Surendranagar: પૂજારીના ઘરમાં રોકડ, દાગીના સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી

રાજ્યમાં ચોરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતર દેવરીયા ખાતે ઘર ફોડ ચોરીને ચોરે અંજામ આપ્યો છે. દેવરીયા ગામના રામજી મંદિરના પૂજારીના ઘરમાં ચોરે ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો છે. ગામના રામજી મંદિરના મંદિરના પૂજારીના ઘરમાંથી રૂપિયા 3,01.0700 મુદ્દામાલ ચોરી થયો છે.પૂજારીના ઘરમાંથી રોકડ, દાગીના સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી તમને જણાવી દઈએ કે રામજી મંદિરના પૂજારી તેમની પત્ની સાથે ભાણીના જન્મદિવસની ઉજવણી કરવા માટે કચ્છ ગયેલા હતા અને તે દરમિયાન રાત્રિના સમયે ચોરોએ ઘરમાં ત્રાટકી હાથભેરો કર્યો હતો અને રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા. દેવળીયા ગામના રામજી મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ સવારે કચ્છથી ઘરે પાછા આવ્યા ત્યારે બહારનો દરવાજો અને તિજોરી તોડી વસ્તુઓ વેરવિખેર જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાત્કાલિક લખતર પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. લખતર પોલીસે ડોગ સ્ક્વૉડની મદદથી તપાસ હાથ ધરી ચોરો દ્વારા રૂમમાં રાખેલી તિજોરીમાંથી રામજી મંદિરના તેમજ ખોડીયાર માતાજીના મંદિરના ચાંદીના અને સોનાના દાગીના સાથે જ રોકડ રકમ રૂપિયા 1,81,500 મળીને કુલ રૂપિયા 3,01.700ની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જો કે લખતર પોલીસને જાણ કરવામાં આવતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં લખતર પોલીસ દ્વારા ડોગ સ્ક્વોર્ડ બોલાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબીમાં ખાનગી ઓફિસ સળગાવવાનો પ્રયાસ મોરબીમાં જીટીપીએલ કેબલ કનેકશનની ઓફિસ સળગાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. રૂપિયા 50 હજાર ઉછીના આપવાની ના કહેતા જુનેદ પીલુડિયાએ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો છે અને ઓફિસ સળગાવવા માટે આવેલા જુનેદ સહિત બે શખ્શો સીસીટીવીમાં કેદ થયા છે. જીટીપીએલ કેબલ કનેકશનના માલિક દિનેશ પંડ્યાએ આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આરોપી જુનેદને વિશિપરા વિસ્તારમાં કેબલ ઓપરેટર તરીકે કામ આપનારની જ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો છે અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. 

Surendranagar: પૂજારીના ઘરમાં રોકડ, દાગીના સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ચોરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતર દેવરીયા ખાતે ઘર ફોડ ચોરીને ચોરે અંજામ આપ્યો છે. દેવરીયા ગામના રામજી મંદિરના પૂજારીના ઘરમાં ચોરે ઘરમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો છે. ગામના રામજી મંદિરના મંદિરના પૂજારીના ઘરમાંથી રૂપિયા 3,01.0700 મુદ્દામાલ ચોરી થયો છે.

પૂજારીના ઘરમાંથી રોકડ, દાગીના સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી

તમને જણાવી દઈએ કે રામજી મંદિરના પૂજારી તેમની પત્ની સાથે ભાણીના જન્મદિવસની ઉજવણી કરવા માટે કચ્છ ગયેલા હતા અને તે દરમિયાન રાત્રિના સમયે ચોરોએ ઘરમાં ત્રાટકી હાથભેરો કર્યો હતો અને રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા. દેવળીયા ગામના રામજી મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ સવારે કચ્છથી ઘરે પાછા આવ્યા ત્યારે બહારનો દરવાજો અને તિજોરી તોડી વસ્તુઓ વેરવિખેર જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાત્કાલિક લખતર પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

લખતર પોલીસે ડોગ સ્ક્વૉડની મદદથી તપાસ હાથ ધરી

ચોરો દ્વારા રૂમમાં રાખેલી તિજોરીમાંથી રામજી મંદિરના તેમજ ખોડીયાર માતાજીના મંદિરના ચાંદીના અને સોનાના દાગીના સાથે જ રોકડ રકમ રૂપિયા 1,81,500 મળીને કુલ રૂપિયા 3,01.700ની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જો કે લખતર પોલીસને જાણ કરવામાં આવતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં લખતર પોલીસ દ્વારા ડોગ સ્ક્વોર્ડ બોલાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીમાં ખાનગી ઓફિસ સળગાવવાનો પ્રયાસ

મોરબીમાં જીટીપીએલ કેબલ કનેકશનની ઓફિસ સળગાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. રૂપિયા 50 હજાર ઉછીના આપવાની ના કહેતા જુનેદ પીલુડિયાએ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો છે અને ઓફિસ સળગાવવા માટે આવેલા જુનેદ સહિત બે શખ્શો સીસીટીવીમાં કેદ થયા છે. જીટીપીએલ કેબલ કનેકશનના માલિક દિનેશ પંડ્યાએ આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આરોપી જુનેદને વિશિપરા વિસ્તારમાં કેબલ ઓપરેટર તરીકે કામ આપનારની જ ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો છે અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.