Gujaratમાં રબારી સમાજમાં ચાલતા દૂષણો બંધ કરવા ઠરાવ નક્કી કરાયો, વાંચો STORY
શહેરમાં રબારી સમાજની અંદાજે 4 લાખ જેટલી વસ્તી રહેતી છે, સમાજમાં અંતિમ કેટલા વર્ષોથી કુરિવાજો ચાલતા આવ્યા છે.સમાજમાં ખોટા ખર્ચા ના થાય તેને લઈ રબારી સમાજ દ્વારા અમુક ઠરાવો નક્કી કરવામાં આવ્યા છે,જે ઠરાવોને લઈ તમામ લોકોએ તેને ફોલો કરવામાં રહેશે.આવતીકાલે આ મામલે બેઠક પણ યોજાવવા જઈ રહી છે.જાણો શું છે મુદ્દા 01-પ્રિ-વેડિંગ ફોટો શૂટની પ્રથા બંધ કરવા ઠરાવ 02-લગ્નમાં 20 તોલાની જગ્યાએ 5 તોલા સોનું આપવા ઠરાવ 03-લગ્ન માટે દીકરીના રૂપિયા બંધ કરવા ઠરાવ 04-સગાઇમાં હોટેલ પ્રથા બંધ કરી ઘરે આયોજન કરવું 05-સગાઇમાં વધુ ખર્ચ ન થાય તે માટે કરાશે ઠરાવ 06-સગાઇમાં મોંઘા મોબાઇલ આપવાનું બંધ કરવા ઠરાવ 07-ગિફ્ટ આર્ટિકલ અને પેકિંગમાં સજાવટ બંધ કરવા ઠરાવ 08-શ્રીમંત, મહેંદી, બર્થ ડેમાં ખોટા દેખાડા બંધ કરવા ઠરાવ 09-દવાખાનામાં દર્દીને મળવા જવા આગ્રહ ટાળવા ઠરાવ નવા ભવનનું નિર્માણ વૈષ્ણોદેવી ખાતે સમાજ સૌથી મોટું ભવન તૈયાર કરવામાં આવશે, હાલ 200 વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી માટે તાલીમ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 2026 સુધી આ ભવનની શરૂઆત કરવામાં આવશે. આ ભવન 10 માળ હશે. રાજ્ય ભરના રબારી સમાજના વિદ્યાર્થીઓને ભવનમાં ઉતારો આપવામાં આવશે. 10 વીઘા જગ્યા પર આ ભવનનું નિર્માણ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -