Botad જિલ્લામાં વિકાસ સપ્તાહની કરાઈ ધામધૂમ પૂર્વક ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.7 થી તા.15 દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.વિકાસની વાત આવે ત્યારે ગુજરાતનો ઉલ્લેખ રોલ મોડલ તરીકે ચોક્કસ કરવામાં આવે છે. તેમાં પણ રાજ્યના જિલ્લાઓમાં શિક્ષણ, કૃષિ, વીજળી, જળ વ્યવસ્થાપન તથા આરોગ્યના કાર્યો ધ્યાન ખેંચે છે. આ વિકાસ માટે કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કાર્ય કરતી રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનવાળી સરકાર છે. ત્યારે આજે વાત બોટાદ જિલ્લાની નવો જિલ્લો એટલે નવો અધ્યાય કાઠિયાવાડ, ઝાલાવાડ અને ગોહિલવાડને જોડતો જિલ્લો એટલે બોટાદ.આ જિલ્લાની રચના દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં 15 ઓગસ્ટ, 2013ના રોજ ભાવનગર જિલ્લાના બોટાદ અને ગઢડા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાનો સમાવેશ કરીને કરવામાં આવી હતી. આ જિલ્લાનું મુખ્ય મથક બોટાદ છે. બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર (ગેટ-વે-ઓફ કાઠિયાવાડ) ગણવામાં આવે છે. બોટાદમાં ચાર તાલુકાઓ અમદાવાદ જિલ્લાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને ભાવનગર જિલ્લાના ઉત્તરપશ્ચિમ ભાગથી બનાવવામાં આવી હતી. બોટાદમાં ચાર તાલુકાઓ, બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુરનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લાનું વહીવટી મથક છે જે ભાવનગરથી આશરે 92 કિલોમીટર, અમદાવાદથી 133 કિલોમીટર અને ગાંધીનગર ખાતે રાજ્યની રાજધાનીથી 176 કિમી દૂર છે. બોટાદ જિલ્લામાં 2564 ચો.કિ.મી. વિસ્તાર છે. અને 2011 ની વસ્તી ગણતરી મુજબ 6.52 લાખની વસતી ધરાવે છે. તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન બોટાદ જિલ્લાની સ્થાપના બાદ અહીંના લોકોને સરકારી કામો અર્થે અમદાવાદ અને ભાવનગર સુધી જવાને બદલે નજીકમાં જ સેવાઓ ઉપલબ્ધ થવા લાગી. સરકારી કચેરીઓના હાર્દ સમા ખસ રોડ પર બોટાદ જિલ્લા પંચાયત ભવન, બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી,એ.આર.ટી.ઓ કચેરી સહિતની અત્યાધુનિક કચેરીઓ સ્થિત છે. જે બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લો વિકાસ તરફ મજબૂતીથી પ્રયાણ કરી રહ્યો છે. અહીંનો કાપડ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. જે હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. ઉપરાંત હીરા ઉદ્યોગ, વાહનોના સ્પેર પાર્ટ્સ, બેરિંગ્સ ઉદ્યોગ, રમત-ગમત, ખેતી સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે. જેની ચારેય દિશાએ ધરમની ધજા ફરકી રહી છે બોટાદ જિલ્લામાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીશ્રીઓની સાથે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અહીંના લોકોની ભાગીદારી થકી સામાજિક વિકાસની સાથે આર્થિક વિકાસને પણ નવી દિશા મળી છે. જિલ્લાના લોકોની મુશ્કેલીઓને નિવારવા અધિકારી અને પદાધિકારીઓએ પરસ્પરના સહયોગ સાથે હાથ ધરેલા કાર્યોમાં સમાજના શ્રેષ્ઠીજનો પણ જોડાયા છે, જેના પરિણામે જિલ્લાની રચના બાદના ટૂંકા ગાળામાં બોટાદ જિલ્લામાં અનેકવિધ ભૌતિક સુવિધાઓની સાથે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.7 થી તા.15 દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.વિકાસની વાત આવે ત્યારે ગુજરાતનો ઉલ્લેખ રોલ મોડલ તરીકે ચોક્કસ કરવામાં આવે છે. તેમાં પણ રાજ્યના જિલ્લાઓમાં શિક્ષણ, કૃષિ, વીજળી, જળ વ્યવસ્થાપન તથા આરોગ્યના કાર્યો ધ્યાન ખેંચે છે. આ વિકાસ માટે કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કાર્ય કરતી રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનવાળી સરકાર છે.
