Jamnagarની જેલમાં દરરોજ સાંજે બે કલાક કેદીઓ રમે છે ગરબા, વાંચો Story
હાલ માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે, ત્યારે લોકો હોંશભેર ગરબાના આયોજનોમા જોડાઈ અને માતાજીના ગરબે ઘૂમે છે,ત્યારે કેદીઓ પર સુધરે તેનામા પણ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજ સાથેના સબંધો કેળવાઈ રહે તે માટે જામનગર જીલ્લા જેલમાં પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ સાંજે બે કલાક ગરબાની રમઝટ બોલે છે. ગરબાની માણી મજા મોજથી ગરબે ઘૂમી ને માતાજીની આરાધના કરી રહેલા આ કોઈ સામાન્ય ગરબીના દ્રશ્યો નથી.પણ આ દ્રશ્યો છે જામનગર જીલ્લા જેલના.હાલ માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રિ ચાલી રહ્યો છે, ત્યારે જાણે અજાણ્યે જેવોથી ગુના થઇ ચુક્યા છે અને હાલ જેલમાં સજા કાપી રહ્યા છે, હાલ તો બેરેક બંધી થાય તે પહેલા સાંજે 4 થી 6 વાગ્યા સુધી કેદીઓ ગરબા રમી રહ્યા છે. કેદીઓ જેલમાં થયા ખુશ કેદીઓને પણ મનોરંજન મળે અને વધારામાં માતાજીના ગરબા રમવા મળે, ઉપરાંત જયારે જેલની બહાર નીકળે ત્યારે સામાન્ય પ્રવાહમાં ભળીને નવેસરથી જિંદગી શરૂ કરે તેવી ભાવના સાથે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લા જેલના કેદીઓ માટે બહારના આયોજન જેવી જ ગરબીની વ્યવસ્થા અંદર પણ કરવામાં આવી છે, કેદીઓ માતાજીની આરાધના કરવા સાથે ગરબે ઘૂમે છે, અને જેલ પરિસરને શણગારવામાં આવ્યું છે. વધુમાં જે કેદીઓ ઉપવાસ કરે છે તેના માટે અલગ વ્યવસ્થા પર જેલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. માતાજીના વિવિધ ગરબાઓ પર આ ખેલેયાઓ ખુબ મોજથી ગરબે રમે છે, અને નાતી જાતિ ધર્મના ભેદભાવ ભૂલીને મા ની આરાધના કરે છે. અને કેદીઓ પણ ખુશી વ્યક્ત કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે, ત્યારે લોકો હોંશભેર ગરબાના આયોજનોમા જોડાઈ અને માતાજીના ગરબે ઘૂમે છે,ત્યારે કેદીઓ પર સુધરે તેનામા પણ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજ સાથેના સબંધો કેળવાઈ રહે તે માટે જામનગર જીલ્લા જેલમાં પણ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ સાંજે બે કલાક ગરબાની રમઝટ બોલે છે.
ગરબાની માણી મજા
મોજથી ગરબે ઘૂમી ને માતાજીની આરાધના કરી રહેલા આ કોઈ સામાન્ય ગરબીના દ્રશ્યો નથી.પણ આ દ્રશ્યો છે જામનગર જીલ્લા જેલના.હાલ માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રિ ચાલી રહ્યો છે, ત્યારે જાણે અજાણ્યે જેવોથી ગુના થઇ ચુક્યા છે અને હાલ જેલમાં સજા કાપી રહ્યા છે, હાલ તો બેરેક બંધી થાય તે પહેલા સાંજે 4 થી 6 વાગ્યા સુધી કેદીઓ ગરબા રમી રહ્યા છે.
કેદીઓ જેલમાં થયા ખુશ
કેદીઓને પણ મનોરંજન મળે અને વધારામાં માતાજીના ગરબા રમવા મળે, ઉપરાંત જયારે જેલની બહાર નીકળે ત્યારે સામાન્ય પ્રવાહમાં ભળીને નવેસરથી જિંદગી શરૂ કરે તેવી ભાવના સાથે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લા જેલના કેદીઓ માટે બહારના આયોજન જેવી જ ગરબીની વ્યવસ્થા અંદર પણ કરવામાં આવી છે, કેદીઓ માતાજીની આરાધના કરવા સાથે ગરબે ઘૂમે છે, અને જેલ પરિસરને શણગારવામાં આવ્યું છે. વધુમાં જે કેદીઓ ઉપવાસ કરે છે તેના માટે અલગ વ્યવસ્થા પર જેલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. માતાજીના વિવિધ ગરબાઓ પર આ ખેલેયાઓ ખુબ મોજથી ગરબે રમે છે, અને નાતી જાતિ ધર્મના ભેદભાવ ભૂલીને મા ની આરાધના કરે છે. અને કેદીઓ પણ ખુશી વ્યક્ત કરે છે.