Kheda: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં અંડર 15માં ખેડાની દિકરીની પસંદગી
BCCI વુમન્સ ક્રિકેટ ટીમમાં અન્ડર ફિફ્ટીન (15)માં ખેડા જીલ્લાની દિકરીના અથાગ પ્રયત્નો અને સંઘર્ષ બાદ પસંદગી થતા ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(KDCA) અને ખેડા જીલ્લાનુ નામ રોશન કરતાં ખેડા જીલ્લાવાસીઓ તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. BCCI દ્વારા ભારતીય મહિલા ટીમમાં ખેડાની 13 વર્ષીય દીકરી નિત્યા બ્રહ્મક્ષત્રિયનું સિલેક્શન અંડર 15 ટીમ માટે કરવામાં આવ્યું છે. BCCI દ્વારા ભારતીય ટીમમાં ખેડાની દીકરીનું સિલેક્શન ખેડા જિલ્લાના ખેડા શહેરમાં જ જન્મેલી અને કાપડના વહેપારીની દિકરી નિત્યા બ્રમ્હક્ષત્રિયની મહિલા ક્રિકેટ ટીમમાં અંડર15 માં પસંદગી પામી છે. દેશનું અંડર 15 માં પસંદગી પામેલ ખેડાના કાપડના વહેપારીની દીકરી ધોરણ 8 માં ભણે છે. હાલ કપડવંજથી કારકિર્દી માટે જહેમત ઉઠાવતી માત્ર 13 વર્ષની નિત્યા બ્રહ્મક્ષત્રિયે સિલેક્ટરોને પોતાની ઓલરાઉન્ડર પ્રતિભાથી પસંદ કરવા માટે મજબુર કર્યા છે. કિશોરીના અદભુત પ્રદર્શનથી અભિભૂત થઈ BCCI દ્વારા તેણીનું સિલેક્શન કરાયું હતું. કપડવંજના કાપડના વહેપારીની દિકરી તનતોડ મહેનત 13 વર્ષિય નિત્યા છેલ્લા બે વર્ષથી દરરોજ કપડવંજથી 40 કિ.મી દૂર નડિઆદ એસ.ટી. બસમાં મુસાફરી કરીને નડિયાદ આવે છે. અહીં નડિયાદ શહેરમાં આવેલા જે એન્ડ જે કોલેજમાં બનાવવામાં આવેલ ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (KDCA) ના ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરતી હતી. તેણીની દરરોજ આવીને 400 મીટરના ગ્રાઉન્ડમાં 8 થી 10 રાઉન્ડ તો એમ જ લગાવી દે છે અને ખૂબ જ તનતોડ મહેનત અને ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે.ખેડા જીલ્લા ક્રિકેટ એસોસિએશન (KDCA)નો ખુબ સહયોહનિત્યા આ સિદ્ધિમાં તેના માતા પિતા અને દાદીમા સહીત મોટા પપ્પા અને મમ્મીનું યોગદાન વાગોળે છે. આ સાથે કોચ દર્શન રાજપૂતનો આભાર માનતા ખેડા ક્રિકેટ એસોસિઅનના પ્રમુખ મનીષભાઈ દેસાઈનું યોગદાન મુખ્ય ગણાવે છે. જેમણે સતત આગળ વધવાની પ્રેરણા આપી. ખેડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈ અન્ય દીકરીઓને પણ જોડી આ રીતે ગુજરાતનું ગૌરવ વધારવા ઉત્સુક છે. India લખેલી ટીશર્ટ પહેરી દેશ માટે રમવા કૃતજ્ઞનડિયાદમાંથી અક્ષર પટેલ, સ્મિત પટેલ જેવા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મેઘાવી પ્રતિભાને દર્શાવી છે ત્યારે ખેડામાં જન્મેલી દીકરી નિત્યા હાલ કપડવંજમાં રહીને ખેડાનું નામ રોશન કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટીશર્ટ પહેરવા અને મહિલા ક્રિકેટમાં દેશ માટે રમવા માટે કૃતસંકલ્પ બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BCCI વુમન્સ ક્રિકેટ ટીમમાં અન્ડર ફિફ્ટીન (15)માં ખેડા જીલ્લાની દિકરીના અથાગ પ્રયત્નો અને સંઘર્ષ બાદ પસંદગી થતા ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન(KDCA) અને ખેડા જીલ્લાનુ નામ રોશન કરતાં ખેડા જીલ્લાવાસીઓ તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. BCCI દ્વારા ભારતીય મહિલા ટીમમાં ખેડાની 13 વર્ષીય દીકરી નિત્યા બ્રહ્મક્ષત્રિયનું સિલેક્શન અંડર 15 ટીમ માટે કરવામાં આવ્યું છે.
