Ahmedabad: સોમવારનો સંયોગ, આઠમની મધરાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો આજે જન્મોત્સવ

ડાકોરમાં જન્મોત્સવની આકાશી આતશબાજી કરાશેજગત મંદિર દ્વારકામાં રાત્રિના 12ના ટકોરે છડી પોકારી નંદોત્સવ  ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ ઉજવાશે કેટલાય વર્ષો બાદ સાતમને સોમવારનો સંયોગ અને આઠમની મધરાત્રે અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. આજે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થશે ત્યારે ગુજરાતમાં શામળાજી,ડાકોર, દ્રારકા સહિતના મુખ્ય મંદિરોમાં લાખો ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડયુ છે. દ્વારકાધીશ મંદિર,દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરાશે.આ વખતે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ હોય ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં તહેવારોનો માહોલ જામ્યો છે અને સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે ઠાકોરજીને નીજ મંદિર ખુલતા જ સૌપ્રથમ દાતણ અર્પણ કરવામા આવે છે બાદમા ઠાકોરજીને માખણ મીસરીનો મંગલ ભોગ ધરાવીને મંગલા આરતી થશે. મંગલા આરતી પછી સવારે 8 વાગ્યે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરાશે..વર્ષ દરમિયાન દિવસ પ્રમાણે ઠાકોરજીને કેસરી રંગના વાઘા જ પહેરાવાય છે.જેમાં પહેલા ભગવાનને સિલ્કનું પિતાંબર પહેરાવાય છે.તેના પર કલાત્મક રીતે તૈયાર કરાવાયેલો પાયજામો પહેરાવાય છે.સાથોસાથ વિવિધ પ્રકારના સોના-ચાંદીના આભૂષણો પહેરાવવામા આવશે.સવારે 10/30 વાગ્યે ભગવાનને શૃંગાર ભોગ અર્પણ કરાશે. .રાજભોગ બાદમાં ગાદી-તકીયાના બીછાનામાં સોનાના પાસાથી ચોપાટ રમાડાશે. ..જન્મોત્સવ નિમિતે વિશેષ રત્નજડિત મુગટ અર્પણ કરાશે.ભગવાનને 12 વાગ્યાના ટકોરે જન્મનો ભાવ કરવામા આવે અને પુજારી દ્વારા જગતના નાથનો જન્મ થયો છે એવું જાહેર કરી ઠાકોરની છડી પોકારી નંદ ઘેરા નંદ ભયોના નાદ સાથે આશરે અડધો કલાક સુધી જન્મોત્સવ આરતી થાય છે. જન્મોત્સવ બાદ આવતીકાલે નોમના દિવસે સોનાનું પારણું ઠાકોરજી પાસે રાખી ભગવાનના ઉત્સવ સ્વરૂપને નોમના પારણામાં બેસાડવામા આવે છે. યાત્રાધામ શામળાજી ખાતે ભવ્ય ઉજવણી કરવા તડામાર તૈયારીઓ કરાઈ છે. રાત્રે 1ર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરશે. જન્માષ્ટમીના દિવસે સવારે છ વાગ્યે મંદિર ખુલશે. જ્યારે રાત્રે 1રના ટકોરે નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી ના જયઘોષ સાથે જન્મોત્સવની ઉજવણી કરાશે. પ્રથમ વખત શામળાજી મંદિર ઉપર લેસર લાઈટનું પ્રદર્શન હોય અદ્ભૂત નજારો જોઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. મધ્યરાત્રિના 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા અને દર્શનનો લાભ લેવા ખેડા તથા અમદાવાદ,વડોદરા જિલ્લા સહિત રાજયભર માંથી ભકતો સાગર ઊમટી પડશે. ભગવાનના જન્મોત્સવની ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતશબાજી સાથે ઉજવણી કરાશે. ડાકોર રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મંદિરમાં સોમવારે જન્માષ્ટમી પર્વ નિમિતે સવારે સવારે 6.45 કલાકે મંગળા આરતી થશે. મધ્ય રાત્રે 12 વાગ્યાના ટકોરે ભગવાનશ્રી કૃષ્ણનો પ્રાગટયોત્સવ થશે. શ્રીઠાકોરજીની ક્રમાનુસાર સેવાપૂજા થઇને વિશેષ વાઘા અને આભૂષણોનો શણગાર કરાશે અને મોટો મુગટ ધારણ કરાવાશે. જય રણછોડ ..નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે ગોપાલલાલજી મહારાજને સોનાના પારણાંમાં ઝુલાવાશે.

