Gujaratનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્રિપ્ટોમાં રોકાણ કરતો હોવાનો ઘટસ્ફોટ, વાંચો Inside Story

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે જેમાં ઝાલા ક્રિપ્ટોમાં રોકાણ કરતો હોવાનો ઘટસ્ફોટ પોલીસની તપાસમાં થયો છે,ઝાલાએ 3 વર્ષમાં 3.96 કરોડની જમીન ખરીદી છે અને હાલમાં મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતર્યો છે,સાબરકાંઠા અને અરવલ્લીમાં જમીનો ખરીદી હોવાની વાત સામે આવી છે.3 વર્ષમાં ઝાલાએ 10 એકરથી વધુ જમીન ખરીદી કરી છે,ઝાલા પાસે લીંભોઈ નજીક 49.50 લાખનું ફાર્મહાઉસ લીધુ છે અને એજન્ટો લોકોના રુપિયે લક્ઝુરિયસ કારમાં ફરતા હતા.ક્રાઈમ બ્રાન્ચે CA રૂષિત મહેતાની કરી પૂછપરછ.CIDએ આરોપી આશિક ભરથરીની કરી છે ધરપકડ હિંમતનગરના મહેતાપુરમાં આરોપી આશિક ભરથરીનું નિવાસસ્થાન છે,તો આશિક ભરથરી BZની ઓફિસમાં નોકરી કરતો હતો અને તેને મદદ પણ કરતો હોવાની વાત સામે આવી છે.સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાનના એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.એજન્ટોનું રોકાણકારો સાથે મોટા નેટવર્કની આશંકા સેવાઈ રહી છે.સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ છે ઝડપાયેલા સાત આરોપી પૈકી એક આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા તો હજી પોલીસ પકડથી દૂર BZ ગ્રુપનો માલિક અને કરોડોનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગી ગયો છે. નોંધનીય છે કે, કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરકડકથી બચવા માટે વિદેશ ફરાર થઈ ગયો હોવાની તેના નજીકના વર્તુળમાં ચર્ચા થતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આરોપી ભૂપેન્દ્રસિંહનો પ્લાન નેપાળ અથવા માલદીવમાં સંતાઈ રહેવાનો હોઈ શકે છે. ફાર્મ હાઉસ પણ મોંઘામોંઘા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીનાં ફાર્મ હાઉસના પુરાવા સામે આવ્યા છે.જેમાં લીંભોઈ ગામ નજીક મહાઠગે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની વાત સામે આવી છે,જુલાઈ મહિનામાં જ કરોડો રૂપિયામાં ખરીદ્યું ફાર્મ હાઉસ.ફાર્મ હાઉસ માટે રોકડા 49.45 લાખ ચૂકવ્યા હતા અને જુલાઈમાં જ કૌભાંડીએ ખરીદી હતી શાળા. સીઆઈડી ક્રાઈમ પણ કરી રહી છે તપાસ 18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.  

Gujaratનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્રિપ્ટોમાં રોકાણ કરતો હોવાનો ઘટસ્ફોટ, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે જેમાં ઝાલા ક્રિપ્ટોમાં રોકાણ કરતો હોવાનો ઘટસ્ફોટ પોલીસની તપાસમાં થયો છે,ઝાલાએ 3 વર્ષમાં 3.96 કરોડની જમીન ખરીદી છે અને હાલમાં મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતર્યો છે,સાબરકાંઠા અને અરવલ્લીમાં જમીનો ખરીદી હોવાની વાત સામે આવી છે.3 વર્ષમાં ઝાલાએ 10 એકરથી વધુ જમીન ખરીદી કરી છે,ઝાલા પાસે લીંભોઈ નજીક 49.50 લાખનું ફાર્મહાઉસ લીધુ છે અને એજન્ટો લોકોના રુપિયે લક્ઝુરિયસ કારમાં ફરતા હતા.ક્રાઈમ બ્રાન્ચે CA રૂષિત મહેતાની કરી પૂછપરછ.

CIDએ આરોપી આશિક ભરથરીની કરી છે ધરપકડ

હિંમતનગરના મહેતાપુરમાં આરોપી આશિક ભરથરીનું નિવાસસ્થાન છે,તો આશિક ભરથરી BZની ઓફિસમાં નોકરી કરતો હતો અને તેને મદદ પણ કરતો હોવાની વાત સામે આવી છે.સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાનના એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.એજન્ટોનું રોકાણકારો સાથે મોટા નેટવર્કની આશંકા સેવાઈ રહી છે.સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ છે ઝડપાયેલા સાત આરોપી પૈકી એક આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા તો હજી પોલીસ પકડથી દૂર

BZ ગ્રુપનો માલિક અને કરોડોનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગી ગયો છે. નોંધનીય છે કે, કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરકડકથી બચવા માટે વિદેશ ફરાર થઈ ગયો હોવાની તેના નજીકના વર્તુળમાં ચર્ચા થતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આરોપી ભૂપેન્દ્રસિંહનો પ્લાન નેપાળ અથવા માલદીવમાં સંતાઈ રહેવાનો હોઈ શકે છે.

ફાર્મ હાઉસ પણ મોંઘામોંઘા

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીનાં ફાર્મ હાઉસના પુરાવા સામે આવ્યા છે.જેમાં લીંભોઈ ગામ નજીક મહાઠગે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની વાત સામે આવી છે,જુલાઈ મહિનામાં જ કરોડો રૂપિયામાં ખરીદ્યું ફાર્મ હાઉસ.ફાર્મ હાઉસ માટે રોકડા 49.45 લાખ ચૂકવ્યા હતા અને જુલાઈમાં જ કૌભાંડીએ ખરીદી હતી શાળા.

સીઆઈડી ક્રાઈમ પણ કરી રહી છે તપાસ

18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.