ચીકદા અને સાગબારાના કોલવાણ ગામે સેવા સેતુ કાર્યક્રમો યોજાયા
દેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે અને સાગબારા તાલુકાના કોલવાણ ગામે યોજાયો હતો. દેડિયાપાડા મામલતદાર એસ.વી.વિરોલાની અધ્યક્ષતામાં ચીકદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટય થકી ખુલ્લો મૂક્યા બાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી સરકારની સેવા-યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો જે આશય છે તેને આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ તેવી અપીલ પણ કરી હતી. ચીકદા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 21 પંચાયતોમાં સમાવિષ્ટ 61 ગામોના ગ્રામજનો જ્યારે સાગબારા તાલુકાના કોલવાણ ગામે 34 ગામના લોકોએ રાજ્ય સરકારની 55 વિવિધ સેવાઓના નાના-મોટા લાભો લીધા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે અને સાગબારા તાલુકાના કોલવાણ ગામે યોજાયો હતો. દેડિયાપાડા મામલતદાર એસ.વી.વિરોલાની અધ્યક્ષતામાં ચીકદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટય થકી ખુલ્લો મૂક્યા બાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, સેવા સેતુના માધ્યમથી સરકારની સેવા-યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો જે આશય છે તેને આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ તેવી અપીલ પણ કરી હતી. ચીકદા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 21 પંચાયતોમાં સમાવિષ્ટ 61 ગામોના ગ્રામજનો જ્યારે સાગબારા તાલુકાના કોલવાણ ગામે 34 ગામના લોકોએ રાજ્ય સરકારની 55 વિવિધ સેવાઓના નાના-મોટા લાભો લીધા હતા.