ગુજરાતમાં અનેક લોકો સાથે ઠગાઇ કરનાર વડોદરામાં બરમૂડો પહેરી ભાગતો ભેજાબાજ ચિંતન પટેલ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૃચ તા.૩૧ ભરૃચમાં રાજકીય અગ્રણી મહિલાના ફોટા એડિટ કરી વાયરલ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં કોર્ટમાં હાજર ન રહેનાર ભેજાબાજ ચિંતન પટેલને કોર્ટે સતત બીજી વખત વોરંટ કાઢીને સાયબર ક્રાઇમ પોલીસને આપતા પોલીસે આરોપીને ઝડપી પાડવા વડોદરામાં ધામા નાખતા પોલીસને જોઈ ચિંતન પટેલ વડોદરામાં ચાર મકાનના ધાબા કૂદી ચાલુ રિક્ષામાં બેસી ભાગવા જતા આખરે પોલીસે ચિંતન પટેલને પહેરેલા કપડે ઝડપી પાડી ભરૃચ લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો.
ભરૃચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મહિલા અગ્રણીએ એક ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે મારા ફોટાનો દુરુપયોગ કરી તેને એડિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરી ત્રાસ આપે છે અને મારી રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાનું કાવતરું રચે છે. જે તે સમયે પોલીસે ચિંતન પ્રભુદાસ પટેલને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં કેસ દરમિયાન ચિંતન પટેલ કોર્ટમાં હાજર ન રહેતા આખરે કોર્ટ દ્વારા સીઆરપીસી મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?






