Ranpur શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં મોડી રાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના કપાસ, બાજરી, તલ, જુવાર સહિતના તૈયાર પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે.તેમજ રાણપુર તાલુકાના ભાદર નદીના પુલ ઉપરના ખાડાઓમાં રાત્રિના સમયે પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકો અટવાયા હતા. રાણપુર તાલુકાના તમામ ગામો માટે અવરજવર માટે એક જ રસ્તો હોવાથી પુલ પરના ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા મંગળવારે સવારે પણ ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તાલુકાના માલણપુર, દેવગાણા, દેવળીયા, બોડીયા, બરાનીયા, નાગનેશ, હડમતાળા, રાજપરા, બુબાવાવ, કુંડલી, ઉમરાળા, અલમપુર, ગઢીયા, દેરડી, સાંગણપુર, ધારપીપળા, ઉમરાળા, કેરીયા, અણીયાળી, અને તાલુકા મથક રાણપુરમાં મોડી રાતે ગાજવીજ અને આકાશી વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા તાલુકાના ગામમાં રાત્રિના સમયે નદી નાળામાં ઘોડાપુર આવ્યું હતું અને અત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલ કપાસ તલ, બાજરી, જુવાર જેવા પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

Ranpur શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં મોડી રાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના કપાસ, બાજરી, તલ, જુવાર સહિતના તૈયાર પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે.

તેમજ રાણપુર તાલુકાના ભાદર નદીના પુલ ઉપરના ખાડાઓમાં રાત્રિના સમયે પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકો અટવાયા હતા. રાણપુર તાલુકાના તમામ ગામો માટે અવરજવર માટે એક જ રસ્તો હોવાથી પુલ પરના ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા મંગળવારે સવારે પણ ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તાલુકાના માલણપુર, દેવગાણા, દેવળીયા, બોડીયા, બરાનીયા, નાગનેશ, હડમતાળા, રાજપરા, બુબાવાવ, કુંડલી, ઉમરાળા, અલમપુર, ગઢીયા, દેરડી, સાંગણપુર, ધારપીપળા, ઉમરાળા, કેરીયા, અણીયાળી, અને તાલુકા મથક રાણપુરમાં મોડી રાતે ગાજવીજ અને આકાશી વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા તાલુકાના ગામમાં રાત્રિના સમયે નદી નાળામાં ઘોડાપુર આવ્યું હતું અને અત્યારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલ કપાસ તલ, બાજરી, જુવાર જેવા પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.