Vadodaraમાં રખડતા ઢોરે યુવકને હવામાં ફંગોળતા નિપજયું મોત, કોર્પોરેશનની ટીમે હાથધરી તપાસ

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે જેના કારણે એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે.રખડતા ઢોરે બાઈક ચાલકને હડફેટે લેતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી,ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટયો હતો. બાઈક ચાલક દિલીપ બારિયાનું ઘટનાસ્થળે મોત ગુજરાતમાં હજી પણ રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો નથી અને રખડતા ઢોરના કારણે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે,તો અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,રખડતા ઢોરનો આતંક ડામવા તંત્ર નિષ્ફળ હોય એમ લાગી રહ્યું છે,અગાઉ પણ વાઘોડિયામાં રખડતા ઢોરના કારણે બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,તંત્રને રખડતા ઢોર દેખાય છે તો કેમ પકડતા નથી એ પણ એક સવાલ છે. રાજય સરકારે બહાર પાડી છે ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના અનુસાર રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ રજીસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે રાજ્યની તમામ મહાનગર પાલિકા અને નગર પાલિકાને પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.જ્યારે બીજી તરફ જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ટેગ વગરના ઢોર માટે પણ સરકારે નવા નિયમો નક્કી કર્યા છે. જેમાં ટેગ વગરના ઢોર માટે 1 થી 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટ મનપાનો ઢોરને લઈ નિર્ણય રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતાં ઢોરને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રખડતાં ઢોર પકડાય તો માલિક પાસેથી દંડની રકમ ત્રણ ગણી વસૂલ કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત રૂ. 3000 નો દંડ વસૂલાશે જ્યારે બીજી વખત રૂ. 4500 અને ફરીથી ત્રીજી વખત પણ જો ઢોર રખડતાં પકડાશે તો રૂ.6000 નો દંડ લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે રાજકોટમાં રખડતાં પશુ પકડાશે તો 3 ગણો દંડ થશે. જો કે આ મામલે માલધારી સમાજે રોષ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Vadodaraમાં રખડતા ઢોરે યુવકને હવામાં ફંગોળતા નિપજયું મોત, કોર્પોરેશનની ટીમે હાથધરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક વધ્યો છે જેના કારણે એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે.રખડતા ઢોરે બાઈક ચાલકને હડફેટે લેતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી,ઈજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટયો હતો.

બાઈક ચાલક દિલીપ બારિયાનું ઘટનાસ્થળે મોત

ગુજરાતમાં હજી પણ રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો નથી અને રખડતા ઢોરના કારણે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે,તો અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,રખડતા ઢોરનો આતંક ડામવા તંત્ર નિષ્ફળ હોય એમ લાગી રહ્યું છે,અગાઉ પણ વાઘોડિયામાં રખડતા ઢોરના કારણે બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,તંત્રને રખડતા ઢોર દેખાય છે તો કેમ પકડતા નથી એ પણ એક સવાલ છે.

રાજય સરકારે બહાર પાડી છે ગાઈડલાઈન

રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના અનુસાર રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ રજીસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે રાજ્યની તમામ મહાનગર પાલિકા અને નગર પાલિકાને પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.જ્યારે બીજી તરફ જાહેર રસ્તાઓ પર પશુઓ માટેના ઘાસ વેચાણ અને તેને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે ટેગ વગરના ઢોર માટે પણ સરકારે નવા નિયમો નક્કી કર્યા છે. જેમાં ટેગ વગરના ઢોર માટે 1 થી 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજકોટ મનપાનો ઢોરને લઈ નિર્ણય

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતાં ઢોરને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રખડતાં ઢોર પકડાય તો માલિક પાસેથી દંડની રકમ ત્રણ ગણી વસૂલ કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત રૂ. 3000 નો દંડ વસૂલાશે જ્યારે બીજી વખત રૂ. 4500 અને ફરીથી ત્રીજી વખત પણ જો ઢોર રખડતાં પકડાશે તો રૂ.6000 નો દંડ લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે રાજકોટમાં રખડતાં પશુ પકડાશે તો 3 ગણો દંડ થશે. જો કે આ મામલે માલધારી સમાજે રોષ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.