ત્યારે આજે વાત બોટાદ જિલ્લાની
નવો જિલ્લો એટલે નવો અધ્યાય કાઠિયાવાડ, ઝાલાવાડ અને ગોહિલવાડને જોડતો જિલ્લો એટલે બોટાદ.આ જિલ્લાની રચના દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં 15 ઓગસ્ટ, 2013ના રોજ ભાવનગર જિલ્લાના બોટાદ અને ગઢડા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાનો સમાવેશ કરીને કરવામાં આવી હતી. આ જિલ્લાનું મુખ્ય મથક બોટાદ છે. બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર (ગેટ-વે-ઓફ કાઠિયાવાડ) ગણવામાં આવે છે.
બોટાદમાં ચાર તાલુકાઓ
અમદાવાદ જિલ્લાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને ભાવનગર જિલ્લાના ઉત્તરપશ્ચિમ ભાગથી બનાવવામાં આવી હતી. બોટાદમાં ચાર તાલુકાઓ, બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુરનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લાનું વહીવટી મથક છે જે ભાવનગરથી આશરે 92 કિલોમીટર, અમદાવાદથી 133 કિલોમીટર અને ગાંધીનગર ખાતે રાજ્યની રાજધાનીથી 176 કિમી દૂર છે. બોટાદ જિલ્લામાં 2564 ચો.કિ.મી. વિસ્તાર છે. અને 2011 ની વસ્તી ગણતરી મુજબ 6.52 લાખની વસતી ધરાવે છે.
તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન
બોટાદ જિલ્લાની સ્થાપના બાદ અહીંના લોકોને સરકારી કામો અર્થે અમદાવાદ અને ભાવનગર સુધી જવાને બદલે નજીકમાં જ સેવાઓ ઉપલબ્ધ થવા લાગી. સરકારી કચેરીઓના હાર્દ સમા ખસ રોડ પર બોટાદ જિલ્લા પંચાયત ભવન, બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી,એ.આર.ટી.ઓ કચેરી સહિતની અત્યાધુનિક કચેરીઓ સ્થિત છે. જે બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લો વિકાસ તરફ મજબૂતીથી પ્રયાણ કરી રહ્યો છે. અહીંનો કાપડ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. જે હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. ઉપરાંત હીરા ઉદ્યોગ, વાહનોના સ્પેર પાર્ટ્સ, બેરિંગ્સ ઉદ્યોગ, રમત-ગમત, ખેતી સહિતના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.
જેની ચારેય દિશાએ ધરમની ધજા ફરકી રહી છે
બોટાદ જિલ્લામાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીશ્રીઓની સાથે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અહીંના લોકોની ભાગીદારી થકી સામાજિક વિકાસની સાથે આર્થિક વિકાસને પણ નવી દિશા મળી છે. જિલ્લાના લોકોની મુશ્કેલીઓને નિવારવા અધિકારી અને પદાધિકારીઓએ પરસ્પરના સહયોગ સાથે હાથ ધરેલા કાર્યોમાં સમાજના શ્રેષ્ઠીજનો પણ જોડાયા છે, જેના પરિણામે જિલ્લાની રચના બાદના ટૂંકા ગાળામાં બોટાદ જિલ્લામાં અનેકવિધ ભૌતિક સુવિધાઓની સાથે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે.