Palika Election 2025: વડનગરમાં 8, ખેડામાં 15 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે, ત્યારે રાજ્યમાં અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મતદાન પહેલા જ ભાજપે બેઠકો પણ ભગલો લહેરાવી દીધો છે અને કેટલીક બેઠક બિનહરીફ જ જીતી લીધી છે. ત્યારે વડનગર નગરપાલિકામાં 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 20 બેઠક માટે 50 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોરે ભાજપ પર કર્યો આક્ષેપ ત્યારે 28 ઉમેદવારો પૈકી 8 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોરે તેને લઈને ભાજપ પર આક્ષેપ કર્યો છે કે ભાજપ આગેવાનોએ પૈસાના જોરે ફોર્મ પરત ખેંચાવ્યા છે. ભાજપ બક્ષીપંચ મોરચા અગ્રણી કાનજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે ભાજપ તમામ 28 બેઠક જીતીને નગરપાલિકા પણ જીતશે. ખેડાની પાંચ પૈકી 3 નગરપાલિકામાં ભાજપે 15 બેઠકો જીતી બીજી તરફ ખેડાની પણ 5 પૈકી 3 નગરપાલિકામાં ભાજપે 15 બેઠકો જીતી છે. ખેડામાં 5 નગરપાલિકા અને 2 તાાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે. વિજેતાઓને નડિયાદ કમલમ ખાતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સાથે જ મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપે 3 બેઠકો બિનહરીફ કરી છે તો મહુધા નગરપાલિકામાં કુલ 8 બેઠક ભાજપે બિનહરીફ કરી છે. ડાકોર નગરપાલિકામાં ભાજપે 5 બેઠક બિનહરીફ કરી છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે સમગ્ર માહિતી આપી છે. પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો દાવો કરાયો પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. ભાજપ તરફી 215 બેઠક બિનહરીફ થયાનો દાવો કર્યો છે. 68 નગરપાલિકાની 196 બેઠક બિનહરીફ થઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠક બિનહરીફ, તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠક બિનહરીફ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે, ત્યારે રાજ્યમાં અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મતદાન પહેલા જ ભાજપે બેઠકો પણ ભગલો લહેરાવી દીધો છે અને કેટલીક બેઠક બિનહરીફ જ જીતી લીધી છે. ત્યારે વડનગર નગરપાલિકામાં 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 20 બેઠક માટે 50 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.
કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોરે ભાજપ પર કર્યો આક્ષેપ
ત્યારે 28 ઉમેદવારો પૈકી 8 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. કોંગ્રેસ પ્રમુખ જયસિંહ ઠાકોરે તેને લઈને ભાજપ પર આક્ષેપ કર્યો છે કે ભાજપ આગેવાનોએ પૈસાના જોરે ફોર્મ પરત ખેંચાવ્યા છે. ભાજપ બક્ષીપંચ મોરચા અગ્રણી કાનજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે ભાજપ તમામ 28 બેઠક જીતીને નગરપાલિકા પણ જીતશે.
ખેડાની પાંચ પૈકી 3 નગરપાલિકામાં ભાજપે 15 બેઠકો જીતી
બીજી તરફ ખેડાની પણ 5 પૈકી 3 નગરપાલિકામાં ભાજપે 15 બેઠકો જીતી છે. ખેડામાં 5 નગરપાલિકા અને 2 તાાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે. વિજેતાઓને નડિયાદ કમલમ ખાતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સાથે જ મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપે 3 બેઠકો બિનહરીફ કરી છે તો મહુધા નગરપાલિકામાં કુલ 8 બેઠક ભાજપે બિનહરીફ કરી છે. ડાકોર નગરપાલિકામાં ભાજપે 5 બેઠક બિનહરીફ કરી છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે સમગ્ર માહિતી આપી છે.
પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો દાવો કરાયો
પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. ભાજપ તરફી 215 બેઠક બિનહરીફ થયાનો દાવો કર્યો છે. 68 નગરપાલિકાની 196 બેઠક બિનહરીફ થઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠક બિનહરીફ, તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠક બિનહરીફ રહી છે.