Ahmedabad: બોપલમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ગ્રામ્ય પોલીસે 10 શખ્સોની કરી અટકાયત
અમદાવાદ: શહેરના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાનમાંથી 73.10 લાખની લૂંટના કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બોપલમાં બંદૂકની અણીએ ચલાવેલી લૂંટ મામલે ગ્રામ્ય પોલીસે 10 શખ્સોની અટકાયત કરી છે.ગત ગુરુવારે બોપલમાં બપોરે બનેલી લૂંટની ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ચાર ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં બંદૂકની અણીએ ચલાવેલી લૂંટ ઉત્તર પ્રદેશની ગેંગે કરી હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ શહેરના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાનમાંથી 73.10 લાખની લૂંટના કેસમાં ગ્રામ્ય પોલીસે ઉત્તરપ્રદેશથી 10 શખ્સોની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસે લૂંટારુ ગેંગની પૂછપરછ હાથ ધરી છે.કનકપુરા જવેલર્સમાં લૂંટના CCTV ફૂટેજ આવ્યા સામેઅમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરુવારે એટલે કે 2 ડિસેમ્બરે ધોળા દિવસે લૂંટ થઈ હતી. આ લૂંટારુઓ હેલ્મેટ પહેરીને તથા મોં પર નકાબ બાંધીને કનકપુરા જ્વેલર્સમાં ઘૂસી ગયા હતા. જ્યાં લૂંટારુઓએ દુકાનમાં હાજર માલિક ભરત લોઢિયા અને મનોજ મકવાણાને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં મૂકેલા તમામ દાગીના માત્ર ચાર જ મિનિટમાં લૂંટીને લઈ ગયા હતા. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવીને દુકાનમાં હાજર લોકોને ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ભાગી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ: શહેરના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાનમાંથી 73.10 લાખની લૂંટના કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બોપલમાં બંદૂકની અણીએ ચલાવેલી લૂંટ મામલે ગ્રામ્ય પોલીસે 10 શખ્સોની અટકાયત કરી છે.
ગત ગુરુવારે બોપલમાં બપોરે બનેલી લૂંટની ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ચાર ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં બંદૂકની અણીએ ચલાવેલી લૂંટ ઉત્તર પ્રદેશની ગેંગે કરી હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ શહેરના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાનમાંથી 73.10 લાખની લૂંટના કેસમાં ગ્રામ્ય પોલીસે ઉત્તરપ્રદેશથી 10 શખ્સોની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસે લૂંટારુ ગેંગની પૂછપરછ હાથ ધરી છે.
કનકપુરા જવેલર્સમાં લૂંટના CCTV ફૂટેજ આવ્યા સામે
અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરુવારે એટલે કે 2 ડિસેમ્બરે ધોળા દિવસે લૂંટ થઈ હતી. આ લૂંટારુઓ હેલ્મેટ પહેરીને તથા મોં પર નકાબ બાંધીને કનકપુરા જ્વેલર્સમાં ઘૂસી ગયા હતા. જ્યાં લૂંટારુઓએ દુકાનમાં હાજર માલિક ભરત લોઢિયા અને મનોજ મકવાણાને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં મૂકેલા તમામ દાગીના માત્ર ચાર જ મિનિટમાં લૂંટીને લઈ ગયા હતા. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવીને દુકાનમાં હાજર લોકોને ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ભાગી રહ્યા છે.