Gandhinagar: ભાજપમાં પ્રમુખોની નિયુક્તિમાં ભડકો

પ્રદેશ ભાજપ સંગઠનમાં મહાનગરોના વોર્ડમાં અને જિલ્લાઓમાં તાલુકાઓના પ્રમુખોની નિયુક્તિ માટે 40થી 45 વર્ષની વય મર્યાદાના નિયમથી ઠેરઠેર ભડકો થયો છે.આ કારણે હાલ પુરતી નવી નિયુક્તિઓની પ્રક્રિયાને સ્થગિત કરી દેવાઈ છે.તેવામાં મંગળવારે અહીં સ્વર્ણિમ સંકૂલમાં મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટની બેઠક બાદ અધિકાંશ મંત્રીઓ કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય શ્રી કમલમે દોટ મૂકતા રાજકીય ગરમાવો આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે ખેડા જિલ્લા પંચાયત માટે મંગળવારે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી હતી. તો બીજી તરફ 76 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયતો, જૂનાગઢ મહાનગર પાલિકા અને છ હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આગામી બે કે ત્રણ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. આ તબક્કે વર્તમાન સરકારના બે વર્ષ પૂર્ણ થાય તેના એક દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે કેબિનેટની બેઠક યોજીને દરેક મંત્રીને બબ્બે જિલ્લાઓની ફાળવણી કરી હતી. કહેવાય છે કે, મુખ્યમંત્રીએ દરેક મંત્રીને પોતાને સોંપાવમાં આવેલા જિલ્લાઓમા જઈને પાલિકા- પંચાયતના જે કોઈ વિકાસના કામો બાકી છે તેને પૂર્ણ કરાવવા સુચના આપી છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપે પણ સંગઠનમાં નીચે સુધી જઈને કાર્યકરો, આગેવાનો સાથે સંકલન સાધવા આદેશ કર્યો છે. જેના કારણે ભાજપમાં રાજકીય ગરમી વધી છે.

Gandhinagar: ભાજપમાં પ્રમુખોની નિયુક્તિમાં ભડકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રદેશ ભાજપ સંગઠનમાં મહાનગરોના વોર્ડમાં અને જિલ્લાઓમાં તાલુકાઓના પ્રમુખોની નિયુક્તિ માટે 40થી 45 વર્ષની વય મર્યાદાના નિયમથી ઠેરઠેર ભડકો થયો છે.આ કારણે હાલ પુરતી નવી નિયુક્તિઓની પ્રક્રિયાને સ્થગિત કરી દેવાઈ છે.

તેવામાં મંગળવારે અહીં સ્વર્ણિમ સંકૂલમાં મુખ્યમંત્રીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટની બેઠક બાદ અધિકાંશ મંત્રીઓ કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય શ્રી કમલમે દોટ મૂકતા રાજકીય ગરમાવો આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે ખેડા જિલ્લા પંચાયત માટે મંગળવારે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી હતી. તો બીજી તરફ 76 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયતો, જૂનાગઢ મહાનગર પાલિકા અને છ હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આગામી બે કે ત્રણ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. આ તબક્કે વર્તમાન સરકારના બે વર્ષ પૂર્ણ થાય તેના એક દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે કેબિનેટની બેઠક યોજીને દરેક મંત્રીને બબ્બે જિલ્લાઓની ફાળવણી કરી હતી. કહેવાય છે કે, મુખ્યમંત્રીએ દરેક મંત્રીને પોતાને સોંપાવમાં આવેલા જિલ્લાઓમા જઈને પાલિકા- પંચાયતના જે કોઈ વિકાસના કામો બાકી છે તેને પૂર્ણ કરાવવા સુચના આપી છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપે પણ સંગઠનમાં નીચે સુધી જઈને કાર્યકરો, આગેવાનો સાથે સંકલન સાધવા આદેશ કર્યો છે. જેના કારણે ભાજપમાં રાજકીય ગરમી વધી છે.