Diuમાં પર્યટકોને મળશે નવો સિમ્બોર બીચ, કલેકટરે ટેન્ટ હાઉસ રિસોર્ટને ખુલ્લો મૂકયો
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક અવિભાજ્ય અને અવિકસિત એવો હિસ્સો કે જે આજ સુધી સ્થાનિક લોકો અને પર્યટકોથી અજાણ હતો આ એટલે સિમ્બોર બીચ.જે ઉના તાલુકાના સિમર ગામ પાસે આવેલ દરીયા કિનારે આવેલ છે.જે દીવનો જ એક હિસ્સો છે અહી ગુજરાતના ઉના તાલુકાના સિમર ગામ તેમજ આજુબાજુના લોકો માછીમારી માટેના દંગા બનાવીને રહેતા હતા.પ્રશંસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું જેથી હવે અહી મળશે એક નવું દીવ. ટેન્ટ હાઉસ તરીકે રિસોર્ટ ખુલ્લો આજ રોજ દીવ જિલ્લા કલેકટરે અહી ટેન્ટ હાઉસ તરીકે એક રિસોર્ટને ખુલ્લો મૂકી આ બીચના વિકાસના દ્વાર ખોલ્યાં છે.અહી દીવ પ્રશાસનના અંદર આવતી આ જગ્યામાં અધ્યતન સગવડતા વાળા હોટેલ, રિસોર્ટ અને દારૂના બાર સાથે રેસ્ટોરન્ટને હવે પરવાનગી મળી રહી છે.અહી પણ અંગ્રેજોના સમયનો એક પ્રાચીન કિલ્લો દરીયામાં આવેલ છે.જેનું સમારકામ કરીને તેને પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.તેમજ અહી પણ સુંદર બીચ લોકોને ફરવા મળશે. માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે આ બીચ સુધી સિમર ગામ આવવા માટેનો દેલવાડાથી 12 કિમીનો રસ્તો છે.સિમર ગામથી આ બીચ એક કિમી દૂર છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના એકથી દોઢ કિમી વિસ્તાર સિવાયનો અહી ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4 થી 5 કિમીનો છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ અવિકસિત મોટા બિચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારીની તક મળશે.દરિયાઈ વિસ્તારના આ લોકો હાલ ખેતી અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. સાંકડા રસ્તાથી પસાર થઉ પડશે હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ બીચ અને જગ્યાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે પણ અહી સુધી સહેલાણીઓને આવવા ગુજરાત રાજ્યના રોડ રસ્તા બહુ સાંકડા છે તેમજ આ બીચ સુધી પીવાનું પાણી દીવ પ્રશાસન પહોંચાડી શકી નથી.સહેલાણીઓને એક ખાનગી બીચનો અહેસાસ થાય તેવી જગ્યા તો મળશે પણ અહી પહોંચવા માટે થોડા સાંકડા રસ્તેથી પસાર થવું પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક અવિભાજ્ય અને અવિકસિત એવો હિસ્સો કે જે આજ સુધી સ્થાનિક લોકો અને પર્યટકોથી અજાણ હતો આ એટલે સિમ્બોર બીચ.જે ઉના તાલુકાના સિમર ગામ પાસે આવેલ દરીયા કિનારે આવેલ છે.જે દીવનો જ એક હિસ્સો છે અહી ગુજરાતના ઉના તાલુકાના સિમર ગામ તેમજ આજુબાજુના લોકો માછીમારી માટેના દંગા બનાવીને રહેતા હતા.પ્રશંસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું જેથી હવે અહી મળશે એક નવું દીવ.
ટેન્ટ હાઉસ તરીકે રિસોર્ટ ખુલ્લો
આજ રોજ દીવ જિલ્લા કલેકટરે અહી ટેન્ટ હાઉસ તરીકે એક રિસોર્ટને ખુલ્લો મૂકી આ બીચના વિકાસના દ્વાર ખોલ્યાં છે.અહી દીવ પ્રશાસનના અંદર આવતી આ જગ્યામાં અધ્યતન સગવડતા વાળા હોટેલ, રિસોર્ટ અને દારૂના બાર સાથે રેસ્ટોરન્ટને હવે પરવાનગી મળી રહી છે.અહી પણ અંગ્રેજોના સમયનો એક પ્રાચીન કિલ્લો દરીયામાં આવેલ છે.જેનું સમારકામ કરીને તેને પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.તેમજ અહી પણ સુંદર બીચ લોકોને ફરવા મળશે.
માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે
આ બીચ સુધી સિમર ગામ આવવા માટેનો દેલવાડાથી 12 કિમીનો રસ્તો છે.સિમર ગામથી આ બીચ એક કિમી દૂર છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના એકથી દોઢ કિમી વિસ્તાર સિવાયનો અહી ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4 થી 5 કિમીનો છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ અવિકસિત મોટા બિચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારીની તક મળશે.દરિયાઈ વિસ્તારના આ લોકો હાલ ખેતી અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે.
સાંકડા રસ્તાથી પસાર થઉ પડશે
હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા આ વિસ્તારને વેગવંતો બનાવવા માટે અને આ બીચ અને જગ્યાનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે પણ અહી સુધી સહેલાણીઓને આવવા ગુજરાત રાજ્યના રોડ રસ્તા બહુ સાંકડા છે તેમજ આ બીચ સુધી પીવાનું પાણી દીવ પ્રશાસન પહોંચાડી શકી નથી.સહેલાણીઓને એક ખાનગી બીચનો અહેસાસ થાય તેવી જગ્યા તો મળશે પણ અહી પહોંચવા માટે થોડા સાંકડા રસ્તેથી પસાર થવું પડશે.