BCCI દ્વારા ભારતીય ટીમમાં ખેડાની દીકરીનું સિલેક્શન
ખેડા જિલ્લાના ખેડા શહેરમાં જ જન્મેલી અને કાપડના વહેપારીની દિકરી નિત્યા બ્રમ્હક્ષત્રિયની મહિલા ક્રિકેટ ટીમમાં અંડર15 માં પસંદગી પામી છે. દેશનું અંડર 15 માં પસંદગી પામેલ ખેડાના કાપડના વહેપારીની દીકરી ધોરણ 8 માં ભણે છે. હાલ કપડવંજથી કારકિર્દી માટે જહેમત ઉઠાવતી માત્ર 13 વર્ષની નિત્યા બ્રહ્મક્ષત્રિયે સિલેક્ટરોને પોતાની ઓલરાઉન્ડર પ્રતિભાથી પસંદ કરવા માટે મજબુર કર્યા છે. કિશોરીના અદભુત પ્રદર્શનથી અભિભૂત થઈ BCCI દ્વારા તેણીનું સિલેક્શન કરાયું હતું.
કપડવંજના કાપડના વહેપારીની દિકરી તનતોડ મહેનત
13 વર્ષિય નિત્યા છેલ્લા બે વર્ષથી દરરોજ કપડવંજથી 40 કિ.મી દૂર નડિઆદ એસ.ટી. બસમાં મુસાફરી કરીને નડિયાદ આવે છે. અહીં નડિયાદ શહેરમાં આવેલા જે એન્ડ જે કોલેજમાં બનાવવામાં આવેલ ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (KDCA) ના ગ્રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરતી હતી. તેણીની દરરોજ આવીને 400 મીટરના ગ્રાઉન્ડમાં 8 થી 10 રાઉન્ડ તો એમ જ લગાવી દે છે અને ખૂબ જ તનતોડ મહેનત અને ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે.
ખેડા જીલ્લા ક્રિકેટ એસોસિએશન (KDCA)નો ખુબ સહયોહ
નિત્યા આ સિદ્ધિમાં તેના માતા પિતા અને દાદીમા સહીત મોટા પપ્પા અને મમ્મીનું યોગદાન વાગોળે છે. આ સાથે કોચ દર્શન રાજપૂતનો આભાર માનતા ખેડા ક્રિકેટ એસોસિઅનના પ્રમુખ મનીષભાઈ દેસાઈનું યોગદાન મુખ્ય ગણાવે છે. જેમણે સતત આગળ વધવાની પ્રેરણા આપી. ખેડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈ અન્ય દીકરીઓને પણ જોડી આ રીતે ગુજરાતનું ગૌરવ વધારવા ઉત્સુક છે.
India લખેલી ટીશર્ટ પહેરી દેશ માટે રમવા કૃતજ્ઞ
નડિયાદમાંથી અક્ષર પટેલ, સ્મિત પટેલ જેવા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મેઘાવી પ્રતિભાને દર્શાવી છે ત્યારે ખેડામાં જન્મેલી દીકરી નિત્યા હાલ કપડવંજમાં રહીને ખેડાનું નામ રોશન કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટીશર્ટ પહેરવા અને મહિલા ક્રિકેટમાં દેશ માટે રમવા માટે કૃતસંકલ્પ બની છે.