મહિલા વકીલ સાથે છેતરપિંડી કરીને દુષ્કર્મ મામલે IPSની મુશ્કેલી વધી

અમદાવાદ, શુક્રવારગાંધીનગર પોલીસ ભવનમાં  એસપીનો હોદો ધરાવતા આઇપીએસ એધિકારીએ મહિલા વકીલ સાથે દુષ્કર્મ કરવાના ગંભીર આક્ષેપને મામલે થયેલી અરજી સંદર્ભમાં રાજ્યના ગૃૃહવિભાગે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જેથી એડીજીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.  આ અંગે આઇપીએસ અધિકારી વિરૂદ્ધના તમામ પુરાવા એકત્ર કરાયા છે. જેમાં તે આઇપીએસ અધિકારીના એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ, વોટ્સએપ ચેટ, ઓડીયો ક્લીપ જેવા મહત્વના પુરાવા છે. જેથી આઇપીએસ અધિકારીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી તપાસ બાદ આઇપીએસની ભૂમિકા નક્કી થશે તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવાની સુચના પણ રાજ્યના ગૃહવિભાગ દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં પોલીસ ભવનમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા એક આઇપીએસ અધિકારીએ પોતે અપરણીત હોવાનું કહીને મહિલા વકીલ સાથે મિત્રતા કેળવીને તેની સાથે શારિરીક સંબધ બાંધ્યા હતા. જો કે તે  પરણિત હોવાની જાણ થતા મહિલા વકીલે તેની સાથે સંબધ કાપી નાખ્યા હતા અને અમદાવાદ ખાતે લગ્ન કરીને તેનો ભુતકાળ ભુલવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ, આઇપીએસ અધિકારીએ મહિલા વકીલને સતત કોલ કરીને પરેશાન કરતા વાત તેના પતિ સુધી પહોંચી હતી. જેના આધારે રાજ્યના ગૃહવિભાગ, ડીજીપી વિકાસ સહાય ઉપરાંત રાષ્ટ્રપતિ અને પીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે ગૃહવિભાગે ડીજીપીને તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા હતા. જેથી આ કેસની તપાસ એડીજીપીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે મહિલા વકીલના પતિ પાસેથી આઇપીએસની વોટ્સએપ ચેટ, આઇપીએસના ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી ફુટેજ તેમજ મહિલાના પતિ અને આઇપીએસ અધિકારી વચ્ચેનો ૪૨ મિનિટની ઓડિયો ક્લીપનો સમાવેશ થાય છે.   આ અંગે એક સિનિયર આઇપીએસ અધિકારીએ જણાવ્યું કે અરજીને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે એસ પી કક્ષાના અધિકારી વિરૂદ્ધના પુરાવા હોવાથી પ્રાથમિક રિપોર્ટ બાદ તેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. આમ, એસપી કક્ષાના આઇપીએસ અધિકારીની મુશ્કેલી વધી શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

મહિલા વકીલ સાથે છેતરપિંડી કરીને દુષ્કર્મ મામલે IPSની મુશ્કેલી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

ગાંધીનગર પોલીસ ભવનમાં  એસપીનો હોદો ધરાવતા આઇપીએસ એધિકારીએ મહિલા વકીલ સાથે દુષ્કર્મ કરવાના ગંભીર આક્ષેપને મામલે થયેલી અરજી સંદર્ભમાં રાજ્યના ગૃૃહવિભાગે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જેથી એડીજીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છેઆ અંગે આઇપીએસ અધિકારી વિરૂદ્ધના તમામ પુરાવા એકત્ર કરાયા છે. જેમાં તે આઇપીએસ અધિકારીના એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ, વોટ્સએપ ચેટ, ઓડીયો ક્લીપ જેવા મહત્વના પુરાવા છે. જેથી આઇપીએસ અધિકારીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેથી તપાસ બાદ આઇપીએસની ભૂમિકા નક્કી થશે તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવાની સુચના પણ રાજ્યના ગૃહવિભાગ દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં પોલીસ ભવનમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા એક આઇપીએસ અધિકારીએ પોતે અપરણીત હોવાનું કહીને મહિલા વકીલ સાથે મિત્રતા કેળવીને તેની સાથે શારિરીક સંબધ બાંધ્યા હતા. જો કે તે  પરણિત હોવાની જાણ થતા મહિલા વકીલે તેની સાથે સંબધ કાપી નાખ્યા હતા અને અમદાવાદ ખાતે લગ્ન કરીને તેનો ભુતકાળ ભુલવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ, આઇપીએસ અધિકારીએ મહિલા વકીલને સતત કોલ કરીને પરેશાન કરતા વાત તેના પતિ સુધી પહોંચી હતી. જેના આધારે રાજ્યના ગૃહવિભાગ, ડીજીપી વિકાસ સહાય ઉપરાંત રાષ્ટ્રપતિ અને પીએમઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે ગૃહવિભાગે ડીજીપીને તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા હતા. જેથી આ કેસની તપાસ એડીજીપીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે.

જેમાં પોલીસે મહિલા વકીલના પતિ પાસેથી આઇપીએસની વોટ્સએપ ચેટ, આઇપીએસના ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના સીસીટીવી ફુટેજ તેમજ મહિલાના પતિ અને આઇપીએસ અધિકારી વચ્ચેનો ૪૨ મિનિટની ઓડિયો ક્લીપનો સમાવેશ થાય છે.   આ અંગે એક સિનિયર આઇપીએસ અધિકારીએ જણાવ્યું કે અરજીને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે એસ પી કક્ષાના અધિકારી વિરૂદ્ધના પુરાવા હોવાથી પ્રાથમિક રિપોર્ટ બાદ તેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. આમ, એસપી કક્ષાના આઇપીએસ અધિકારીની મુશ્કેલી વધી શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે.