Khyati Hospitalએ PMJAY કાર્ડને કમાણીનું કાર્ડ બનાવી દીધુ, વાંચો Special Story
ખ્યાતિ હોસ્પિટલના કાંડ દિવસને દિવસે સામે આવી રહ્યાં છે,જેમાં PMJAY કાર્ડને કમાણીનું કાર્ડ ખ્યાતિ હોસ્પિટલે બનાવી દીધુ છે,ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનાથી કરોડોની આવક કરી દીધી છે.70 ટકા આવક PMJAY યોજનાથી કરી હોવાનો ખુલાસો કર્યો હોવાની વાત સામે આવી છે.જેમાં 3 વર્ષમાં PMJAY યોજનાથી 23 કરોડ રૂપિયા વસૂલ્યા છે.4947 દર્દીઓની સારવારના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે. જાણો કેટલા રૂપિયા લીધા 01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા 02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા 03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા 04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા 05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા 06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા 07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી 08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા હજી ત્રણ આરોપીઓ ફરાર ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે 5 ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ - અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઝડપાયો છે. CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર 5 મોટા માથાઓને ઝડપી પાડ્યા છે.જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ હોસ્પિટલના કાંડ દિવસને દિવસે સામે આવી રહ્યાં છે,જેમાં PMJAY કાર્ડને કમાણીનું કાર્ડ ખ્યાતિ હોસ્પિટલે બનાવી દીધુ છે,ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનાથી કરોડોની આવક કરી દીધી છે.70 ટકા આવક PMJAY યોજનાથી કરી હોવાનો ખુલાસો કર્યો હોવાની વાત સામે આવી છે.જેમાં 3 વર્ષમાં PMJAY યોજનાથી 23 કરોડ રૂપિયા વસૂલ્યા છે.4947 દર્દીઓની સારવારના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે.
જાણો કેટલા રૂપિયા લીધા
01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા
02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા
03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા
04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા
05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા
06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા
07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી
08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા
હજી ત્રણ આરોપીઓ ફરાર
ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે 5 ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ - અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઝડપાયો છે. CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર 5 મોટા માથાઓને ઝડપી પાડ્યા છે.જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે