UCC In Gujarat: આદિવાસી સમાજે ગભરાવવાની જરૂર નથી: સાંસદ ધવલ પટેલ
ગુજરાતમાં UCC અમલીકરણ અંગે સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે કહ્યું કે 'UCCથી આદિવાસી રિવાજો, પરંપરા અને સંસ્કૃતિ પર કોઈ અસર થશે નહીં. આદિવાસી સમાજને UCCમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો નથી, જેથી આદિવાસી સમાજે ગભરાવવાની કોઈ જરૂર નથી.આદિવાસીમાં લગ્ન, છૂટાછેડાના અલગ કાયદા: ચૈતર વસાવા બીજી તરફ ગુજરાતમાં UCC મુદ્દે ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં સવા લાખ જેટલા આદિવાસી છે. આદિવાસીમાં લગ્ન, છૂટાછેડાના અલગ કાયદા છે. અમારા અલગ રૂઢી, રિવાજો છે. અમારો કોઈ સભ્ય કમિટીમાં નથી તો અમારા વિશે કોણ બોલશે. આદિવાસી પ્રતિનિધત્વ કેમ કમિટીમાં સામેલ નથી. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે. જેના માટે 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2022માં રાજ્ય સરકારે UCC અંગે નિર્ણય કર્યો હતો. કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે જાહેરાત કરી હતી. કમિટી UCC અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, ત્યારબાદ એના આધારે UCCનું અમલીકરણ કરાશે. શું કહ્યું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં UCC અમલીકરણ અંગે સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે કહ્યું કે 'UCCથી આદિવાસી રિવાજો, પરંપરા અને સંસ્કૃતિ પર કોઈ અસર થશે નહીં. આદિવાસી સમાજને UCCમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો નથી, જેથી આદિવાસી સમાજે ગભરાવવાની કોઈ જરૂર નથી.
આદિવાસીમાં લગ્ન, છૂટાછેડાના અલગ કાયદા: ચૈતર વસાવા
બીજી તરફ ગુજરાતમાં UCC મુદ્દે ચૈતર વસાવાએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં સવા લાખ જેટલા આદિવાસી છે. આદિવાસીમાં લગ્ન, છૂટાછેડાના અલગ કાયદા છે. અમારા અલગ રૂઢી, રિવાજો છે. અમારો કોઈ સભ્ય કમિટીમાં નથી તો અમારા વિશે કોણ બોલશે. આદિવાસી પ્રતિનિધત્વ કેમ કમિટીમાં સામેલ નથી.
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે
તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે. જેના માટે 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2022માં રાજ્ય સરકારે UCC અંગે નિર્ણય કર્યો હતો. કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે જાહેરાત કરી હતી. કમિટી UCC અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, ત્યારબાદ એના આધારે UCCનું અમલીકરણ કરાશે.
શું કહ્યું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'