Raghavji Patelની મહત્વની બેઠક, વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીની કરી સમીક્ષા

કૃષિ વિભાગના અધિકારીઓને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં સર્વેની સૂચનાસૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 12 જિલ્લાઓમાં સર્વે પર ભાર આપવાની સૂચના સાથે જ પાણી ભરાયેલા વિસ્તારોની વિગતો મેળવવાની પણ આપી સૂચના રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વની બેઠક યોજી છે અને આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ સાથે કૃષિ મંત્રીએ રાજ્યમાં વરસાદને પગલે થયેલા નુકસાનની સમીક્ષા કરી છે. રાજ્યમાં ભારે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીની સમીક્ષા કરવામાં આવી છે. પોરબંદર, દેવભૂમી દ્વારકા, જામનગર, ભરૂચ, આણંદ, પંચમહાલમાં સર્વેને પ્રાથમિકતા કૃષિ મંત્રી રાઘવજી પટલે રાજ્યના વરસાદ અને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં સર્વેની પ્રાથમિકતા આપવા સૂચના આપી છે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના 12 જિલ્લાઓમાં સર્વે પર ભાર મુકવા માટે પણ સૂચના આપી છે. આ સાથે જ પોરબંદર, દેવભૂમી દ્વારકા, જામનગર, ભરૂચ, આણંદ તથા પંચમહાલ સહિતના વિસ્તારોમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે. ત્યારે વરસાદી પાણી ભરાયેલા હોય વિસ્તારોની વિગતો મેળવવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રાજ્યના 13 હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા તમને જણાવી દઈએ કે દેશ મોટાભાગે ખેતી પર આધારિત છે અને ચોમાસાની સિઝનમાં 1000 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવણી કરવામાં આવી છે, હવે વરસાદના કારણે પાકને મોટુ નુકસાન થયુ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાન મધ્યમાં ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ સહિત અન્ય પાકોની લણણી શરૂ કરી દેવામાં આવે છે. ગુજરાતમાં વરસાદે કહેર બનીને આ વર્ષે વરસ્યો છે અને રાજ્યના તેર હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા છે. અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હોવાની પણ ફરિયાદો સામે આવી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત 4 દિવસથી વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પણ ખરાબ થઈ છે. બાવળા તાલુકાના નાનોદરા, વાસણા, ચવલા, સાકોડ, ઢેઢાળવાસણા, મેટાળ, અમીપુરા, કેસરડી વગેરે ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

Raghavji Patelની મહત્વની બેઠક, વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીની કરી સમીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કૃષિ વિભાગના અધિકારીઓને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં સર્વેની સૂચના
  • સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 12 જિલ્લાઓમાં સર્વે પર ભાર આપવાની સૂચના
  • સાથે જ પાણી ભરાયેલા વિસ્તારોની વિગતો મેળવવાની પણ આપી સૂચના

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વની બેઠક યોજી છે અને આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ સાથે કૃષિ મંત્રીએ રાજ્યમાં વરસાદને પગલે થયેલા નુકસાનની સમીક્ષા કરી છે. રાજ્યમાં ભારે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીની સમીક્ષા કરવામાં આવી છે.

પોરબંદર, દેવભૂમી દ્વારકા, જામનગર, ભરૂચ, આણંદ, પંચમહાલમાં સર્વેને પ્રાથમિકતા

કૃષિ મંત્રી રાઘવજી પટલે રાજ્યના વરસાદ અને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં સર્વેની પ્રાથમિકતા આપવા સૂચના આપી છે અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના 12 જિલ્લાઓમાં સર્વે પર ભાર મુકવા માટે પણ સૂચના આપી છે. આ સાથે જ પોરબંદર, દેવભૂમી દ્વારકા, જામનગર, ભરૂચ, આણંદ તથા પંચમહાલ સહિતના વિસ્તારોમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ છે. ત્યારે વરસાદી પાણી ભરાયેલા હોય વિસ્તારોની વિગતો મેળવવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 13 હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા

તમને જણાવી દઈએ કે દેશ મોટાભાગે ખેતી પર આધારિત છે અને ચોમાસાની સિઝનમાં 1000 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવણી કરવામાં આવી છે, હવે વરસાદના કારણે પાકને મોટુ નુકસાન થયુ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાન મધ્યમાં ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ સહિત અન્ય પાકોની લણણી શરૂ કરી દેવામાં આવે છે. ગુજરાતમાં વરસાદે કહેર બનીને આ વર્ષે વરસ્યો છે અને રાજ્યના તેર હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા છે. અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હોવાની પણ ફરિયાદો સામે આવી છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત 4 દિવસથી વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પણ ખરાબ થઈ છે. બાવળા તાલુકાના નાનોદરા, વાસણા, ચવલા, સાકોડ, ઢેઢાળવાસણા, મેટાળ, અમીપુરા, કેસરડી વગેરે ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.