બજારોમાં રાખડીની ખરીદીમાં છેલ્લી ઘડીએ તેજીનો તોખાર

- વિક્રેતાઓ છેલ્લો સ્ટોક ખાલી કરવાના મૂડમાં - અંતિમ તબક્કામાં રાખડીની બહારગામ ડિલીવરી માટે કુરીયર અને પોસ્ટ ઓફિસમાં કતારો જોવા મળી ભાવનગર : ભાઈ-બહેનના નિર્મળ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા હોય ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લાભરની સીઝનલ બજારોમાં રાખડીઓની અંતિમ તબકકાની ધૂમ ખરીદી થઈ રહી છે. રક્ષાબંધનના તહેવારને લઈને મીઠાઈના વિક્રેતાઓ દ્વારા સ્પેશ્યલ મંડપ,જરૂરી સ્ટોક સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગોહિલવાડમાં આગામી તા.૧૯ ઓગસ્ટને સોમવારે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યકિતના અનેરા રક્ષાબંધનના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ તહેવારને અનુલક્ષીને ભાવનગર શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર, ગોળબજાર, એમ.જી.રોડ, વાઘાવાડી રોડ, ગઢેચીવડલા સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા એકાદ માસથી દુકાનો, લારીગલ્લાઓમાં રૂા ૫ાંચની સાદીથી લઈને રૂા ૨૫૦ કે તેથી વધુ કિંમતની એક એકથી ચડીયાતી અવનવી ડિઝાઈનવાળી મનમોહક રક્ષાકવચરૂપી રાખડીઓનું વેચાણ શરૂ થઈ જાય છે. જયારે અમુક સુખી અને સાધન સંપન્ન પરિવારોમાં બહેન ભાઈને માટે સોના અને ચાંદીની રાખડી બાંધતી હોય અગાઉથી જ જે તે પરિચિત જવેલર્સને રાખડી માટેના ઓર્ડર આપી દેવાતા હોય છે. ગત વર્ષોની તુલનામાં આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં પ્રમાણમાં ઘટાડો થયો હોય તેને લઈને સોના ચાંદીની ખરીદીમાં નજીવો વધારો થયેલો જણાઈ રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા સ્થાનિક સીઝનલ બજારોમાં મનપસંદ રાખડી ખરીદવા ગૃહિણીઓની ભારે ભીડ થવા લાગે છે. હવે આ તહેવાર ઢુંકડો આવી પહોંચતા બજારોમાં અંતિમ તબકકામાં ખરીદી વેગવંતી બની ગઈ છે. સામાન્ય રીતે બહારગામ અને વિદેશમાં સ્થાયી થયેલા ભાઈઓને રાખડી સમયસર મળી રહે તે માટે મનપસંદ રાખડીની ખરીદી કરી પોસ્ટ, કુરીયર, આંગડીયા મારફત રાખડીઓ રવાના કરવાની પ્રક્રિયા ગૃહિણીઓ વહેલાસર આટોપી લેતી હોય છે. આથી અંતિમ સપ્તાહમાં સ્થાનિક ખાનગી કુરીયર કંપનીઓને ત્યાં તેમજ સ્પીડ પોસ્ટ કરવા માટે પોસ્ટ ઓફિસમાં ગીર્દી જોવા મળતી હતી. વિક્રેતાઓ જાંગડમાં લીધેલી રાખડીનો છેલ્લો સ્ટોક હોય ખાલી કરવાના મૂડમાં હોય ભાવમાં પણ સ્વાભાવિકપણે નજીવો ઘટાડો કરતા હોય છે.મીઠાઈ, સુકામેવા અને  ચોકલેટના વિક્રેતાઓને તડાકોરાખડીની સાથે ભાઈને ગળ્યા મો કરાવવા માટે બહેનો દ્વારા ભાઈને ભાવતી કાજુ કતરી, કાજુરોટલો, પેંડા, ગુલાબજાંબુ, ડ્રાયફ્રુટની ચિકી સહિતની અવનવી મીઠાઈઓ, સુકામેવાના ગીફટ પેકેટની સાથોસાથ હવે તો કેટલીક ગૃહિણીઓ દ્વારા બેકરીની આઈટમ, બ્રાન્ડેડ ચોકલેટ, કેડબરીના નાના મોટા પેેકેટ ભાઈ અને ભાઈના સંતાનો માટે ખાસ સાથે લેતા જવાનું ચલણ વધ્યુ હોય તેનુ પણ ધૂમ વેચાણ થશે. 

બજારોમાં રાખડીની ખરીદીમાં છેલ્લી ઘડીએ તેજીનો તોખાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વિક્રેતાઓ છેલ્લો સ્ટોક ખાલી કરવાના મૂડમાં 

- અંતિમ તબક્કામાં રાખડીની બહારગામ ડિલીવરી માટે કુરીયર અને પોસ્ટ ઓફિસમાં કતારો જોવા મળી 

ભાવનગર : ભાઈ-બહેનના નિર્મળ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા હોય ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લાભરની સીઝનલ બજારોમાં રાખડીઓની અંતિમ તબકકાની ધૂમ ખરીદી થઈ રહી છે. રક્ષાબંધનના તહેવારને લઈને મીઠાઈના વિક્રેતાઓ દ્વારા સ્પેશ્યલ મંડપ,જરૂરી સ્ટોક સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

ગોહિલવાડમાં આગામી તા.૧૯ ઓગસ્ટને સોમવારે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યકિતના અનેરા રક્ષાબંધનના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ તહેવારને અનુલક્ષીને ભાવનગર શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર, ગોળબજાર, એમ.જી.રોડ, વાઘાવાડી રોડ, ગઢેચીવડલા સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા એકાદ માસથી દુકાનો, લારીગલ્લાઓમાં રૂા ૫ાંચની સાદીથી લઈને રૂા ૨૫૦ કે તેથી વધુ કિંમતની એક એકથી ચડીયાતી અવનવી ડિઝાઈનવાળી મનમોહક રક્ષાકવચરૂપી રાખડીઓનું વેચાણ શરૂ થઈ જાય છે. જયારે અમુક સુખી અને સાધન સંપન્ન પરિવારોમાં બહેન ભાઈને માટે સોના અને ચાંદીની રાખડી બાંધતી હોય અગાઉથી જ જે તે પરિચિત જવેલર્સને રાખડી માટેના ઓર્ડર આપી દેવાતા હોય છે. ગત વર્ષોની તુલનામાં આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં પ્રમાણમાં ઘટાડો થયો હોય તેને લઈને સોના ચાંદીની ખરીદીમાં નજીવો વધારો થયેલો જણાઈ રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા સ્થાનિક સીઝનલ બજારોમાં મનપસંદ રાખડી ખરીદવા ગૃહિણીઓની ભારે ભીડ થવા લાગે છે. હવે આ તહેવાર ઢુંકડો આવી પહોંચતા બજારોમાં અંતિમ તબકકામાં ખરીદી વેગવંતી બની ગઈ છે. સામાન્ય રીતે બહારગામ અને વિદેશમાં સ્થાયી થયેલા ભાઈઓને રાખડી સમયસર મળી રહે તે માટે મનપસંદ રાખડીની ખરીદી કરી પોસ્ટ, કુરીયર, આંગડીયા મારફત રાખડીઓ રવાના કરવાની પ્રક્રિયા ગૃહિણીઓ વહેલાસર આટોપી લેતી હોય છે. આથી અંતિમ સપ્તાહમાં સ્થાનિક ખાનગી કુરીયર કંપનીઓને ત્યાં તેમજ સ્પીડ પોસ્ટ કરવા માટે પોસ્ટ ઓફિસમાં ગીર્દી જોવા મળતી હતી. વિક્રેતાઓ જાંગડમાં લીધેલી રાખડીનો છેલ્લો સ્ટોક હોય ખાલી કરવાના મૂડમાં હોય ભાવમાં પણ સ્વાભાવિકપણે નજીવો ઘટાડો કરતા હોય છે.

મીઠાઈ, સુકામેવા અને  ચોકલેટના વિક્રેતાઓને તડાકો

રાખડીની સાથે ભાઈને ગળ્યા મો કરાવવા માટે બહેનો દ્વારા ભાઈને ભાવતી કાજુ કતરી, કાજુરોટલો, પેંડા, ગુલાબજાંબુ, ડ્રાયફ્રુટની ચિકી સહિતની અવનવી મીઠાઈઓ, સુકામેવાના ગીફટ પેકેટની સાથોસાથ હવે તો કેટલીક ગૃહિણીઓ દ્વારા બેકરીની આઈટમ, બ્રાન્ડેડ ચોકલેટ, કેડબરીના નાના મોટા પેેકેટ ભાઈ અને ભાઈના સંતાનો માટે ખાસ સાથે લેતા જવાનું ચલણ વધ્યુ હોય તેનુ પણ ધૂમ વેચાણ થશે.