Dahod: ગત વર્ષની સરખામણીએ અકસ્માતોમાં ઘટાડો

દાહોદ જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ વિભાગ દ્વારા માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે ગંભીરતાપૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી છે. જેને પરિણામે જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 85 વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે,એટલુ જ નહિ, 69 માનવ જીવન બચાવવામાં સફ્ળતા મળી છે. ટ્રાફ્કિ અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ-સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફ્કિ મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે. લોકોમાં ટ્રાફ્કિ આવેરનેસ લાવવાની સાથે રોડ એન્જીનીયરિંગ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મુકાયો હતો. જેમાં અગાઉના 10 વર્ષમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનિયરિંગના ટુંકા ગાળાના અને લાંબા ગાળાના સુધારાઓ સૂચવાયા હતા. દાહોદ જિલ્લામાંથી પસાર થતા ધોરી માર્ગો ઉપર સર્જાતા ગંભીર અકસ્માતો અટકાવવા માટે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા હાઇવે પેટ્રોલીંગ રાખી સ્પીડ ગનના માધ્યમથી હેલ્મેટ, ઓવર સ્પીડ, રોંગ સાઇડના કેસ ઉપરાંત બ્રેથ એનલાઇઝરની મદદથી ડ્રંક એન્ડ ડ્રાઇવના મહત્તમ કેસ કરાયા છે. તેની સાથે જિલ્લાના સીસીટીવી નેટવર્ક એવા નેત્રમ મારફતે વધુમાં વધુ ઇ-ચલણના કેસ કરાઈ રહ્યા છે. જેનાથી ટ્રાફ્કિ સબંધી ગુન્હાઓ, ટ્રાફ્કિ પેટર્ન, ડ્રાઇવિંગ બિહેવીયર, રોંગ સાઈડ સ્પોટ, રાત્રે બ્લેક સ્પોટ આઉટ કરવા સહિતની વિશેષ કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ્ દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા સેમીનાર, રેલી તેમજ પેમ્ફ્લેટ વિતરણ કરી ટ્રાફ્કિ અંગે જનજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ-2024માં સપ્ટેમ્બર માસ સુધીની કામગીરી 1) ઓવર સ્પીડના 15,065 કેસો 2) રોંગ સાઇડ ડ્રાઇવીંગના 13,372 કેસ, 3) રશ ડ્રાઇવિંગના 1538 કેસ આ સિવાય ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ કરીને ટ્રાફ્કિ નિયમનનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યુ છે.

Dahod: ગત વર્ષની સરખામણીએ અકસ્માતોમાં ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ વિભાગ દ્વારા માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે ગંભીરતાપૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી છે. જેને પરિણામે જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 85 વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે,

એટલુ જ નહિ, 69 માનવ જીવન બચાવવામાં સફ્ળતા મળી છે. ટ્રાફ્કિ અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ-સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફ્કિ મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.

લોકોમાં ટ્રાફ્કિ આવેરનેસ લાવવાની સાથે રોડ એન્જીનીયરિંગ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મુકાયો હતો. જેમાં અગાઉના 10 વર્ષમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનિયરિંગના ટુંકા ગાળાના અને લાંબા ગાળાના સુધારાઓ સૂચવાયા હતા. દાહોદ જિલ્લામાંથી પસાર થતા ધોરી માર્ગો ઉપર સર્જાતા ગંભીર અકસ્માતો અટકાવવા માટે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા હાઇવે પેટ્રોલીંગ રાખી સ્પીડ ગનના માધ્યમથી હેલ્મેટ, ઓવર સ્પીડ, રોંગ સાઇડના કેસ ઉપરાંત બ્રેથ એનલાઇઝરની મદદથી ડ્રંક એન્ડ ડ્રાઇવના મહત્તમ કેસ કરાયા છે. તેની સાથે જિલ્લાના સીસીટીવી નેટવર્ક એવા નેત્રમ મારફતે વધુમાં વધુ ઇ-ચલણના કેસ કરાઈ રહ્યા છે.

જેનાથી ટ્રાફ્કિ સબંધી ગુન્હાઓ, ટ્રાફ્કિ પેટર્ન, ડ્રાઇવિંગ બિહેવીયર, રોંગ સાઈડ સ્પોટ, રાત્રે બ્લેક સ્પોટ આઉટ કરવા સહિતની વિશેષ કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ્ દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા સેમીનાર, રેલી તેમજ પેમ્ફ્લેટ વિતરણ કરી ટ્રાફ્કિ અંગે જનજાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ-2024માં સપ્ટેમ્બર માસ સુધીની કામગીરી

1) ઓવર સ્પીડના 15,065 કેસો

2) રોંગ સાઇડ ડ્રાઇવીંગના 13,372 કેસ,

3) રશ ડ્રાઇવિંગના 1538 કેસ

આ સિવાય ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ કરીને ટ્રાફ્કિ નિયમનનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યુ છે.