Agriculture News: ખેતીની સાથે બકરી ઉછેર..! કેન્દ્ર સરકાર આપશે 1 કરોડની લોન
કેન્દ્ર સરકારની બકરી ઉછેર યોજના પશુપાલકોને કરશે માલામાલપશુપાલકોને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીની નવી તકોનું થશે સર્જનપશુપાલકોને મળી શકે છે 1 કરોડ રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકારની બકરી ઉછેર યોજના એ ગ્રામીણ પશુપાલકોની આવક વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીની નવી તકોનું સર્જન કરવાનું મહત્વનું માધ્યમ છે. આ યોજના હેઠળ પશુપાલકોને 1 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આમાં, 50 ટકા ગ્રાન્ટ ઉપલબ્ધ છે, જેથી તેઓ સરળતાથી બકરી પાલન વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે સશક્ત બની શકે.કેન્દ્ર સરકારની બકરી ઉછેરની યોજના નેશનલ હાર્વેસ્ટર મિશન નામથી ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ 20 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જેમાં 50 ટકા ગ્રાન્ટ આપવાની છે એટલે કે દરેક એક કરોડ માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.1 કરોડ રૂપિયાની યોજનામાં 500 બકરા અને 25 બકરીઓનો સમાવેશ થાય છે. આ સ્કીમ સંપૂર્ણપણે ઓનલાઈન છે. NML ના ઉદ્યમી મિત્ર પોર્ટલ પર ઉપલબ્ધ છે. જિલ્લાના 8 જેટલા કેસો મંજૂર છે. ખાસ વાત એ છે કે તમામ જાનવરોનો વીમો લેવામાં આવ્યો છે કે જો કોઈ નુકશાન થશે તો વીમા કંપની ચૂકવશે. વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે.ગ્રાન્ટ બે હપ્તામાં આપવામાં આવશે યોજનાનો લાભ મેળવવા માટે, રસ ધરાવનાર વ્યક્તિએ પહેલા માર્જિન મની તરીકે 10 ટકા રકમ જમા કરાવવી પડશે. 90 ટકા લોન બેંક દ્વારા આપવામાં આવે છે. ગ્રાન્ટની રકમ બે હપ્તામાં મળે છે. પ્રથમ હપ્તો યોજનાની મધ્યમાં અને બીજો હપ્તો યોજનાના અંતે આપવામાં આવશે.ફાર્મ હાઉસ માટે જમીનની શરતો બકરી ઉછેર યોજના હેઠળ ફાર્મ હાઉસ સ્થાપવા માટે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી ફરજિયાત છે. આ જમીન પોતાની હોવી જોઈએ અથવા લીઝ પર લઈ શકાય છે, જો જરૂરી દસ્તાવેજો અને જમીનનું પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવે. પાત્રતા અને જરૂરી દસ્તાવેજોઅરજદારની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારને બકરી ઉછેર અથવા ખેતી સંબંધિત અનુભવ હોવો જોઈએ. અરજદાર પાસે 1 એકર જમીન હોવી જોઈએ, જેને બકરી ફાર્મ હાઉસ તરીકે વિકસાવી શકાયઆ દસ્તાવેજો જરૂરી આધાર કાર્ડ જમીનની માલિકીનું પ્રમાણપત્ર અથવા લીઝ લેટર બેંક ખાતાની વિગતો બકરી ઉછેર સંબંધિત તાલીમ અથવા અનુભવ પ્રમાણપત્રયોજનાનો લાભ કેવી રીતે મેળવવો આ યોજનાનો લાભ મેળવવા રસ ધરાવતા લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે તમારે તમારી નજીકની વેટરનરી હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે. અરજી મંજૂર થયા બાદ બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માટે લોન અને અનુદાનની પ્રક્રિયા શરૂ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કેન્દ્ર સરકારની બકરી ઉછેર યોજના પશુપાલકોને કરશે માલામાલ
- પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીની નવી તકોનું થશે સર્જન
- પશુપાલકોને મળી શકે છે 1 કરોડ રૂપિયા સુધીની લોન
કેન્દ્ર સરકારની બકરી ઉછેર યોજના એ ગ્રામીણ પશુપાલકોની આવક વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીની નવી તકોનું સર્જન કરવાનું મહત્વનું માધ્યમ છે. આ યોજના હેઠળ પશુપાલકોને 1 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આમાં, 50 ટકા ગ્રાન્ટ ઉપલબ્ધ છે, જેથી તેઓ સરળતાથી બકરી પાલન વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે સશક્ત બની શકે.
કેન્દ્ર સરકારની બકરી ઉછેરની યોજના નેશનલ હાર્વેસ્ટર મિશન નામથી ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ 20 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જેમાં 50 ટકા ગ્રાન્ટ આપવાની છે એટલે કે દરેક એક કરોડ માટે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.
1 કરોડ રૂપિયાની યોજનામાં 500 બકરા અને 25 બકરીઓનો સમાવેશ થાય છે. આ સ્કીમ સંપૂર્ણપણે ઓનલાઈન છે. NML ના ઉદ્યમી મિત્ર પોર્ટલ પર ઉપલબ્ધ છે. જિલ્લાના 8 જેટલા કેસો મંજૂર છે. ખાસ વાત એ છે કે તમામ જાનવરોનો વીમો લેવામાં આવ્યો છે કે જો કોઈ નુકશાન થશે તો વીમા કંપની ચૂકવશે. વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે.
ગ્રાન્ટ બે હપ્તામાં આપવામાં આવશે
યોજનાનો લાભ મેળવવા માટે, રસ ધરાવનાર વ્યક્તિએ પહેલા માર્જિન મની તરીકે 10 ટકા રકમ જમા કરાવવી પડશે. 90 ટકા લોન બેંક દ્વારા આપવામાં આવે છે. ગ્રાન્ટની રકમ બે હપ્તામાં મળે છે. પ્રથમ હપ્તો યોજનાની મધ્યમાં અને બીજો હપ્તો યોજનાના અંતે આપવામાં આવશે.
ફાર્મ હાઉસ માટે જમીનની શરતો
બકરી ઉછેર યોજના હેઠળ ફાર્મ હાઉસ સ્થાપવા માટે ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી ફરજિયાત છે. આ જમીન પોતાની હોવી જોઈએ અથવા લીઝ પર લઈ શકાય છે, જો જરૂરી દસ્તાવેજો અને જમીનનું પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવે.
પાત્રતા અને જરૂરી દસ્તાવેજો
- અરજદારની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદારને બકરી ઉછેર અથવા ખેતી સંબંધિત અનુભવ હોવો જોઈએ.
- અરજદાર પાસે 1 એકર જમીન હોવી જોઈએ, જેને બકરી ફાર્મ હાઉસ તરીકે વિકસાવી શકાય
આ દસ્તાવેજો જરૂરી
- આધાર કાર્ડ
- જમીનની માલિકીનું પ્રમાણપત્ર અથવા લીઝ લેટર
- બેંક ખાતાની વિગતો
- બકરી ઉછેર સંબંધિત તાલીમ અથવા અનુભવ પ્રમાણપત્ર
યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
આ યોજનાનો લાભ મેળવવા રસ ધરાવતા લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે તમારે તમારી નજીકની વેટરનરી હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે. અરજી મંજૂર થયા બાદ બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માટે લોન અને અનુદાનની પ્રક્રિયા શરૂ થાય છે.