Surendranagar વઢવાણમાં ડમ્પરે 4 વાહનોને ટક્કર મારી : બે વ્યક્તિનાં મોત
સુરેન્દ્રનગર શહેરની એપીએમસી ચોકડી પાસે સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા રોપાયેલ વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરતા દંપતી ટ્રેકટર લઈને જતા હતા.ત્યારે એક ડમ્પરે પાછળથી ભટકાતા ટ્રેકટરના પંખા પર બેસેલ મહિલા જમીન પર પટકાઈ હતી અને ડમ્પરના વ્હીલમાં આવી જતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ ડમ્પરના ચાલકે ટ્રેકટર ઉપરાંત બાઈક, એસ.ટી.બસ, છોટા હાથીને પણ અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાંથી એકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયુ છે. સુરેન્દ્રનગર શહેરમાંથી દોડતા ડમ્પર ફરી એકવાર યમદુત સમાન બન્યા છે. સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર એપીએમસી ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના પ્રભાતભાઈ હીરાભાઈ ઘોડ અને તેમના પત્ની આશાબેન લખતરમાં રહે છે અને રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા કરાયેલ વૃક્ષારોપણના વૃક્ષોને પાણીના ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ કરે છે. તા. 9મીએ મોડી સાંજે દંપતી ટ્રેકટર લઈને ડીઝલ પુરાવવા જતા હતા. ત્યારે એપીએમસી ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતા ડમ્પરના ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રેકટરના ડાબી સાઈડના પંખા પર બેસેલા આશાબેન નીચે પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ તેમના પરથી ફરી વળ્યુ હતુ. આ ઉપરાંત આ ડમ્પર ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક સવાર સુરેશભાઈ શાંતીલાલ વણોલ અને પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલને ઈજાઓ પહોંચી હતી. જયારે ડમ્પરે એસ.ટી.બસ અને છોટા હાથી સાથે અકસ્માત સર્જી નુકશાન પહોચાડયુ હતુ. અકસ્માતમાં મોતને ભેટેલા આશાબેનના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે બાઈક સવાર સુરેશભાઈ વણોલ અને પ્રભાત વણોલને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન સુરેશભાઈ વણોલનું મોત થયુ છે. બનાવની પ્રભાતભાઈ ઘોડએ બી ડીવીઝન પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે. બજાણા પાસે હિટ એન્ડ રન : કાર અડફેટે રેલ કર્મીનું મોત દસાડાના બજાણા ગામ પાસેથી તા. 9મીએ રાત્રે પીપળીના અને રેલવે કર્મી તરીકે ફરજ બજાવતા હાજીખાન જતમલેક બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે એક કાર ચાલક બાઈક સાથે અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં હાજીખાનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા સેડલાના પુર્વ સરપંચ મહોબતખાન, તાલુકા પંચાયતના પુર્વ ચેરમેન વિપુલભાઈ મેરાણી સહિતનાઓ દવાખાને ધસી ગયા હતા. પોલીસે લાશનું પીએમ કરાવી ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર શહેરની એપીએમસી ચોકડી પાસે સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા રોપાયેલ વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરતા દંપતી ટ્રેકટર લઈને જતા હતા.
ત્યારે એક ડમ્પરે પાછળથી ભટકાતા ટ્રેકટરના પંખા પર બેસેલ મહિલા જમીન પર પટકાઈ હતી અને ડમ્પરના વ્હીલમાં આવી જતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ ડમ્પરના ચાલકે ટ્રેકટર ઉપરાંત બાઈક, એસ.ટી.બસ, છોટા હાથીને પણ અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાંથી એકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયુ છે.
સુરેન્દ્રનગર શહેરમાંથી દોડતા ડમ્પર ફરી એકવાર યમદુત સમાન બન્યા છે. સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર એપીએમસી ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના પ્રભાતભાઈ હીરાભાઈ ઘોડ અને તેમના પત્ની આશાબેન લખતરમાં રહે છે અને રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા કરાયેલ વૃક્ષારોપણના વૃક્ષોને પાણીના ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ કરે છે. તા. 9મીએ મોડી સાંજે દંપતી ટ્રેકટર લઈને ડીઝલ પુરાવવા જતા હતા. ત્યારે એપીએમસી ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતા ડમ્પરના ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રેકટરના ડાબી સાઈડના પંખા પર બેસેલા આશાબેન નીચે પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ તેમના પરથી ફરી વળ્યુ હતુ. આ ઉપરાંત આ ડમ્પર ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક સવાર સુરેશભાઈ શાંતીલાલ વણોલ અને પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલને ઈજાઓ પહોંચી હતી. જયારે ડમ્પરે એસ.ટી.બસ અને છોટા હાથી સાથે અકસ્માત સર્જી નુકશાન પહોચાડયુ હતુ. અકસ્માતમાં મોતને ભેટેલા આશાબેનના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે બાઈક સવાર સુરેશભાઈ વણોલ અને પ્રભાત વણોલને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન સુરેશભાઈ વણોલનું મોત થયુ છે. બનાવની પ્રભાતભાઈ ઘોડએ બી ડીવીઝન પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.
બજાણા પાસે હિટ એન્ડ રન : કાર અડફેટે રેલ કર્મીનું મોત
દસાડાના બજાણા ગામ પાસેથી તા. 9મીએ રાત્રે પીપળીના અને રેલવે કર્મી તરીકે ફરજ બજાવતા હાજીખાન જતમલેક બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે એક કાર ચાલક બાઈક સાથે અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં હાજીખાનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા સેડલાના પુર્વ સરપંચ મહોબતખાન, તાલુકા પંચાયતના પુર્વ ચેરમેન વિપુલભાઈ મેરાણી સહિતનાઓ દવાખાને ધસી ગયા હતા. પોલીસે લાશનું પીએમ કરાવી ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.