Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, 150થી વધુ ગુણીની આવક
ગોંડલમાં દિવાળીના તહેવારની રજાઓ પહેલા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.50થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે 1200થી વધુ વાહનોની 5 કિ.મી. લાંબી કતારો લાગી હતી. યાર્ડમાં મોડીરાત્રે ખેડૂતોનો માલ વ્યવસ્થિત જગ્યા પર ઉતરે તે માટે વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ખડેપગે રહ્યા હતા. 20 કિલોની રૂ.600 થી 1200 બોલાયા હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂ.600 થી રૂ.1200 સુધીના બોલાયા હતા. જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂ.700 થી રૂ.1700 સુધીના બોલાયા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં 20325 બોરી મગફળીની આવક થઈ હતી હિંમતનગર માર્કેટયાર્ડમાં મંગળવારે 20325 બોરી મગફળીની આવક થતાંની સાથે ભાવ ગગડ્યા છે અને શેરબજારની જેમ જ મહત્તમ ભાવે 1500નું લેવલ ગુમાવ્યું છે. દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આવક વધવાની સાથે ખરીદ ભાવમાં ચોખ્ખો ઘટાડો થઈ રહ્યો છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં ગત સપ્તાહના અંતેથી મગફળીની આવક વધી રહી છે. શનિવાર બાદ સોમવારે ફરીથી 19,310 બોરીની આવક થયા બાદ મંગળવારે 20,325 બોરીની આવક થઈ હતી. માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થતાંની સાથે અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી ખેડૂત પોતાની જણસ વેચવા મજબૂર હોઈ બે દિવસથી મગફળીના મહત્તમ ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે 1050 થી 1490ના ભાવે 35519 મણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આવક વધતાની સાથે ભાવ પણ ઘટવા માંડી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોંડલમાં દિવાળીના તહેવારની રજાઓ પહેલા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયું છે. યાર્ડમાં સિઝનની સૌથી વધુ 1.50થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બન્ને બાજુ અંદાજે 1200થી વધુ વાહનોની 5 કિ.મી. લાંબી કતારો લાગી હતી. યાર્ડમાં મોડીરાત્રે ખેડૂતોનો માલ વ્યવસ્થિત જગ્યા પર ઉતરે તે માટે વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ખડેપગે રહ્યા હતા.
20 કિલોની રૂ.600 થી 1200 બોલાયા
હરાજીમાં રેગ્યુલર મગફળીના 20 કિલોના ભાવ રૂ.600 થી રૂ.1200 સુધીના બોલાયા હતા. જ્યારે 66 નંબરની મગફળીના 20 કિલોના ભાવ રૂ.700 થી રૂ.1700 સુધીના બોલાયા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.
હિંમતનગર માર્કેટયાર્ડમાં 20325 બોરી મગફળીની આવક થઈ હતી
હિંમતનગર માર્કેટયાર્ડમાં મંગળવારે 20325 બોરી મગફળીની આવક થતાંની સાથે ભાવ ગગડ્યા છે અને શેરબજારની જેમ જ મહત્તમ ભાવે 1500નું લેવલ ગુમાવ્યું છે. દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આવક વધવાની સાથે ખરીદ ભાવમાં ચોખ્ખો ઘટાડો થઈ રહ્યો છે.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં ગત સપ્તાહના અંતેથી મગફળીની આવક વધી રહી છે. શનિવાર બાદ સોમવારે ફરીથી 19,310 બોરીની આવક થયા બાદ મંગળવારે 20,325 બોરીની આવક થઈ હતી. માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થતાંની સાથે અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી ખેડૂત પોતાની જણસ વેચવા મજબૂર હોઈ બે દિવસથી મગફળીના મહત્તમ ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે 1050 થી 1490ના ભાવે 35519 મણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આવક વધતાની સાથે ભાવ પણ ઘટવા માંડી છે.