Suratમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1 ઓફિસનું લોકાર્પણ કર્યુ

Dec 1, 2024 - 13:00
Suratમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1 ઓફિસનું લોકાર્પણ કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1 ઓફિસનું લોકાર્પણ કર્યુ હતુ Say No To Drugs અભિયાન હેઠળ નવી પહેલ કરવામાં આવી છે જેમાં યુવાનોને ડ્રગ્સ છોડાવવામાં પોલીસ મદદરૂપ થશે તેવી વાત સામે આવી છે,જે પણ યુવાનો અને બાળકો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોના વાલી પોલીસનો સંપર્ક કરી શકશે અને પોલીસ તેમને ડ્રગ્સની લત છોડાવવામાં મદદરૂપ થશે સાથે સાથે તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.

Say No To Drugs અભિયાન હેઠળ નવી પહેલ

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ર્ગ્સના રવાડાથી દૂર કરવા છે તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સની લત છોડાવવામાં મદદ પણ કરશે,સુરતના વેસુ પોલીસ સ્ટેશન ખાતે બનાવામાં આ ઓફીસ બનાવવામાં આવી છે.

ડ્રગ્સને લઈ પોલીસની સતર્કતા

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ સતત સતર્ક છે અને તેને લઈ કામગીરી પણ કરી રહી છે ત્યારે પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ પેડલરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જેલ હવાલે કર્યા છે,અમદાવાદ અને સુરતમાં અત્યાર સુધી સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયું છે અને તેને લઈ પોલીસે પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પણ પાડયા હતા,ત્યારે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ના ચઢે તેને લઈ પોલીસ પણ કામગીરી કરી રહી છે,ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી સૌથી વધારે ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતુ હોય છે.

ગુજરાતમાં ક્યાંથી આવે છે ડ્રગ્સ

ગુજરાતના કચ્છથી, પંજાબ બોર્ડર, નેપાળ અને મ્યામાંરના રસ્તેથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગેથી દાણચોરીથી આવતું અફઘાન હેરોઈન પણ સામેલ છે. પંજાબ અને ગુજરાત સહિત અનેક માર્ગો દ્વારા ડ્રગ્સ ભારતમાં આવે છે, જેમાં કચ્છનો રસ્તો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0