Ahmedabad: સોમવારનો સંયોગ, આઠમની મધરાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો આજે જન્મોત્સવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાકોરમાં જન્મોત્સવની આકાશી આતશબાજી કરાશે
  • જગત મંદિર દ્વારકામાં રાત્રિના 12ના ટકોરે છડી પોકારી નંદોત્સવ
  •  ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ ઉજવાશે

કેટલાય વર્ષો બાદ સાતમને સોમવારનો સંયોગ અને આઠમની મધરાત્રે અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. આજે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થશે ત્યારે ગુજરાતમાં શામળાજી,ડાકોર, દ્રારકા સહિતના મુખ્ય મંદિરોમાં લાખો ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડયુ છે.

દ્વારકાધીશ મંદિર,દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરાશે.આ વખતે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ હોય ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં તહેવારોનો માહોલ જામ્યો છે અને સમગ્ર નગરી કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે ઠાકોરજીને નીજ મંદિર ખુલતા જ સૌપ્રથમ દાતણ અર્પણ કરવામા આવે છે બાદમા ઠાકોરજીને માખણ મીસરીનો મંગલ ભોગ ધરાવીને મંગલા આરતી થશે. મંગલા આરતી પછી સવારે 8 વાગ્યે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક કરાશે..વર્ષ દરમિયાન દિવસ પ્રમાણે ઠાકોરજીને કેસરી રંગના વાઘા જ પહેરાવાય છે.જેમાં પહેલા ભગવાનને સિલ્કનું પિતાંબર પહેરાવાય છે.તેના પર કલાત્મક રીતે તૈયાર કરાવાયેલો પાયજામો પહેરાવાય છે.સાથોસાથ વિવિધ પ્રકારના સોના-ચાંદીના આભૂષણો પહેરાવવામા આવશે.સવારે 10/30 વાગ્યે ભગવાનને શૃંગાર ભોગ અર્પણ કરાશે. .રાજભોગ બાદમાં ગાદી-તકીયાના બીછાનામાં સોનાના પાસાથી ચોપાટ રમાડાશે. ..જન્મોત્સવ નિમિતે વિશેષ રત્નજડિત મુગટ અર્પણ કરાશે.ભગવાનને 12 વાગ્યાના ટકોરે જન્મનો ભાવ કરવામા આવે અને પુજારી દ્વારા જગતના નાથનો જન્મ થયો છે એવું જાહેર કરી ઠાકોરની છડી પોકારી નંદ ઘેરા નંદ ભયોના નાદ સાથે આશરે અડધો કલાક સુધી જન્મોત્સવ આરતી થાય છે. જન્મોત્સવ બાદ આવતીકાલે નોમના દિવસે સોનાનું પારણું ઠાકોરજી પાસે રાખી ભગવાનના ઉત્સવ સ્વરૂપને નોમના પારણામાં બેસાડવામા આવે છે.

યાત્રાધામ શામળાજી ખાતે ભવ્ય ઉજવણી કરવા તડામાર તૈયારીઓ કરાઈ છે. રાત્રે 1ર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરશે. જન્માષ્ટમીના દિવસે સવારે છ વાગ્યે મંદિર ખુલશે. જ્યારે રાત્રે 1રના ટકોરે નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી ના જયઘોષ સાથે જન્મોત્સવની ઉજવણી કરાશે. પ્રથમ વખત શામળાજી મંદિર ઉપર લેસર લાઈટનું પ્રદર્શન હોય અદ્ભૂત નજારો જોઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. મધ્યરાત્રિના 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા અને દર્શનનો લાભ લેવા ખેડા તથા અમદાવાદ,વડોદરા જિલ્લા સહિત રાજયભર માંથી ભકતો સાગર ઊમટી પડશે. ભગવાનના જન્મોત્સવની ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતશબાજી સાથે ઉજવણી કરાશે. ડાકોર રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મંદિરમાં સોમવારે જન્માષ્ટમી પર્વ નિમિતે સવારે સવારે 6.45 કલાકે મંગળા આરતી થશે. મધ્ય રાત્રે 12 વાગ્યાના ટકોરે ભગવાનશ્રી કૃષ્ણનો પ્રાગટયોત્સવ થશે. શ્રીઠાકોરજીની ક્રમાનુસાર સેવાપૂજા થઇને વિશેષ વાઘા અને આભૂષણોનો શણગાર કરાશે અને મોટો મુગટ ધારણ કરાવાશે. જય રણછોડ ..નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે ગોપાલલાલજી મહારાજને સોનાના પારણાંમાં ઝુલાવાશે.