Ambalal Patelની મોટી આગાહી, નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં પાડી શકે છે ભંગ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે,શરૂઆતના નોરતામાં હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે,ગુજરાતમાં હાલમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય છે પરંતુ ઓકટોબર મહિનાથી બે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના દેખાઈ રહી છે. નવરાત્રિમાં પડશે વરસાદ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે.નવરાત્રિની શરૂઆતથી લઈ અને અંત સુધીમાં વરસાદ વરસી શકે છે.પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.7 થી 12 ઓકટોબર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.શરદ પૂનમની રાતે ચક્રવાત થવાની શકયતા રહેશે.શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે,અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે,શરૂઆતના નોરતામાં હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે,ગુજરાતમાં હાલમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય છે પરંતુ ઓકટોબર મહિનાથી બે વરસાદની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના દેખાઈ રહી છે.
નવરાત્રિમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે.નવરાત્રિની શરૂઆતથી લઈ અને અંત સુધીમાં વરસાદ વરસી શકે છે.પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે.સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે.હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે.7 થી 12 ઓકટોબર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.શરદ પૂનમની રાતે ચક્રવાત થવાની શકયતા રહેશે.
શરદપૂનમ સુધી વરસાદ રહેવાની શકયતા
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે.ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે.10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.