Mehsanaના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ 2025

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫નું તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ – ઓડીસી – કુચીપૂડી – મોહિની અટ્ટમ – કથ્થક- કથકલી - મણિપુરી – કથક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.
સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે
યાદીમાં વધુમાં જણાવાયું છે કે,ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.
વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન
ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૧૯૯૨થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિ- દિવસીય કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા કલાક્ષેત્રના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે તેમ,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
What's Your Reaction?






