ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું થતાં પાલિકા તંત્રને રાહત: કોઝવેની સપાટી 10 મીટરથી ઘટી
તાપી નદી પરના ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી સતત 2.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું જે ઘટીને 1.50 લાખ ક્યુસેક થતાં પાલિકા તંત્રનું ટેન્શન ઘટ્યું છે. કાદરશાની નાળ માં ગટરના પાણી ઓસરી જતાં સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઝવેની સપાટી સાથે તાપી નદીની સપાટીમાં ઘટાડો થયો છે જેના કારણે હવે બપોર બાદ ફ્લડ ગેટ ખોલવા અંગે નિર્ણય કરાશે. તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાંથી આજે સવારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતા સુરતના વિયર કમ કોઝવેની સપાટી 10.2 મીટરથી ઘટીને 9.50 મીટર પર સ્થિર થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા પાલિકા તંત્રને હાલ પુરતો રાહ થઈ છે. ફ્લડ ગેટ બંધ થવાથી કાદરશાની નાળમાં ગટરના પાણી ભરાયા હતા તે પાણી હવે ઓસરવાનું શરૂ થતાં પાલિકા તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા મોસામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પારાવાર ગંદકી અને કાદવ - કિચ્ચડ વચ્ચે સેન્ટ્રલ ઝોન સહિત લિંબાયત અને ઉધના ઝોનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાન બાદ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાપી નદી પરના ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી સતત 2.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું જે ઘટીને 1.50 લાખ ક્યુસેક થતાં પાલિકા તંત્રનું ટેન્શન ઘટ્યું છે. કાદરશાની નાળ માં ગટરના પાણી ઓસરી જતાં સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઝવેની સપાટી સાથે તાપી નદીની સપાટીમાં ઘટાડો થયો છે જેના કારણે હવે બપોર બાદ ફ્લડ ગેટ ખોલવા અંગે નિર્ણય કરાશે.
તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાંથી આજે સવારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતા સુરતના વિયર કમ કોઝવેની સપાટી 10.2 મીટરથી ઘટીને 9.50 મીટર પર સ્થિર થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા પાલિકા તંત્રને હાલ પુરતો રાહ થઈ છે. ફ્લડ ગેટ બંધ થવાથી કાદરશાની નાળમાં ગટરના પાણી ભરાયા હતા તે પાણી હવે ઓસરવાનું શરૂ થતાં પાલિકા તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા મોસામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પારાવાર ગંદકી અને કાદવ - કિચ્ચડ વચ્ચે સેન્ટ્રલ ઝોન સહિત લિંબાયત અને ઉધના ઝોનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાન બાદ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો.