારે કેટલી પૂરી થાય છે તે પણ મહત્વનું બની રહે છે. અમરેલીમાં પણ ખાતરની અછત સર્જાઈ અમરેલી જિલ્લામાં સહકારી ભંડારના ખરીદ વેચાણ સંઘ કે મંડળીઓમાં ડીએપી ખાતર વગર ખેડૂતો લાંબી લાઈન લગાવી રહ્યા છે. ખાતર વગર ખેડૂતો બેબાકળા થયા છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ખાતર આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી રહી છે. રવિ પાકને સીઝન ચાલુ થતાં જ ખાતર ન મળતા ખેડૂતોએ વાવણી કાર્ય અટકાવ્યું છે અને હાલ ખેડૂતો ખાતર ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એક તરફ રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂત આલમ ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂક્યો છે, જો કે હાલના તબક્કે બીએપી સહિતના ખાતરોની ઉણપ સર્જાતા કિસાન આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે,એક તરફ ખાતર વિના પાકની ઉપજ ઓછી આવી રહી છે તો બીજી તરફ શરૂઆતથી જ ખાતર ન હોવાના પગલે મોટાભાગના ખેડૂતો માટે અત્યારથી જ ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે.
બટાકાના પાકનું વાવેતર
સાબરકાંઠાના ઈડર, વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી સહિતના વિવિધ રાસાયણિક ખાતરોની ઉણપ સર્જાઈ રહી છે જેના પગલે હવે ખેડૂતો ખાતર વિના જ રવિ પાકોનું વાવેતર કરી રહ્યા છે જોકે ખાતર વિના દરેક પાકની ઉપજ મરી શકતી નથી ત્યારે હાલના તબક્કે ખેડૂત આલમ રાસાયણિક ખાતર વિના ઘઉં, ચણા બટાકા સહિતના પાક વવાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના વડાલી, ઈડર સહિતના વિસ્તારોમાં બટાકાના પાકનું સૌથી વધુ વાવેતર કરાઈ રહ્યું છે.
નથી આપતું ખેડૂતોને કોઈ જવાબ
રોકડિયા પાક તરીકે બટાકાનો સમગ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરાતું હોવા છતાં પાયાના ખાતર તરીકે હાલમાં રાસાયણીક પાકોની ઉણપ સર્જાતા ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય આવ્યો છે એક તરફ પાયાનું ખાતર નથી તો બીજી તરફ વાવેતરની સિઝન હોવાના પગલે વિના ખાતરે બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ઓછા ઉત્પાદનની ચિંતા અત્યારથી સતાવી રહી છે.જોકે આ મામલે સ્થાનિક જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિ સાથે વાત કરતા તેમણે કોઈ પણ પ્રકારની વાતચીત કરી ન હતી.બીજી તરફ વડાલી તાલુકા સંઘ થકી ડીએપી સહિતના ખાતરો માટેની વાતચીત કરતા તેમને પણ કોઈ પણ પ્રકારના પ્રત્યુતરથી દૂર રહ્યા હતા ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે ખાતર મેળવવા માટે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે જોકે આ અપેક્ષા ક્યારે કેટલી પૂરી થાય છે તે પણ મહત્વનું બની રહે છે.
અમરેલીમાં પણ ખાતરની અછત સર્જાઈ
અમરેલી જિલ્લામાં સહકારી ભંડારના ખરીદ વેચાણ સંઘ કે મંડળીઓમાં ડીએપી ખાતર વગર ખેડૂતો લાંબી લાઈન લગાવી રહ્યા છે. ખાતર વગર ખેડૂતો બેબાકળા થયા છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ખાતર આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી રહી છે. રવિ પાકને સીઝન ચાલુ થતાં જ ખાતર ન મળતા ખેડૂતોએ વાવણી કાર્ય અટકાવ્યું છે અને હાલ ખેડૂતો ખાતર ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.