Rajkotમાં વધુ બે નકલી મુન્નાભાઈ MBBS ઝડપાયા, કિલનિક ખોલી કરતા લોકોની સારવાર

રાજકોટમાં વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા છે અને રાજકોટ એસઓજીએ આ બન્ને નકલી ડોકટરોને ઝડપી પાડયા છે,રાજકોટના ઢોલરા અને સડકપીપડીયા ગામેથી બન્ને ડોકટરોની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બન્ને નકલી ડોકટરો ધોરણ 10 પાસ છે અને કલિનિક ખોલીને લોકોની સારવાર કરતા હતા. બંન્ને બોગસ ડોક્ટરની SOGએ ધરપકડ કરી રાજકોટ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ગામમાં બન્ને ડોકટરો કિલનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યાં છે તેના આધારે પોલીસે દવાખાનામાં જઈ તપાસ કરતા રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા મળી આવ્યા હતા પોલીસે બન્ને પાસે ડોકટરની ડિગ્રીના સર્ટિફિકેટ માંગ્યા પણ તે મળી આવ્યા ન હતા અને તેમની પૂછપરછમાં તેઓ સંતોષકારક જવાબ પણ આપી શકયા ન હતા જેના કારણે પોલીસે ઘટના સ્થળેથી બન્ને બોગસ ડોકટરોની ધરપકડ કરી છે. પોલીસે હાથધરી વધુ તપાસ રાજુ ચૌહાણ છેલ્લા ત્રણ માસથી કિલનિક ચલાવતો હોવાની વાત સામે આવી છે અને અન્ય એક શખ્સ છે જે લાંબા સમયથી કિલનિક ચલાવતો હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસની તપાસમાં હજી પણ વધુ ખુલાસાઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,પોલીસે બન્ને નકલી ડોકટરોના કિલનિક પરથી દવાઓ તેમજ ઈન્જેકશનનો જથ્થો ઝડપી પાડયો છે અને વધુ તપાસ હાથધરી છે,આ નકલી ડોકટરને લઈ પોલીસે ગામના સ્થાનિકોના પણ નિવેદન નોંધ્યા છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો એસઓજીના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આરોપી રાજેશ અગાઉ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. જેનો અનુભવ કામે લગાડી ઢોલરામાં ડોકટર તરીકે પ્રેકટીસ શરૃ કરી દીધી હતી. તે છેલ્લા પાંચ વર્ષથી પ્રેકટીસ કરે છે.એસઓજીએ બંને ડોકટરોને ત્યાંથી જુદા-જુદા પ્રકારની એલોપથીની દવાઓ, ઈન્જેકશનો અને બાટલાઓ વગેરે મળી કુલ રૂપિયા.૩ર,૩૩૩નો મુદ્દામાલ કબજે કર્યો હતો  

Rajkotમાં વધુ બે નકલી મુન્નાભાઈ MBBS ઝડપાયા, કિલનિક ખોલી કરતા લોકોની સારવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા છે અને રાજકોટ એસઓજીએ આ બન્ને નકલી ડોકટરોને ઝડપી પાડયા છે,રાજકોટના ઢોલરા અને સડકપીપડીયા ગામેથી બન્ને ડોકટરોની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે ગુનો નોંધી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બન્ને નકલી ડોકટરો ધોરણ 10 પાસ છે અને કલિનિક ખોલીને લોકોની સારવાર કરતા હતા.

બંન્ને બોગસ ડોક્ટરની SOGએ ધરપકડ કરી

રાજકોટ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ગામમાં બન્ને ડોકટરો કિલનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યાં છે તેના આધારે પોલીસે દવાખાનામાં જઈ તપાસ કરતા રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા મળી આવ્યા હતા પોલીસે બન્ને પાસે ડોકટરની ડિગ્રીના સર્ટિફિકેટ માંગ્યા પણ તે મળી આવ્યા ન હતા અને તેમની પૂછપરછમાં તેઓ સંતોષકારક જવાબ પણ આપી શકયા ન હતા જેના કારણે પોલીસે ઘટના સ્થળેથી બન્ને બોગસ ડોકટરોની ધરપકડ કરી છે.

પોલીસે હાથધરી વધુ તપાસ

રાજુ ચૌહાણ છેલ્લા ત્રણ માસથી કિલનિક ચલાવતો હોવાની વાત સામે આવી છે અને અન્ય એક શખ્સ છે જે લાંબા સમયથી કિલનિક ચલાવતો હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસની તપાસમાં હજી પણ વધુ ખુલાસાઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,પોલીસે બન્ને નકલી ડોકટરોના કિલનિક પરથી દવાઓ તેમજ ઈન્જેકશનનો જથ્થો ઝડપી પાડયો છે અને વધુ તપાસ હાથધરી છે,આ નકલી ડોકટરને લઈ પોલીસે ગામના સ્થાનિકોના પણ નિવેદન નોંધ્યા છે.

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

એસઓજીના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આરોપી રાજેશ અગાઉ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. જેનો અનુભવ કામે લગાડી ઢોલરામાં ડોકટર તરીકે પ્રેકટીસ શરૃ કરી દીધી હતી. તે છેલ્લા પાંચ વર્ષથી પ્રેકટીસ કરે છે.એસઓજીએ બંને ડોકટરોને ત્યાંથી જુદા-જુદા પ્રકારની એલોપથીની દવાઓ, ઈન્જેકશનો અને બાટલાઓ વગેરે મળી કુલ રૂપિયા.૩ર,૩૩૩નો મુદ્દામાલ કબજે કર્યો હતો