Ambajiમાં ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, આજે રાત્રે મેળાની થશે પૂર્ણાહુતિ

બનાસકાંઠાના અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે,આ મેળામાં રોજના હજારો ભકતોએ દર્શન કર્યા છે,સાથે સાથે આજે ભાદરવી પૂનમ છે માટે ભકતો વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડયા હતા.મંદિર પરિસર જયઅંબેના નાદથી ગુંજી ઉઠયું છે.તો આવતીકાલથી મંદિર રાબેતા મૂજબ ખુલશે. અનેક સંઘો પહોંચી ગયા અંબાજી ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજ છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે. વેહલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં 'બોલ માડી અંબે જય જય અંબે'નો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ભોજનને લઈ અનોખી વ્યવસ્થા જેમાં દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.નિ:શુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ૧૭ વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દર રોજ શ્રધ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજનપ્રસાદ પીરસવામાં આવે છે. જ્યારે સાંજે ભાખરી-શાક અને કઢી- ખીચડીનું ભોજન આપવામાં આવે છે. માતાના ભકતોમાં ખુશીનો માહોલ અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.  

Ambajiમાં ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, આજે રાત્રે મેળાની થશે પૂર્ણાહુતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે,આ મેળામાં રોજના હજારો ભકતોએ દર્શન કર્યા છે,સાથે સાથે આજે ભાદરવી પૂનમ છે માટે ભકતો વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડયા હતા.મંદિર પરિસર જયઅંબેના નાદથી ગુંજી ઉઠયું છે.તો આવતીકાલથી મંદિર રાબેતા મૂજબ ખુલશે.

અનેક સંઘો પહોંચી ગયા અંબાજી
ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજ છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે. વેહલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં 'બોલ માડી અંબે જય જય અંબે'નો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ભોજનને લઈ અનોખી વ્યવસ્થા
જેમાં દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.નિ:શુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળી બા ગુરૂભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ૧૭ વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દર રોજ શ્રધ્ધાળુઓને બપોરે બુંદી, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજનપ્રસાદ પીરસવામાં આવે છે. જ્યારે સાંજે ભાખરી-શાક અને કઢી- ખીચડીનું ભોજન આપવામાં આવે છે.

માતાના ભકતોમાં ખુશીનો માહોલ
અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.