Surendranagar ટાઉનહોલમાં સરકારી કાર્યક્રમમાં ગ્રામજનોએ કર્યો હોબાળો

સુરેન્દ્રનગરમાં સરકારી કાર્યક્રમમાં હોબાળો થવાના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના ટાઉન હોલમાં ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ભાષણ દરમિયાન લોકોએ હોબાળો કર્યો હતો. ગ્રામજનોએ વિરોધ કરી હોબાળો કર્યોપ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રાજ્યમાં વિકાસ સપ્તાહ ચાલી રહ્યુ છે. તે અંતર્ગત  સુરેન્દ્રનગરના ટાઉનહોલમાં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં  ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુ બેરા ઉપસ્થિત હતા. જ્યારે મુળુભાઈ બેરા ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગ્રામજનોએ વિરોધ કરી હોબાળો કરવાનુ શરૂ કરી દીધુ હતુ. લોકોએ તેમને પડતી અસુવિધાઓના કારણે હોબાળો કર્યો હતો. ગ્રામજનોની ફરિયાદ હતી કે, ગામમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તેમજ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. વારંવાર રજૂઆત છતા પણ કોઈ ઉકેલ આવતો નથીસુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણી કે અન્ય પ્રાથમિક સુવિધાનો ન મળતા ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતા કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ તંત્ર પર આક્ષેક કરતા કહ્યુ હતુ કે, અનેક વખત રજૂઆત કરવા છતા પણ તંત્ર અમારી રજુઆત સાંભળતુ નથી. વારંવાર રજૂઆત છતા પણ કોઈ ઉકેલ આવતો નથી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ત્યાંના સ્થાનિક આગેવાન અમૃત મકવાણાનો પણ વિરોધ કર્યો હતો. ગ્રામજનોના વિરોધ બાદ અમૃત મકવાણાને પોલીસે કાર્યકમ દરમ્યાન બહાર કાઢ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે યોગ્ય નથી. ચાલુ કાર્યક્રમ દરમ્યાન હોબાળો થતા વિદ્યાર્થીઓ ત્યાંથી નિકળી જતા હતા. જેથી ટાઉનહોલમાં અંદર જવાના તમામ દરવાજાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

Surendranagar ટાઉનહોલમાં સરકારી કાર્યક્રમમાં ગ્રામજનોએ કર્યો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં સરકારી કાર્યક્રમમાં હોબાળો થવાના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના ટાઉન હોલમાં ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ભાષણ દરમિયાન લોકોએ હોબાળો કર્યો હતો.

ગ્રામજનોએ વિરોધ કરી હોબાળો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રાજ્યમાં વિકાસ સપ્તાહ ચાલી રહ્યુ છે. તે અંતર્ગત  સુરેન્દ્રનગરના ટાઉનહોલમાં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં  ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુ બેરા ઉપસ્થિત હતા. જ્યારે મુળુભાઈ બેરા ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગ્રામજનોએ વિરોધ કરી હોબાળો કરવાનુ શરૂ કરી દીધુ હતુ. લોકોએ તેમને પડતી અસુવિધાઓના કારણે હોબાળો કર્યો હતો. ગ્રામજનોની ફરિયાદ હતી કે, ગામમાં પીવાનું પાણી નથી મળી રહ્યું તેમજ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે.

વારંવાર રજૂઆત છતા પણ કોઈ ઉકેલ આવતો નથી

સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણી કે અન્ય પ્રાથમિક સુવિધાનો ન મળતા ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતા કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ તંત્ર પર આક્ષેક કરતા કહ્યુ હતુ કે, અનેક વખત રજૂઆત કરવા છતા પણ તંત્ર અમારી રજુઆત સાંભળતુ નથી. વારંવાર રજૂઆત છતા પણ કોઈ ઉકેલ આવતો નથી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ત્યાંના સ્થાનિક આગેવાન અમૃત મકવાણાનો પણ વિરોધ કર્યો હતો. ગ્રામજનોના વિરોધ બાદ અમૃત મકવાણાને પોલીસે કાર્યકમ દરમ્યાન બહાર કાઢ્યા હતા.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે યોગ્ય નથી. ચાલુ કાર્યક્રમ દરમ્યાન હોબાળો થતા વિદ્યાર્થીઓ ત્યાંથી નિકળી જતા હતા. જેથી ટાઉનહોલમાં અંદર જવાના તમામ દરવાજાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.