17 સપ્ટેમ્બરથી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ઉપડવાનો સમય આ રહેશે

અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ 17 સપ્ટેમ્બરથી લોકો માટે શરૂ કરવામાં આવશે. જેમાં શરૂઆતના તબક્કે દર એક કલાકે ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, મોટેરાથી પહેલી ટ્રેન સવારે આઠ વાગે ઉપડશે તો બીજી તરફ ગાંધીનગર સેક્ટર 1 થી પહેલી ટ્રેન સવારે ૭.૨૦ કલાકે ઉપડશે.GMRC દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે. ગાંધીનગર મેટ્રો ટ્રેનનું PM મોદીની હસ્તે ઉદઘાટન આગામી તા. 16 અને 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ યોજાવાનાં છે. આ કાર્યક્રમમાં એક લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓ એકઠા થઈ વડાપ્રધાનનું અભિવાદન કરશે. તેમજ બનાસકાંઠામાં પણ બે અલગ અલગ કાર્યક્રમ યોજાવાનાં છે. જ્યાં વડાપ્રધાન હાજરી આપશે. તેમજ ગાંધીનગરની મેટ્રો ટ્રેનનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. રૂટ અને અંતર મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે. મુસાફરીના સમયમાં ઘટાડોઆ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર ₹ 35ના ખર્ચે પહોંચી શકે છે.

17 સપ્ટેમ્બરથી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ઉપડવાનો સમય આ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ 17 સપ્ટેમ્બરથી લોકો માટે શરૂ કરવામાં આવશે. જેમાં શરૂઆતના તબક્કે દર એક કલાકે ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, મોટેરાથી પહેલી ટ્રેન સવારે આઠ વાગે ઉપડશે તો બીજી તરફ ગાંધીનગર સેક્ટર 1 થી પહેલી ટ્રેન સવારે ૭.૨૦ કલાકે ઉપડશે.

GMRC દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.

ગાંધીનગર મેટ્રો ટ્રેનનું PM મોદીની હસ્તે ઉદઘાટન

આગામી તા. 16 અને 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ યોજાવાનાં છે. આ કાર્યક્રમમાં એક લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓ એકઠા થઈ વડાપ્રધાનનું અભિવાદન કરશે. તેમજ બનાસકાંઠામાં પણ બે અલગ અલગ કાર્યક્રમ યોજાવાનાં છે. જ્યાં વડાપ્રધાન હાજરી આપશે. તેમજ ગાંધીનગરની મેટ્રો ટ્રેનનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે.

રૂટ અને અંતર

મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.

મુસાફરીના સમયમાં ઘટાડો

આ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર ₹ 35ના ખર્ચે પહોંચી શકે છે.