Rajkotના કાગદડી ગ્રામ પંચયતનો તલાટી દીપક પંજવાણી રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપાયો
રાજકોટના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.તલાટી દીપક પંજવાણી 1500ની લાંચ લેતા ઝડપાયો છે.ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા તલાટીએ લાંચ માંગી હતી.ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવીને તલાટીને ઝડપી લીધો છે.તલાટીએ અગાઉ પણ કોઈ લાંચ લીધી છે કે નહી તેને લઈ તેની પૂછરપછ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.રાજકોટ એસીબીનો સપાટો રાજકોટ એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી છે.કાગદડી ગામનો પંચાયત તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો.જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે.ફરિયાદીના પ્લોટો અંગે ગામ નમૂના નંબર બે માં જુની નોંધો કરવા માગી હતી લાંચ.એસીબી મદદનીશ નિયામક કે એચ ગોહિલ રાહબરીમાં પીઆઇ દેકેવાડીયા અને ટીમે ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવી તલાટી મંત્રીને ઝડપી લીધો હતો. મુંબઈનો એક પીઆઈ પણ રાજકોટમાં લાંચ લેતા ઝડપાયો ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્ર પોલીસને એક પોલીસ ઇન્પેક્ટરને 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મુંબઈ નજીક આવેલા માટુંગાનો આ પોલીસકર્મી લાંચ લેવા માટે 1000 કિમીથી વધુનો પ્રવાસ કરીને રાજકોટ આવ્યો હતો.માટુંગા પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ્પેકટર દીગંબર.એ.પાગર રાજકોટમાં રહેતા એકે વ્યક્તિને એક કેસમાં સમન્સ આપવા આવ્યો હતો. જો કે આ PIએ અન્ય એ ખાનગી વ્યક્તિ દ્વારા રાજકોટમાં રહેનારા ફરિયાદી શખ્સને કહેવડાવ્યું હતું કે જો 10 લાખ રૂપિયા આપશો તો આ કેસમાં ધરપકડ અને હેરાનગતિ કરવામાં નહીં આવે તેને લઈ લાંચ માંગી હતી. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના કાગદડી ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.તલાટી દીપક પંજવાણી 1500ની લાંચ લેતા ઝડપાયો છે.ગામ નમૂના નંબર બેમાં જુની નોંધો કરવા તલાટીએ લાંચ માંગી હતી.ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવીને તલાટીને ઝડપી લીધો છે.તલાટીએ અગાઉ પણ કોઈ લાંચ લીધી છે કે નહી તેને લઈ તેની પૂછરપછ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટ એસીબીનો સપાટો
રાજકોટ એસીબીએ બે દિવસમાં બે અલગ-અલગ ટ્રેપ કરી છે.કાગદડી ગામનો પંચાયત તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો.જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે.ફરિયાદીના પ્લોટો અંગે ગામ નમૂના નંબર બે માં જુની નોંધો કરવા માગી હતી લાંચ.એસીબી મદદનીશ નિયામક કે એચ ગોહિલ રાહબરીમાં પીઆઇ દેકેવાડીયા અને ટીમે ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવી તલાટી મંત્રીને ઝડપી લીધો હતો.
મુંબઈનો એક પીઆઈ પણ રાજકોટમાં લાંચ લેતા ઝડપાયો
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્ર પોલીસને એક પોલીસ ઇન્પેક્ટરને 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મુંબઈ નજીક આવેલા માટુંગાનો આ પોલીસકર્મી લાંચ લેવા માટે 1000 કિમીથી વધુનો પ્રવાસ કરીને રાજકોટ આવ્યો હતો.માટુંગા પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ્પેકટર દીગંબર.એ.પાગર રાજકોટમાં રહેતા એકે વ્યક્તિને એક કેસમાં સમન્સ આપવા આવ્યો હતો. જો કે આ PIએ અન્ય એ ખાનગી વ્યક્તિ દ્વારા રાજકોટમાં રહેનારા ફરિયાદી શખ્સને કહેવડાવ્યું હતું કે જો 10 લાખ રૂપિયા આપશો તો આ કેસમાં ધરપકડ અને હેરાનગતિ કરવામાં નહીં આવે તેને લઈ લાંચ માંગી હતી.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.