Mahisagarની મકેનાલ કેનાલામાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી, પાકને થયું નુકસાન

મહીસાગરમાં અતિવૃષ્ટિ બાદ કેનાલ વૃષ્ટિ સર્જાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે,મકેનાલ કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે.મહા મહેનતે તૈયાર કરેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં હેરાનગતિ તો થઈ છે,સાથે સાથે ખાનપુરના બામરોડા ગામ પાસે કેનાલમાં ગાબડા પડ્યા છે.સુજલામ સુફલામ કેનાલમાં 7 જેટલા ગાબડા પડ્યા હોવાની વાત સામે આવી છે અને અવાર-નવાર આ કેનાલમાં ગાબડા પડયા છે. શિયાળુ પાકને થયું નુકસાન મહિસાગરની કેનાલમાં ગાબડું પડવાની સાથે પાકને મોટાપાયે નુકસાન થયું છે સાથે સાથે ઘઉં, ચણા, મકાઇ સહિતના શિયાળુ પાકમાં નુકસાન જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે,ખેડૂતોની માંગ છે કે કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી બંધ કરી દેવામાં આવે.ખાનપુરના બામરોડા ગામ પાસેની કેનાલમાં આ ઘટના બની છે,ખેતરોની સાથે બામરોડા ગામના ચમાર ફળીયામાં આવેલ મકાન સુધી પાણી પહોંચ્યા છે અને જીલ્લા પ્રસાસન દ્વારા સત્વરે કેનાલ બંધ કરવા માંગ કરાઈ છે. લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા કેનાલમાં વહેલી સવારે અચાનક ગાબડું પડતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા હતા અને તાત્કાલિક ખેતરમાંથી પાણી કાઢવા લાગ્યા હતા હાલમાં શિયાળુ પાક ચાલુ હોવાથી મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કર્યુ છે અને પાકને નુકસાન થયું છે,સાથે સાથે આ પાણીનો પ્રવાહ એટલો હતો કે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે,હાલમાં તો પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવ્યો છે,પરંતુ જે રીતે કેનાલમાં ગાબડા પડે છે તેને જોઈને લાગે છે કે કેનાલમાં ફરીથી રીપેરીંગની કામગીરી થવી જોઈએ. બનાસકાંઠામાં કેનાલમાં પડે છે વારંવાર ગાબ઼ડા બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારની એક કેનાલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. વાવના દૈયપ ગામ નજીકથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળ્યા હતા. જેથી ખેડૂતને ખુબ મોટું નુકસાન પહોંચ્યુ છે.બનાસકાંઠા જિલ્લામાં ગાબડા પડવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વાવના દૈયપ માઈનોર પડતા કેનાલમાં ગાબડું પાડ્યું હતુ,એક અઠવાડિયા અગાઉ આ ગાબડું પડયું હતુ. 

Mahisagarની મકેનાલ કેનાલામાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી, પાકને થયું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગરમાં અતિવૃષ્ટિ બાદ કેનાલ વૃષ્ટિ સર્જાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે,મકેનાલ કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે.મહા મહેનતે તૈયાર કરેલા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં હેરાનગતિ તો થઈ છે,સાથે સાથે ખાનપુરના બામરોડા ગામ પાસે કેનાલમાં ગાબડા પડ્યા છે.સુજલામ સુફલામ કેનાલમાં 7 જેટલા ગાબડા પડ્યા હોવાની વાત સામે આવી છે અને અવાર-નવાર આ કેનાલમાં ગાબડા પડયા છે.

શિયાળુ પાકને થયું નુકસાન

મહિસાગરની કેનાલમાં ગાબડું પડવાની સાથે પાકને મોટાપાયે નુકસાન થયું છે સાથે સાથે ઘઉં, ચણા, મકાઇ સહિતના શિયાળુ પાકમાં નુકસાન જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે,ખેડૂતોની માંગ છે કે કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી બંધ કરી દેવામાં આવે.ખાનપુરના બામરોડા ગામ પાસેની કેનાલમાં આ ઘટના બની છે,ખેતરોની સાથે બામરોડા ગામના ચમાર ફળીયામાં આવેલ મકાન સુધી પાણી પહોંચ્યા છે અને જીલ્લા પ્રસાસન દ્વારા સત્વરે કેનાલ બંધ કરવા માંગ કરાઈ છે.


લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા

કેનાલમાં વહેલી સવારે અચાનક ગાબડું પડતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા હતા અને તાત્કાલિક ખેતરમાંથી પાણી કાઢવા લાગ્યા હતા હાલમાં શિયાળુ પાક ચાલુ હોવાથી મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કર્યુ છે અને પાકને નુકસાન થયું છે,સાથે સાથે આ પાણીનો પ્રવાહ એટલો હતો કે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે,હાલમાં તો પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવ્યો છે,પરંતુ જે રીતે કેનાલમાં ગાબડા પડે છે તેને જોઈને લાગે છે કે કેનાલમાં ફરીથી રીપેરીંગની કામગીરી થવી જોઈએ.

બનાસકાંઠામાં કેનાલમાં પડે છે વારંવાર ગાબ઼ડા

બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારની એક કેનાલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. વાવના દૈયપ ગામ નજીકથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળ્યા હતા. જેથી ખેડૂતને ખુબ મોટું નુકસાન પહોંચ્યુ છે.બનાસકાંઠા જિલ્લામાં ગાબડા પડવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વાવના દૈયપ માઈનોર પડતા કેનાલમાં ગાબડું પાડ્યું હતુ,એક અઠવાડિયા અગાઉ આ ગાબડું પડયું હતુ.