Amreliમા બે લાખે હેકટર થયેલ મગફળીના પાકને થયું મોટું નુકસાન, ખેડૂત ચિંતામાં
અમરેલી જિલ્લામાં આશરે 2 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.પરંતુ છેલ્લા સમયમાં વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે.અમરેલી જિલ્લામાં સાડા પાંચ લાખ હેક્ટર વાવેતર લાયક જમીન છે જેમાં બે લાખ હેક્ટરમાં જિલ્લાના 11 તાલુકાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે વરસાદ સારા અને પાક પણ સારો ખેડૂતો પણ ખુશ પરંતુ છેલ્લા પાંચ દિવસની અંદર પડેલા વરસાદે ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર થયેલો હોવાથી પાથરા કરી દીધા અને વરસાદ ખાબકતા મગફળીનો પાક બગાડી નાખ્યો છે.પાકને નુકસાન મગફળી કાળી પડી ગઈ તેમજ જે ચારોલું નીકળે તે પણ બગડી ગયું અને કાળો પડી ગયો જેથી પશુઓને ખાવાના ચારા માટે કંઈ જ બચ્યું નથી એમ કહીએ તો પણ ચાલે અને આ મગફળી નથી ટેકાના ભાવે સરકાર ખરીદી શકવાની કે નથી પૂરા ભાવ મળવાનો ત્યારે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો એમ કહીએ તો પણ કાંઈ ખોટું નહીં. ખેડૂતો આ બગડી ગયેલા મગફળી અને કપાસના પાકનું તાત્કાલિક સર્વે કરાવી અમરેલી જિલ્લાના ખેડૂતોને વળતર આપે તો ખેડૂતોની તૂટેલી કમર માં રાહત મળે તેવું ખેડૂતો ઈચ્છે રહ્યા છે. સોયાબીનનું સારું ઉત્પાદન સોયાબીનના વાવેતરમાં દેશી ખાતર અને નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતો સોયાબીનનું સારું ઉત્પાદન લઈ રહ્યા છે સોયાબીનની ખેતીમાં ભારે વરસાદ થાય ખેતરોમાં પાણી ભરાઈ જાય તો પણ સોયાબીનના પાકને નુકસાન થતું નથી સારું પાણી મળવાથી સોયાબીન ઉત્પાદન પણ સારું આવે છે.સોયાબીનની ખેતીમાં અન્ય પાક જેટલો ખર્ચો થતો નથી.સોયાબીનના પાકમાં 1 વિઘા દીઠ 25 થી 30 મણનો ઉતારો આવે છે.જ્યારે કપાસના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. મગફળીના પાકમાં મુંડા મગફળીના પાકમાં મુંડા પણ થઈ જતા હોય છે આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે.આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે.કપાસ અને મગફળીના પાકમા વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શકયતા રહે છે જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી.સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે.આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં કારણકે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકે છે.ત્યારે નેનો યુરિયા અને દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદનમાં કમાલ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લામાં આશરે 2 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.પરંતુ છેલ્લા સમયમાં વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે.અમરેલી જિલ્લામાં સાડા પાંચ લાખ હેક્ટર વાવેતર લાયક જમીન છે જેમાં બે લાખ હેક્ટરમાં જિલ્લાના 11 તાલુકાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે વરસાદ સારા અને પાક પણ સારો ખેડૂતો પણ ખુશ પરંતુ છેલ્લા પાંચ દિવસની અંદર પડેલા વરસાદે ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર થયેલો હોવાથી પાથરા કરી દીધા અને વરસાદ ખાબકતા મગફળીનો પાક બગાડી નાખ્યો છે.
પાકને નુકસાન
મગફળી કાળી પડી ગઈ તેમજ જે ચારોલું નીકળે તે પણ બગડી ગયું અને કાળો પડી ગયો જેથી પશુઓને ખાવાના ચારા માટે કંઈ જ બચ્યું નથી એમ કહીએ તો પણ ચાલે અને આ મગફળી નથી ટેકાના ભાવે સરકાર ખરીદી શકવાની કે નથી પૂરા ભાવ મળવાનો ત્યારે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો એમ કહીએ તો પણ કાંઈ ખોટું નહીં. ખેડૂતો આ બગડી ગયેલા મગફળી અને કપાસના પાકનું તાત્કાલિક સર્વે કરાવી અમરેલી જિલ્લાના ખેડૂતોને વળતર આપે તો ખેડૂતોની તૂટેલી કમર માં રાહત મળે તેવું ખેડૂતો ઈચ્છે રહ્યા છે.
સોયાબીનનું સારું ઉત્પાદન
સોયાબીનના વાવેતરમાં દેશી ખાતર અને નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતો સોયાબીનનું સારું ઉત્પાદન લઈ રહ્યા છે સોયાબીનની ખેતીમાં ભારે વરસાદ થાય ખેતરોમાં પાણી ભરાઈ જાય તો પણ સોયાબીનના પાકને નુકસાન થતું નથી સારું પાણી મળવાથી સોયાબીન ઉત્પાદન પણ સારું આવે છે.સોયાબીનની ખેતીમાં અન્ય પાક જેટલો ખર્ચો થતો નથી.સોયાબીનના પાકમાં 1 વિઘા દીઠ 25 થી 30 મણનો ઉતારો આવે છે.જ્યારે કપાસના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે.
મગફળીના પાકમાં મુંડા
મગફળીના પાકમાં મુંડા પણ થઈ જતા હોય છે આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે.આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે.કપાસ અને મગફળીના પાકમા વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શકયતા રહે છે જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી.સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે.આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં કારણકે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકે છે.ત્યારે નેનો યુરિયા અને દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદનમાં કમાલ કરી છે.