રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતને વિશિષ્ટ સ્થાન, ભારતીય જ્ઞાન પરંપરા વિકસિત થશે

સંસ્કૃત સંભાષણના પ્રશિક્ષણ વર્ગથી દેવભાષાનો પાયો વધુ મજબુત થશે : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યશાળાને સંબોધતા વિદ્વાનો; ગુરૂ-શિષ્યની પ્રાચીન શિક્ષણ પધ્ધતિ ચરિત્ર નિર્માણમાં સર્વશ્રેષ્ઠવેરાવળ, : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બે દિવસ દરમિયાન સંસ્કૃતને પાઠયક્રમ એવમ પાઠયચર્ચા પર્યાલોચન - વિષયક રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ હતી.  તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સંસ્કૃત અને તેના મહત્વ અંગે તજજ્ઞોએ ચર્ચા કરી હતી. આ કાર્યશાળામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવસટીના કુલપતિ પ્રો. ડા. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં મૂળમાં રાષ્ટ્ર ઘડતરની વાત જોડાયેલી છે. ચરિર્ત્ય નિર્માણ અને રાષ્ટ્રનિર્માણના હેતુથી ઘડવામાં આવેલી આ નીતિ યુવાનોના બૌદ્ધિક અને સામાજીક રીતે સર્વાંગી વિકાસ અને ભારતીય જ્ઞાાન, ભારતીય પરંપરા અને ભારતીય વિચારને અનુસરતી શિક્ષણ નીતિ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચા સભામાં વિદ્યાર્થીઓથી લઈ અને કુલપતિ સુધી તમામે ભાગ લીધો હતો. અને સંસ્કૃત અંગે જે મનોમંથન કર્યું હતું તેનું નવનીત ભવિષ્યમાં શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત અને સંસ્કૃતના અભ્યાસ માટે સોમનાથ સંસ્કૃત યુનિવસટી એ પીઠ છે. જેનો સંસ્કૃત ભાષાનો બહોળો ફેલાવો કરવામાં સિંહફાળો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષામાં વ્યવહારિક શિક્ષણ અને સમયાનુકૂલ શિક્ષણ પરત્વે ચિંતા અને ચિંતનના સમન્વયથી ચર્ચા કરવાની આજે તાતી જરૂર છે. આમ કહી તેમણે યુનિવસટી દ્વારા સંચાલિત સંભાષણ વર્ગથી સંસ્કૃતનો પાયો વધુ મજબૂત થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સોમનાથ સંસ્કૃત યુનિવસટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિએ સમાજ ઉપયોગી સંસ્કૃત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ આયામો વિશે જણાવતાં કહ્યું હતું કે, રાષ્ટ્રિય શિક્ષણ નીતિ-2020એ વસુધૈવ કુટુંબકમ્ અને એક ભારત, શ્રે ભારતના સૂત્રને ચરિતાર્થ કરતી નીતિ છે. જેમ શરીરના વિકાસ માટે ખોરાકની જરૂર છે, એમ મગજના વિકાસ માટે જ્ઞાાનની જરૂર છે. ભારતીય ઇતિહાસમાં જોઈએ તો ગુરૂ અને શિષ્યની પરંપરા ખૂબ જૂની છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંસ્કૃતને વિશિષ્ટ સ્થાન, ભારતીય જ્ઞાન પરંપરા વિકસિત થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સંસ્કૃત સંભાષણના પ્રશિક્ષણ વર્ગથી દેવભાષાનો પાયો વધુ મજબુત થશે : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યશાળાને સંબોધતા વિદ્વાનો; ગુરૂ-શિષ્યની પ્રાચીન શિક્ષણ પધ્ધતિ ચરિત્ર નિર્માણમાં સર્વશ્રેષ્ઠ

વેરાવળ, : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બે દિવસ દરમિયાન સંસ્કૃતને પાઠયક્રમ એવમ પાઠયચર્ચા પર્યાલોચન - વિષયક રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ હતી.  તેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સંસ્કૃત અને તેના મહત્વ અંગે તજજ્ઞોએ ચર્ચા કરી હતી. 

આ કાર્યશાળામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવસટીના કુલપતિ પ્રો. ડા. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં મૂળમાં રાષ્ટ્ર ઘડતરની વાત જોડાયેલી છે. ચરિર્ત્ય નિર્માણ અને રાષ્ટ્રનિર્માણના હેતુથી ઘડવામાં આવેલી આ નીતિ યુવાનોના બૌદ્ધિક અને સામાજીક રીતે સર્વાંગી વિકાસ અને ભારતીય જ્ઞાાન, ભારતીય પરંપરા અને ભારતીય વિચારને અનુસરતી શિક્ષણ નીતિ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચા સભામાં વિદ્યાર્થીઓથી લઈ અને કુલપતિ સુધી તમામે ભાગ લીધો હતો. અને સંસ્કૃત અંગે જે મનોમંથન કર્યું હતું તેનું નવનીત ભવિષ્યમાં શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત અને સંસ્કૃતના અભ્યાસ માટે સોમનાથ સંસ્કૃત યુનિવસટી એ પીઠ છે. જેનો સંસ્કૃત ભાષાનો બહોળો ફેલાવો કરવામાં સિંહફાળો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષામાં વ્યવહારિક શિક્ષણ અને સમયાનુકૂલ શિક્ષણ પરત્વે ચિંતા અને ચિંતનના સમન્વયથી ચર્ચા કરવાની આજે તાતી જરૂર છે. આમ કહી તેમણે યુનિવસટી દ્વારા સંચાલિત સંભાષણ વર્ગથી સંસ્કૃતનો પાયો વધુ મજબૂત થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સોમનાથ સંસ્કૃત યુનિવસટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિએ સમાજ ઉપયોગી સંસ્કૃત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ આયામો વિશે જણાવતાં કહ્યું હતું કે, રાષ્ટ્રિય શિક્ષણ નીતિ-2020એ વસુધૈવ કુટુંબકમ્ અને એક ભારત, શ્રે ભારતના સૂત્રને ચરિતાર્થ કરતી નીતિ છે. જેમ શરીરના વિકાસ માટે ખોરાકની જરૂર છે, એમ મગજના વિકાસ માટે જ્ઞાાનની જરૂર છે. ભારતીય ઇતિહાસમાં જોઈએ તો ગુરૂ અને શિષ્યની પરંપરા ખૂબ જૂની છે.