સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતાં 3નાં મોત

Image : representative (pixabay)Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આ પણ વાંચો : ગુજરાતનું 'જામતારા', ભાડુતી બેન્ક ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનું દેશવ્યાપી કૌભાંડ પકડાયુંફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યાફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો : હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતાં 3નાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

three-people-including-12-year-old-girl-drowns-in-sabarmati-river-in-gandhinagar
Image : representative (pixabay)

Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. 

ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતનું 'જામતારા', ભાડુતી બેન્ક ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનું દેશવ્યાપી કૌભાંડ પકડાયું

ફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા

ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી